ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો તરખાટઃ વર્લ્ડ કપમાં સતત 11મી વખત પાક.ને હરાવ્યું

ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો તર

મહિલા વિશ્વ કપમાં ભારતે વિજયી શરૂઆત કરી છે. ટૂર્નામેન્ટની પ્રથમ જ મેચમાં વિમેન્સ ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને 107 રનથી હરાવી દીધું છે. ભારતીય ટીમે વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં પાક. ટીમને સતત 11મી વખત હરાવીને વિક્રમ સર્જ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ભારતીય ટીમે 50 ઓવરમાં સાત વિકેટના ભાોગે 244 રન કર્યા હતા. સ્મૃતિ મંધાનાએ 52 રન, દીપ્તિ શર્માએ 40 રન, પૂજા વસ્ત્રકરે 67 રન અને સ્નેહ રાણાએ અણનમ 53 રનની ઇનિંગ નોંધવી હતી.

માઉન્ટ માઉંગનુઈ: મહિલા વિશ્વ કપમાં ભારતે વિજયી શરૂઆત કરી છે. ટૂર્નામેન્ટની પ્રથમ જ મેચમાં વિમેન્સ ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને 107 રનથી હરાવી દીધું છે. ભારતીય ટીમે વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં પાક. ટીમને સતત 11મી વખત હરાવીને વિક્રમ સર્જ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં ભારતીય ટીમે 50 ઓવરમાં સાત વિકેટના ભાોગે 244 રન કર્યા હતા. સ્મૃતિ મંધાનાએ 52 રન, દીપ્તિ શર્માએ 40 રન, પૂજા વસ્ત્રકરે 67 રન અને સ્નેહ રાણાએ અણનમ 53 રનની ઇનિંગ નોંધવી હતી.
જવાબમાં પાકિસ્તાનની ટીમ 43 ઓવરમાં 137 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. પાકિસ્તાન તરફથી સર્વાધિક 30 રન સિદરા અમીને નોંધાવ્યા હતા. ભારત તરફથી રાજેશ્વરી ગાયકવાડે ઘાતક બોલિંગ કરતાં 10 ઓવરમાં 31 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. તેના ઉપરાંત ઝૂલન ગોસ્વામી અને સ્નેહ રાણાએ બે-બે વિકેટ ઝડપી હતી.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો તર
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.