બુમરાહ, હાર્દિક, અક્ષરની ધમાલઃ ગુજરાતી ત્રિપુટી છવાઇ

બુમરાહ, હાર્દિક, અક્ષરની ધમાલઃ...

પાકિસ્તાનના ટોપ ઓર્ડર પર ગુજરાતના સુપરસ્ટાર બોલરો છવાઈ ગયા હતા. જીતવા માટેના 176ના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા પાકિસ્તાનને પહેલી જ ઓવરમાં હાર્દિક પંડયાએ આંચકો આપ્યો હતો. તેણે ઈનિંગના ચોથા જ બોલે ફરહાનને શૂન્ય રને રિન્કુના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. 

કોલંબોઃ પાકિસ્તાનના ટોપ ઓર્ડર પર ગુજરાતના સુપરસ્ટાર બોલરો છવાઈ ગયા હતા. જીતવા માટેના 176ના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા પાકિસ્તાનને પહેલી જ ઓવરમાં હાર્દિક પંડયાએ આંચકો આપ્યો હતો. તેણે ઈનિંગના ચોથા જ બોલે ફરહાનને શૂન્ય રને રિન્કુના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. આ પછી બીજી જ ઓવરમાં બુમરાહ ત્રાટક્યો હતો. તેણે અયુબ (6) અને આગા (4)ને પેવેલિયન ભેગા કરી દેતા પાકિસ્તાનની ટીમ 13/3ના સ્કોર પર ફંગોળાઈ ગઈ હતી. આ પછી અક્ષર પટેલે ક્લાસિક બોલ પર બાબર (5)ને કિલન બોલ્ડ કર્યો હતો. જેના કારણે પાકિસ્તાનની ટીમનો સ્કોર 34/4 થઈ ગયો હતો. અક્ષરે ઉસ્માન (44)ને કિશનના હાથે સ્ટમ્પ્ટ આઉટ કરાવતા પાકિસ્તાનની અડધી ટીમ 73ના સ્કોર પર પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલ ઉપરાંત વરુણ ચક્રવર્તી એ 2-2 વિકેટ લીધી હતી. કુલદીપ અને તિલકે 1-1 વિકેટ લીધી હતી.

બુમરાહ, હાર્દિક, અક્ષરની ધમાલઃ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.