બીસીસીઆઇ દ્વારા ઇંડિયન ઓલિમ્પિક એસોસિએશનને રૂ. 8.5 કરોડનું અનુદાન

રમતગમતનો મહાકુંભ 26 જુલાઈથી શરૂ થઇ રહ્યો છે ત્યારે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ ઇંડિયન ઓલિમ્પિક એસોસિએશનને રૂ. 8.5 કરોડના આર્થિક અનુદાનની જાહેરાત કરી છે.
પેરિસઃ રમતગમતનો મહાકુંભ 26 જુલાઈથી શરૂ થઇ રહ્યો છે ત્યારે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ ઇંડિયન ઓલિમ્પિક એસોસિએશનને રૂ. 8.5 કરોડના આર્થિક અનુદાનની જાહેરાત કરી છે. ભારતીય ટુકડીમાં અત્યાર સુધીમાં 117 એથ્લીટ હશે. બીસીસીઆઇના સેક્રેટરીએ સોશિયલ મીડિયા પર લખ્યું, ‘મને જાહેરાત કરતાં ગર્વ છે કે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા આપણા અતુલ્ય એથ્લીટ્સને સમર્થન કરશે. અમે આ અભિયાન માટે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનને 8.5 કરોડ રૂપિયા આપી રહ્યા છીએ. અમે સમગ્ર ટીમને હાર્દિક શુભકામના પાઠવીએ છીએ. ભારતને ગૌરવ અપાવો! જય હિન્દ.’
