બીસીબીએ શહાદત હુસેનને સસ્પેન્ડ કર્યો

બાંગલાદેશના ઝડપી બોલર શહાદત હુસેનને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી)એ કામચલાઉ સસ્પેન્ડ કર્યો છે. આ અંગે બીસીબીના અધ્યક્ષ નજમુલ હસને કહ્યું હતું કે, જ્યાં સુધી શહાદત પર થયેલા કેસનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી તેને ટીમની બહાર રાખવામાં આવશે.

ઢાકા: બાંગલાદેશના ઝડપી બોલર શહાદત હુસેનને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી)એ કામચલાઉ સસ્પેન્ડ કર્યો છે. આ અંગે બીસીબીના અધ્યક્ષ નજમુલ હસને કહ્યું હતું કે, જ્યાં સુધી શહાદત પર થયેલા કેસનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી તેને ટીમની બહાર રાખવામાં આવશે. શહાદત હુસેન અને તેની પત્ની પર નોકરાણીની મારપીટ કરવાનો આરોપ છે. આ નોકરાણી પોલીસને રસ્તા પર ઇજાગ્રસ્ત હાલતમાં મળ્યા બાદ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. પોલીસ છેલ્લાં પાંચ દિવસથી શહાદતની શોધખોળ કરી રહી છે, પરંતુ તેનો ક્યાંય પતો લાગ્યો નથી.

બીસીબીએ શહાદત હુસેનને સસ્પેન્ડ કર્યો
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.