ભારતે ટી20 વર્લ્ડ કપ જીતીને આ પાંચ ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યા

ભારતે ટી20 વર્લ્ડ કપ જીતીને આ પા...

ભારતે ટી20 વર્લ્ડ કપ જીતીને એક સાથે પાંચ ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

ભારતે ટી20 વર્લ્ડ કપ જીતીને એક સાથે પાંચ ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યા છે.

3 વખત ટી20 વર્લ્ડ કપ જીતનાર વિશ્વની પ્રથમ ટીમ

અત્યાર સુધી પુરુષોના ટી20 વર્લ્ડ કપમાં કોઈ પણ ટીમ ત્રણ વખત ચેમ્પિયન બની શકી નથી. અત્યાર સુધી ભારત (2007, 2024), ઇંગ્લેન્ડ (2010, 2022) અને વેસ્ટ ઈન્ડિઝ (2012, 2016) બબ્બે ટાઈટલ સાથે બરાબરી પર હતા. જોકે હવે ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને ત્રણ વખત ટાઈટલ જીતનારી પ્રથમ ટીમ તરીકે અનોખું સન્માન પ્રાપ્ત કર્યું છે.

ભારત સતત બે વર્લ્ડ કપ જીતનાર પ્રથમ ટીમ

આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટના ઈતિહાસમાં આજદિન સુધી કોઈ પણ દેશે પોતાનો વર્લ્ડ કપ તાજ સતત બીજા વર્ષે જાળવ્યો નથી. ભારતે જૂન 2024માં છેલ્લો ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો. રવિવારે ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને બીજી વાર ચેમ્પિયન બન્યું છે. ભારત બેક-ટુ-બેક ટી20 વર્લ્ડ કપ જીતનાર પ્રથમ ટીમ બની છે.

યજમાન દેશ તરીકે ટ્રોફી જીતનાર પ્રથમ ટીમ

વર્ષ 2007થી શરૂ થયેલા ટી20 વર્લ્ડ કપના ઇતિહાસની સૌથી નોંધપાત્ર ઘટના એ હતી કે ક્યારેય કોઈ પણ યજમાન દેશ પોતાના જ ઘરઆંગણે આ ટ્રોફી જીતી શક્યો નથી. ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ કે સાઉથ આફ્રિકા પણ પોતાના હોમ ગ્રાઉન્ડ પર ચેમ્પિયન બની શક્યા નથી. જોકે ભારતે યજમાન દેશ તરીકે ટી20 વર્લ્ડ કપ જીતીને આ મેણું ભાંગ્યુ છે.

ટી20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ જીત

આંતરરાષ્ટ્રીય ટી20 મેચોમાં ભારતનો રેકોર્ડ સારો હોવા છતાં, ટી20 વર્લ્ડ કપની મેચોમાં ભારત આજ દિવસ સુધી ક્યારેય ન્યૂઝીલેન્ડને હરાવી શક્યું નહોતું, 2007, 2016 અને 2021 એમ ત્રણેય વર્લ્ડ કપ મુકાબલામાં ભારતની હાર થઈ હતી. જોકે રવિવારની ફાઈનલ જીતીને ભારત પહેલીવાર ટી20 વર્લ્ડ કપમાં કિવિઓ સામે જીતીને હારનું વર્ષોજૂનું કલંક દૂર કર્યું છે.

બે વર્લ્ડ કપ ટાઈટલ વચ્ચે સૌથી ટૂંકો સમયગાળો

સામાન્ય રીતે બે વર્લ્ડ કપ વચ્ચે 2 કે તેથી વધુ વર્ષનું અંતર હોય છે. વેસ્ટ ઈન્ડિઝે પોતાના બે ટાઈટલ વચ્ચે લગભગ 4 વર્ષ અને ઇંગ્લેન્ડે 12 વર્ષનો સમય લીધો હતો. પરંતુ ભારતે રવિવારે ચેમ્પિયન બનીને 29 જૂન 2024 અને 8 માર્ચ 2026 વચ્ચે માત્ર 617દિવસના ટૂંકા અંતરમાં બે ટી20 વર્લ્ડકપ ટ્રોફી જીતવાનો અનોખો અને વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે.

ભારતે ટી20 વર્લ્ડ કપ જીતીને આ પા...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.