બુમરાહ આઈસીસી ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર

ભારતના પેસ બોલર જસપ્રીત બુમરાહે આઈસીસી 2024 બેસ્ટ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો છે. એવોર્ડની રેસમાં બુમરાહે ઇંગ્લેન્ડના જોઈ રુટ અને હેરી બૂકને તથા શ્રીલંકાના કામિન્દુ મેન્ડિસને પાછળ રાખી દીધા હતા. બુમરાહે તાજેતરમાં જ 200 ટેસ્ટ વિકેટ પૂરી કરી છે.
દુબઇઃ ભારતના પેસ બોલર જસપ્રીત બુમરાહે આઈસીસી 2024 બેસ્ટ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ જીત્યો છે. એવોર્ડની રેસમાં બુમરાહે ઇંગ્લેન્ડના જોઈ રુટ અને હેરી બૂકને તથા શ્રીલંકાના કામિન્દુ મેન્ડિસને પાછળ રાખી દીધા હતા. બુમરાહે તાજેતરમાં જ 200 ટેસ્ટ વિકેટ પૂરી કરી છે. બુમરાહે 2024માં રમેલી 13 મેચમાં 14.92ની એવરેજથી તથા 30.16ના સ્ટ્રાઇક રેટથી 71 વિકેટ પોતાના નામે કરી હતી. પર્થમાં બુમરાહે મેચનું પરિણામ બદલે તેવો સ્પેલ નાખ્યો હતો જેને આઈસીસીએ બેસ્ટ પ્રદર્શન તરીકે ગણ્યો છે. બુમરાહે એક કેલેન્ડર વર્ષમાં 70 પ્લસ ટેસ્ટ વિકેટ ઝડપનાર ભારતનો ચોથો બોલર બન્યો છે. અફઘાનિસ્તાનનો અઝમતુલ્લાહ ઉમરઝાઈ વન-ડે ક્રિકેટર ઓફ ધ યર બન્યો છે. તેણે ગયા વર્ષે 14 મેચમાં 17 વિકેટ ઝડપવા ઉપરાંત 417 રન બનાવ્યા હતા.
મંધાના વિમેન્સ વન-ડે ક્રિકેટર
ભારતી વિમેન્સ ક્રિકેટ ટીમની ઉપસુકાની સ્મૃતિ મંધાના વર્ષની બેસ્ટ વિમેન્સ વન-ડે ક્રિકેટર ઓફ ધ યર બની છે. તેણે ગયા વર્ષે 13 મેચમાં 747 રન બનાવ્યા હતા. તેણે 57.86ની એવરેજથી રન બનાવ્યા છે. તે ચાર સદી ફટકારી હતી જે વિમેન્સ ક્રિકેટમાં રેકોર્ડ છે.
