ભારતમાં સ્થિતિ ન સુધરી તો ટી૨૦ વર્લ્ડ કપ યુએઈમાં

ભારતમાં કોરોના વાઇરસની મહામારી કાબૂમાં નહીં આવે તો ચાલુ વર્ષના અંત ભાગમાં રમાનારા આઇસીસી ટી૨૦ વર્લ્ડ કપને યુએઇમાં રમાડવામાં આવી શકે છે. ચાલુ વર્ષની ૧૮ ઓક્ટોબરથી ૧૫ નવેમ્બરની વચ્ચે ટી૨૦ વર્લ્ડ કપનું આયોજન કરાયું છે પરંતુ જે રીતે દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેને જોતાં ભારતમાં આ વર્લ્ડ કપ રમાય તેવી સંભાવના નહિવત્ છે.

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાઇરસની મહામારી કાબૂમાં નહીં આવે તો ચાલુ વર્ષના અંત ભાગમાં રમાનારા આઇસીસી ટી૨૦ વર્લ્ડ કપને યુએઇમાં રમાડવામાં આવી શકે છે. ચાલુ વર્ષની ૧૮ ઓક્ટોબરથી ૧૫ નવેમ્બરની વચ્ચે ટી૨૦ વર્લ્ડ કપનું આયોજન કરાયું છે પરંતુ જે રીતે દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેને જોતાં ભારતમાં આ વર્લ્ડ કપ રમાય તેવી સંભાવના નહિવત્ છે.
ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના જનરલ મેનેજર ધીરજ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે બોર્ડે હજુ દેશમાં વર્લ્ડ કપના આયોજનની આશા છોડી નથી. મને અત્યારે આ ટૂર્નામેન્ટના એક ડાયરેક્ટર તરીકે પસંદ કરવામાં આવ્યો છે તેથી દેશમાં જ વર્લ્ડ કપ રમાય તેવા મારા પ્રયાસ રહેશે. જોકે અમારે સામાન્ય તથા કપરી એમ બંને પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી પડશે. આ બાબતને ધ્યાનમાં રાખીને આઇસીસી સાથે અમે વાટાઘાટ કરીશું.

બીસીસીઆઇ - યુએઇ વચ્ચે વિશેષ કોન્ટ્રેક્ટ
ધીરજ મલ્હોત્રાએ જણાવ્યું હતું કે બેકઅપ વેન્યૂ તરીકે યૂએઇને ધ્યાનમાં રાખીને તૈયારી કરવાના અમારા પ્રયાસ રહેશે. જોકે આ બાબતનો અંતિમ નિર્ણય બીસીસીઆઇ લેશે. નોંધનીય છે કે ગયા વર્ષે ૨૦૨૦માં આઇપીએલ યુએઇ ખાતે રમાઇ હતી. બીસીસીઆઇએ ગયા વર્ષે અમિરાત ક્રિકેટ બોર્ડ (ઇસીબી) સાથે યજમાની અંગે એક કોન્ટ્રેક્ટ ઉપર હસ્તાક્ષર કર્યા હતા. આ સ્થિતિમાં યુએઇ ખાતે ટી૨૦ વર્લ્ડ કપની યજમાની અંગે કોઇ મુશ્કેલી નડશે નહીં. જોકે ઇસીબી તરફથી આ બાબત અંગે કોઇ સમર્થન મળ્યું નથી.

ભારતમાં સ્થિતિ ન સુધરી તો ટી૨૦...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.