ભારતીય વિમેન્સ ટીમે એશિયન બેડમિન્ટન ચેમ્પિયનશીપ જીતીને ઇતિહાસ રચ્યો

ભારતીય વિમેન્સ બેડમિન્ટન ટીમે મલેશિયાના શાહ આલમમાં ઇતિહાસ રચ્યો છે.
ભારતીય વિમેન્સ બેડમિન્ટન ટીમે મલેશિયાના શાહ આલમમાં ઇતિહાસ રચ્યો છે. એશિયન બેડમિન્ટન ટીમ ચેમ્પિયનશીપમાં ભારતીય ટીમે પહેલીવાર ટાઇટલ જીત્યું છે. શનિવારે રમાયેલી રસાકસીપૂર્ણ ફાઇનલમાં ભારતનો થાઇલેન્ડ સામે 3-2થી યાદગાર વિજય થયો હતો. પી.વી. સિંધુ, ગાયત્રી - ત્રીશાની જોડી અને અનમોલ ખરબે પોતપોતાના મેચ જીતીને ભારતને આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં પહેલી વખત ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.
