મનપ્રીત સસ્પેન્ડ, વર્લ્ડ ચેમ્પિયનશીપમાંથી આઉટ

ભારતની સ્ટાર શોટપુટર એથ્લીટ મનપ્રીત કૌર આવતા મહિને લંડનમાં યોજાનારી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાંથી બહાર થઈ ગઈ છે. બે જ દિવસમાં બીજી વખત તે પ્રતિબંધિત ડ્રગ્સનું સેવન કરવા બદલ દોષિત ઠરી છે.
નવી દિલ્હીઃ ભારતની સ્ટાર શોટપુટર એથ્લીટ મનપ્રીત કૌર આવતા મહિને લંડનમાં યોજાનારી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાંથી બહાર થઈ ગઈ છે. બે જ દિવસમાં બીજી વખત તે પ્રતિબંધિત ડ્રગ્સનું સેવન કરવા બદલ દોષિત ઠરી છે. મનપ્રીતના યૂરિનનું એ-સેમ્પલ ચીનના જિન્હુઆ ખાતે ૨૪મી એપ્રિલે યોજાયેલા એશિયન ગ્રાં-પ્રિના પ્રથમ તબક્કામાં લેવાયું હતું. તેમાં પ્રતિબંધિત સ્ટિમ્યુલેન્ટ ડાઇમેથિલબુટિલેમાઇનના અંશ મળ્યા હતા. આ પછી પતિયાલા ખાતે ફેડરેશન કપ નેશનલ ચેમ્પિયનશીપ દરમિયાન લેવાયેલા સેમ્પલમાં ફરીથી આ પ્રકારનો પદાર્થ મળી આવ્યો હતો.
