લંડનના ઇસ્કોન મંદિરમાં પૂજાઅર્ચના કરતાં વિરાટ કોહલી અને અનુષ્કા

ટી20 વર્લ્ડકપ જીત્યા બાદ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા હાલ લંડનમાં વેકેશન માણી રહ્યા છે. તાજેતરમાં દંપતીએ લંડનના ઇસ્કોન મંદિરની મુલાકાત લઇને ભગવાન શ્રીકૃષ્ણની પૂજાઅર્ચના કરી હતી અને કીર્તનમાં હાજરી આપી હતી.
ટી20 વર્લ્ડકપ જીત્યા બાદ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા હાલ લંડનમાં વેકેશન માણી રહ્યા છે. તાજેતરમાં દંપતીએ લંડનના ઇસ્કોન મંદિરની મુલાકાત લઇને ભગવાન શ્રીકૃષ્ણની પૂજાઅર્ચના કરી હતી અને કીર્તનમાં હાજરી આપી હતી. સોશિયલ મીડિયા પર એક અફવા એવી ચાલી રહી છે કે વિરાટ કોહલી અને અનુષ્કા તેમના સંતાનો સાથે હંમેશા માટે લંડન વસી ગયાં છે.
