ભારતીય શૂટર અંકુરને શોટગન વર્લ્ડ કપમાં ગોલ્ડ

ભારતીય શૂટર અંકુરને શોટગન વર્

ભારતીય શૂટર અંકુર મિત્તલે પોતાનું શાનદાર પ્રદર્શન જાળવી રાખતા આઈએસએસએફ શોટગન વર્લ્ડ કપની ડબલ ટ્રેપ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. મિત્તલે ફાઈનલમાં વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરતાં પોતાના ઓસ્ટ્રેલિયન વિરોધી જેમ્સ વિલેટને પરાજય આપી પહેલું સ્થાન મેળવ્યું હતું.

અકાપુલ્કો (મેક્સિકો)ઃ ભારતીય શૂટર અંકુર મિત્તલે પોતાનું શાનદાર પ્રદર્શન જાળવી રાખતા આઈએસએસએફ શોટગન વર્લ્ડ કપની ડબલ ટ્રેપ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. મિત્તલે ફાઈનલમાં વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરતાં પોતાના ઓસ્ટ્રેલિયન વિરોધી જેમ્સ વિલેટને પરાજય આપી પહેલું સ્થાન મેળવ્યું હતું. મિત્તલે હાલમાં નવી દિલ્હીમાં યોજાયેલી આઈએસએસએફ વર્લ્ડ કપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તે સમયે વિલેટ ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યો હતો. ભારતીય ખેલાડીએ ફાઈનલમાં ૮૦માંથી ૭૫ પોઈન્ટ્સ મેળવ્યાં હતા અને સ્પર્ધામાં ભારતને પ્રથમ મેડલ પણ અપાવ્યો હતો. વિલેટે ૭૩ પોઈન્ટ્સ બનાવી સિલ્વર મેડલ જીત્યો હતો. અંકુરે આખો દિવસ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે ક્વોલિફિકેશનમાં સંભવિત ૧૫૦માંથી ૧૩૮નો સ્કોર બનાવી બીજા સ્થાન પર રહ્યો હતો.

ભારતીય શૂટર અંકુરને શોટગન વર્
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.