બુમરાહ સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશન સાથે લગ્નબંધને બંધાશે?

બુમરાહ સ્પોર્ટ્સ એન્કર સંજના

ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટ્રાઈક બોલર જસપ્રીત બુમરાહ મોડેલ-સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશન સાથે લગ્નબંધને બંધાઇ રહ્યો હોવાના અહેવાલ છે. આ લગ્ન ગોવામાં કરવામાં આવશે. જોકે આયોજનની બધી વાતો ખાનગી રાખવામાં આવી છે અને તેઓએ લગ્નની તારીખની પણ સત્તાવાર જાહેરાત કરી નથી. જોકે તેઓ ૧૪ કે ૧૫ માર્ચે લગ્ન કરશે તેવી શક્યતા છે.

અમદાવાદઃ ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટ્રાઈક બોલર જસપ્રીત બુમરાહ મોડેલ-સ્પોર્ટ્સ એન્કર સંજના ગણેશન સાથે લગ્નબંધને બંધાઇ રહ્યો હોવાના અહેવાલ છે. આ લગ્ન ગોવામાં કરવામાં આવશે. જોકે આયોજનની બધી વાતો ખાનગી રાખવામાં આવી છે અને તેઓએ લગ્નની તારીખની પણ સત્તાવાર જાહેરાત કરી નથી. જોકે તેઓ ૧૪ કે ૧૫ માર્ચે લગ્ન કરશે તેવી શક્યતા છે.
તાજેતરમાં જ જસપ્રીત બુમરાહે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની અંતિમ ટેસ્ટમાં અંગત કારણોસર આખરી ઈલેવનમાંથી નામ પરત ખેંચ્યું હતું. તેના પછી ટી-૨૦ શ્રેણીમાં પણ તેને આરામ આપવામાં આવ્યો છે અને તે વન-ડેમાં પણ નહીં રમે અને સીધો આઈપીએલમાં રમવા ઉતરશે.
બુમરાહ અને સ્પોર્ટ્સ એન્કર સંજના વચ્ચેની મિત્રતા ઘણી આગળ વધી ગઈ હોવાના પગલે બંને લગ્ન કરશે તેવું તેમના ઘણા ફેન્સ માનતા હતા. સંજના ગણેશન સ્પોર્ટ્સ પ્રેઝન્ટર હોવાની સાથે જાણીતી મોડલ પણ છે. સંજના ગણેશને પૂણેમાંથી એન્જિનિયરિંગ કોલેજમાંથી ડિગ્રી લીધા પછી મોડલિંગમાં ઝંપલાવ્યું હતું અને તેમાં છવાઈ ગઈ હતી. તે ૨૦૧૪માં મિસ ઇન્ડિયામાં ફાઈનલ સુધી પહોંચી ચૂકી છે. તે એમટીવીના રિયાલિટી શોમાં પણ ભાગ લઇ ચૂકી છે. જોકે ક્રિકેટ પ્રેમીઓ સંજનાને આઈપીએલ ૨૦૨૦ની સ્પોર્ટ્સ એન્કર તરીકે જ ઓળખે છે. તેણે મેચની સાથે પ્રેક્ષકોને યુએઈના શહેરોની સહેલ કરાવી હતી.
સંજનાએ ૨૦૧૯ના ક્રિકેટ વિશ્વકપ ઉપરાંત ઘણાં શો હોસ્ટ કર્યા હતા. તે આઈએસએલ અને બેડમિંટન સુપરલીગ પણ હોસ્ટ કરી ચૂકી છે. તેના લગ્ન ભલે બુમરાહ સાથે થઈ રહ્યા હોય, પરંતુ તેનો પ્રિય ક્રિકેટર ટીમ ઈન્ડિયાનો ભૂતપૂર્વ કેપ્ટન
ધોની છે.

બુમરાહ સ્પોર્ટ્સ એન્કર સંજના
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.