બાસ્કેટબોલમાં મેડલવિજેતા મજૂરી કરે છે

છત્તીસગઢના સરગુજામાં રહેતી રેબેકા લકડા બાસ્કેટબોલમાં રાષ્ટ્રીય સ્તરે ૪ ગોલ્ડ અને ૩ સિલ્વર મેડલ જીતી ચૂકી છે, પરંતુ કારમી નાણાભીડના કારણે તેને પિતા અને બહેન સાથે મજૂરી કરવી પડે છે.
છત્તીસગઢના સરગુજામાં રહેતી રેબેકા લકડા બાસ્કેટબોલમાં રાષ્ટ્રીય સ્તરે ૪ ગોલ્ડ અને ૩ સિલ્વર મેડલ જીતી ચૂકી છે, પરંતુ કારમી નાણાભીડના કારણે તેને પિતા અને બહેન સાથે મજૂરી કરવી પડે છે. તનતોડ મહેનત કર્યા બાદ દિવસના અંતે દાડિયા પેટે દોઢસો રૂપિયા મેળવતી રેબેકા મજૂરીના આ પૈસા ભેગા કરીને કિટ ખરીદવા માગે છે, જેથી પ્રેક્ટિસ કરી શકે. કોરોના સંક્રમણ ઘટ્યા બાદ સેન્ટર ખૂલવાની તેને આશા છે. ઉલ્લેખનીય છે કે રેબેકા યુરોપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે.
