બ્રિજભૂષણ કેસઃ પોલીસે મહિલા પહેલવાનો પાસે પુરાવા માંગ્યા

બ્રિજભૂષણ કેસઃ પોલીસે મહિલા પ

ભાજપ સાંસદ બ્રિજભૂષણસિંહ સામે યૌનશોષણનો કેસ કરનાર મહિલા પહેલવાનો પાસેથી દિલ્હી પોલીસે આરોપોના સમર્થનમાં ફોટા-વીડિયો તેમજ વોટસએપ ચેટિંગનાં પુરાવા માંગ્યા છે.

નવી દિલ્હીઃ ભાજપ સાંસદ બ્રિજભૂષણસિંહ સામે યૌનશોષણનો કેસ કરનાર મહિલા પહેલવાનો પાસેથી દિલ્હી પોલીસે આરોપોના સમર્થનમાં ફોટા-વીડિયો તેમજ વોટસએપ ચેટિંગનાં પુરાવા માંગ્યા છે. સરકાર સાથેની મંત્રણામાં મહિલા પહેલવાનોને બ્રિજભૂષણ સામે પગલાં લેવાશે તેવી ખાતરી અપાઇ હોવાથી 15 જૂન સુધી આંદોલન મુલત્વી રખાયું છે.
બીજી તરફ, આ કેસમાં બ્રિજભૂષણસિંહ સામે કેસ થયા બાદ પોલીસ પણ પોતાની રીતે પૂરાવા એકઠા કરવાના પ્રયાસો કરી રહી છે. પોલીસે બે મહિલા પહેલવાનો પાસેથી બ્રિજભૂષણસિંહ તેમને ભેટતા હોય તેવો પુરાવા રજૂ કરતો ફોટો માંગ્યો હોવાનું જાણવા મળે છે. પોલીસના આવા અભિગમની ટીકા થઇ રહી છે. પહેલવાનો અને તેનાં સગાંને ધમકીભર્યા ફોન કરાયા હોવાના આક્ષેપ થઇ રહ્યા છે.

બ્રિજભૂષણ કેસઃ પોલીસે મહિલા પ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.