ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ૨૧ જુલાઈથી ચાર ટેસ્ટની સિરીઝ

ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ૨૧ જુલ...

વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડે ભારત સામે આવતા મહિને યોજાનારી ચાર ટેસ્ટ મેચની સિરીઝનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. ટીમ ઇંડિયા છ જુલાઈના રોજ વિન્ડીઝ જવા રવાના થશે. ૨૧મી જુલાઈથી શરૂ થઈ રહેલી ચાર ટેસ્ટ મેચની સિરીઝ અગાઉ ભારતીય ટીમ બે પ્રેક્ટિસ મેચ રમશે.

નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડે ભારત સામે આવતા મહિને યોજાનારી ચાર ટેસ્ટ મેચની સિરીઝનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. ટીમ ઇંડિયા છ જુલાઈના રોજ વિન્ડીઝ જવા રવાના થશે. ૨૧મી જુલાઈથી શરૂ થઈ રહેલી ચાર ટેસ્ટ મેચની સિરીઝ અગાઉ ભારતીય ટીમ બે પ્રેક્ટિસ મેચ રમશે.
પ્રથમ બે દિવસીય અભ્યાસ મેચ નવ જુલાઈથી સેન્ટ કિસ્ટમાં રમાશે. જ્યારે અન્ય એક અભ્યાસ મેચ ત્રણ દિવસની રહેશે, જે ૧૪મી જુલાઈથી શરૂ થશે. બંને ટીમ વચ્ચે ૨૧થી ૨૫ જુલાઈ દરમિયાન એન્ટિગુઆમાં પ્રથમ ટેસ્ટ રમાશે. જ્યારે ૩૦ જુલાઈથી ત્રણ ઓગસ્ટ સુધી જમૈકામાં બીજી ટેસ્ટ યોજાશે. સેન્ટ લ્યુસિયામાં યોજાનારી ત્રીજી ટેસ્ટ ૯થી ૧૩ ઓગસ્ટ દરમિયાન રમાશે. ચોથી અને અંતિમ ટેસ્ટ ૧૮થી ૨૨ ઓગસ્ટ વચ્ચે રમાશે.

ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ૨૧ જુલ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.