મુંબઇ ઇંડિયન્સ આઇપીએલ ચેમ્પિયન

મુંબઇ ઇંડિયન્સે આજે દુબઇમાં રમાયેલી આઇપીએલ ટ્વેન્ટી૨૦ ફાઇનલ જીતવાની સાથે વિક્રમજનક પાંચમી વખત ટ્રોફી કબ્જે કરી છે. રોહિત શર્માના નેતૃત્વમાં મેદાનમાં ઉતરેલી મુંબઇ ઇંડિયન્સે દિલ્હી કેપિટલ્સને પાંચ વિકેટે પરાજય આપ્યો હતો.
દુબઇઃ મુંબઇ ઇંડિયન્સે આજે દુબઇમાં રમાયેલી આઇપીએલ ટ્વેન્ટી૨૦ ફાઇનલ જીતવાની સાથે વિક્રમજનક પાંચમી વખત ટ્રોફી કબ્જે કરી છે. રોહિત શર્માના નેતૃત્વમાં મેદાનમાં ઉતરેલી મુંબઇ ઇંડિયન્સે દિલ્હી કેપિટલ્સને પાંચ વિકેટે પરાજય આપ્યો હતો. રોહિત શર્માએ કેપ્ટન્સ ઇનિંગ રમતાં ઝમકદાર ૬૮ રન ફટકાર્યા હતા, જ્યારે ઇશાન કિશને અણનમ ૩૩ કરીને ટીમના વિજયનો પાયો રચ્યો હતો. દિલ્હી કેપિટલ્સે ૨૦ ઓવરમાં સાત વિકેટે ૧૫૬ રન કર્યા હતા, જે લક્ષ્ય મુંબઇએ પાંચ વિકેટના ભોગે હાંસલ કરી લીધું હતું.
