રોયલ ચેલેન્જર્સ સૌથી મોંઘી ટીમઃ રૂ. 16.71 હજાર કરોડમાં ડિલ

રોયલ ચેલેન્જર્સ સૌથી મોંઘી ટી

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી) 1.78 બિલિયન ડોલર એટલે કે લગભગ 16,706 કરોડ રૂપિયાની રેકોર્ડ બોલી સાથે વેચાઈ ગઈ છે. આ સાથે જ બેંગલુરુ આઇપીએલની સૌથી મોંઘી ટીમ બની ગઈ. આરસીબી ટૂર્નામેન્ટની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, આરસીબીને આદિત્ય બિરલા ગ્રુપ (ABG), ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ગ્રુપ (TOI), બોલ્ટ વેન્ચર્સ (Bolt) અને બ્લેકસ્ટોન્સ (BXPE) પરપેચ્યુઅલ પ્રાઈવેટ ઈક્વિટી સ્ટ્રેટેજીએ મળીને ખરીદી છે.

મુંબઇઃ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી) 1.78 બિલિયન ડોલર એટલે કે લગભગ 16,706 કરોડ રૂપિયાની રેકોર્ડ બોલી સાથે વેચાઈ ગઈ છે. આ સાથે જ બેંગલુરુ આઇપીએલની સૌથી મોંઘી ટીમ બની ગઈ. આરસીબી ટૂર્નામેન્ટની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે.
ક્રિકબઝના રિપોર્ટ અનુસાર, આરસીબીને આદિત્ય બિરલા ગ્રુપ (ABG), ટાઈમ્સ ઓફ ઈન્ડિયા ગ્રુપ (TOI), બોલ્ટ વેન્ચર્સ (Bolt) અને બ્લેકસ્ટોન્સ (BXPE) પરપેચ્યુઅલ પ્રાઈવેટ ઈક્વિટી સ્ટ્રેટેજીએ મળીને ખરીદી છે.
આ પહેલા ક્રિકબઝે જ જણાવ્યું હતું કે, રાજસ્થાન રોયલ્સ 1.63 બિલિયન ડોલર એટલે કે લગભગ 15,289 કરોડ રૂપિયાની રેકોર્ડ બોલી સાથે વેચાઈ ગઈ છે. રાજસ્થાન હવે બીજી સૌથી મોંઘી આઇપીએલ ટીમ બની ગઈ. ભારતીય-અમેરિકી બિઝનેસમેન કાલ સોમાણી અને તેમના કન્સોર્ટિયમે ફ્રેન્ચાઈઝી માટે આ સૌથી મોટી બોલી લગાવી, જેને મંજૂર કરી લેવામાં આવી છે.
આરસીબી અને રાજસ્થાન રોયલ્સ સૌથી મોંઘી ટીમો
આરસીબી સૌથી મોંઘી ટીમ બની. જ્યારે રાજસ્થાને લખનઉ સુપર જાયન્ટ્સનો રેકોર્ડ તોડ્યો હતો. લખનઉને સંજીવ ગોયનકાના RPSG ગ્રુપે 2021માં 7,090 કરોડની મોટી બોલી લગાવીને ખરીદ્યું હતું.
પૂર્વ ક્રિકેટર બિરલા હવે આરસીબીના ચેરમેન
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની નવી માલિકી સાથે આદિત્ય બિરલા ગ્રુપના ડિરેક્ટર આર્યમાન બિરલાને ટીમના ચેરમેન પણ બનાવવામાં આવ્યા. 28 વર્ષના આર્યમાન બિરલાને ક્રિકેટ અને બિઝનેસ બંનેમાં અનુભવ રહ્યો છે. તેઓ ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર છે અને મધ્યપ્રદેશ માટે રણજી ટ્રોફી રમી ચૂક્યા છે. તેમણે 16 ઇનિંગ્સમાં 414 રન બનાવ્યા, જેમાં એક સદીનો સમાવેશ થાય છે. 2018ના આઇપીએલ ઓક્શનમાં રાજસ્થાન રોયલ્સે તેમને 30 લાખ રૂપિયામાં ખરીદ્યા હતા, પરંતુ તેમને વધુ તકો મળી ન હતી. ત્યારબાદ 2019માં તેમણે ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો.
ક્રિકેટથી દૂર થયા પછી તેમણે બિઝનેસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આર્યમાને આદિત્ય બિરલા ગ્રુપના હોસ્પિટાલિટી અને વેન્ચર કેપિટલની શરૂઆત કરી. 2023માં તેઓ ગ્રુપની ટોપ ડિસિઝન મેકિંગ બોડીમાં સામેલ થયા. આ ઉપરાંત તેઓ હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ અને આદિત્ય બિરલા ફેશન રિટેલ જેવી કંપનીઓના બોર્ડમાં પણ છે.
રાજસ્થાન રોયલ્સનો 24 ગણા ભાવે સોદો
વર્ષ 2008માં જ્યારે રાજસ્થાન રોયલ્સને ખરીદવામાં આવી હતી, ત્યારે તેની કિંમત માત્ર 67 મિલિયન ડોલર હતી, જે તે સમયે લગભગ ₹260-270 કરોડની આસપાસ થતી હતી. જો તે જ 67 મિલિયન ડોલરને આજની કિંમતમાં જોવામાં આવે, તો તે લગભગ ₹628 કરોડ થાય છે.
હવે 2026માં આ જ ફ્રેન્ચાઇઝી લગભગ 1.63 બિલિયન ડોલર (લગભગ ₹15,289 કરોડ)માં વેચાઈ છે. એટલે કે, વર્તમાન કિંમતની સરખામણી 2008ની આજની કિંમત (રૂ. 628 કરોડ) સાથે કરીએ, તો રાજસ્થાન રોયલ્સની કિંમતમાં લગભગ 24 ગણો ઉછાળો આવ્યો છે. રાજસ્થાન રોયલ્સ IPLની શરૂઆતની ટીમોમાંની એક છે, જેણે 2008માં પહેલો ખિતાબ જીત્યો હતો.
રાજસ્થાન રોયલ્સની ખરીદી માટે ચાર કંપનીઓ રેસમાં હતી
રાજસ્થાન રોયલ્સની ફાઇનલ બિડિંગ રેસમાં ચાર મોટા ગ્રુપ સામેલ હતા. તેમાં આદિત્ય બિરલા ગ્રુપ, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ગ્રુપ અને કેપરી ગ્લોબલ પણ દાવેદારીમાં હતા. જોકે, આ બધાને પાછળ છોડીને કાલ સોમાણીના નેતૃત્વવાળા કન્સોર્ટિયમે આખરે આ બોલી જીતી લીધી.
કાલ સોમાણી કોણ છે?
કાલ સોમાણી ટેકનોલોજી અને રોકાણ જગતનું મોટું નામ છે. તેમણે એડ-ટેક, ડેટા પ્રાઇવસી, એઆઇ ગવર્નન્સ અને સ્પોર્ટ્સ ટેક જેવા ક્ષેત્રોમાં ઘણી વૈશ્વિક કંપનીઓ ઊભી કરી છે. આ ડીલ સાથે તેમનું રમતગમત જગતમાં રોકાણ વધુ મજબૂત બન્યું છે.
સોમાણી 2021 થી ફ્રેન્ચાઇઝીમાં ઇન્વેસ્ટર
કાલ સોમાણી પહેલાથી જ રાજસ્થાન રોયલ્સમાં ઇન્વેસ્ટર હતા. 2021માં તેમણે ફ્રેન્ચાઇઝીમાં એન્ટ્રી લીધી હતી. સોમાણીએ ત્યારે કહ્યું હતું કે અમને આ રોકાણમાં ખૂબ મોટી સંભાવના દેખાઈ રહી છે અને અમે આઇપીએલ ના ભવિષ્યને લઈને ઉત્સાહિત છીએ.
2008માં ચેમ્પિયન બની હતી રાજસ્થાન રોયલ્સ
શેન વોર્નની કેપ્ટનશીપમાં રાજસ્થાન રોયલ્સે આઇપીએલની પ્રથમ સીઝન 2008માં જીતી હતી. પરંતુ ત્યારબાદ ટીમનું પ્રદર્શન નીચે જવા લાગ્યું. ત્યારથી ટીમ માત્ર એકવાર 2022માં ફાઇનલમાં પહોંચી છે. ત્યારે ગુજરાત ટાઇટન્સ સામેની ફાઇનલ મેચમાં તેને હાર મળી.
બે વર્ષ માટે પ્રતિબંધિત થઈ હતી રાજસ્થાન રોયલ્સ
રાજસ્થાન રોયલ્સને 2015માં સામે આવેલા સ્પોટ-ફિક્સિંગ કેસને કારણે 2 વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવી હતી. તપાસ બાદ લોઢા સમિતિએ ટીમના સહ-માલિક રાજ કુંદ્રાને સટ્ટાબાજીનો દોષી ઠેરવ્યા હતા. તેને કારણે રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ બંનેને 2016 અને 2017ના આઇપીએલ સીઝનમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. બાદમાં 2018માં રાજસ્થાન રોયલ્સે ફરીથી આઇપીએલમાં વાપસી કરી હતી.

રોયલ ચેલેન્જર્સ સૌથી મોંઘી ટી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.