લંડનમાં ધોની, સેહવાગ, આફ્રિદી, ગિબ્સ જેવા સ્ટાર ક્રિકેટરો ટકરાશે

લંડનમાં ધોની, સેહવાગ, આફ્રિદી,
Dhoni, Afridi & Gibbs

લંડનમાં આવતા પખવાડિયે રમાનારી એક ચેરિટી મેચમાં ભારતના વન-ડે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની, વીરેન્દ્ર સેહવાગ, શાહિદ આફ્રિદી સહિતના આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો રમતા જોવા મળશે.

લંડનમાં ધોની, સેહવાગ, આફ્રિદી, ગિબ્સ જેવા સ્ટાર ક્રિકેટરો ટકરાશે
લંડન: શહેરમાં આવતા પખવાડિયે રમાનારી એક ચેરિટી મેચમાં ભારતના વન-ડે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની, વીરેન્દ્ર સેહવાગ, શાહિદ આફ્રિદી સહિતના આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો રમતા જોવા મળશે.
અહેવાલ અનુસાર, મેચમાં પાકિસ્તાનનો આફ્રિદી અને સાઉથ આફ્રિકાનો હર્ષલ ગિબ્સ પણ ધોની અને સેહવાગ સાથે એક જ ટીમમાં રમતા જોવા મળશે. આ ચારેય એન્ડ્ર્યુ સ્ટ્રોસની આગેવાનીવાળી હેલ્પ ફોર હીરો’સ ઇલેવન તરફથી રમશે. આ ટીમની ટક્કર રેસ્ટ ઓફ વર્લ્ડ ટીમ સામે થશે.
રેસ્ટ ઓફ વર્લ્ડ ટીમમાં બ્રેન્ડન મેક્કુલમ્, મેથ્યુ હેડન, મહેલા જયવર્દને અને ગ્રિમ સ્મિથ, સ્કોટ સ્ટાયરિસ, અફઘાનિસ્તાનનો શાપૂર ઝાદરાન હશે. ટીમના કોચ ગેરી કર્સ્ટન છે જ્યારે ટીમ મેનેજર તરીકે સુનિલ ગાવસ્કરને નિયુક્ત કરાયા છે.
આ ઉપરાંત ઇન્ક્રેડિબલ હેલ્પ ફોર હીરો’સ ક્રિકેટ ક્લબ અને ઇંગ્લેન્ડ ફિઝિકલ ડિસએબિલિટી ટીમ વચ્ચે ટી-૨૦ મેચ પણ રમાશે. આ અંગે ધોનીએ કહ્યું કે, વિશ્વના આટલા સ્ટાર ખેલાડીઓ સાથે રમવાને લઈ ઘણો ઉત્સુક છું. આ મેચ સારા કામ માટે રમાઈ રહી છે. હું તમામ રમતપ્રેમીઓને આ મેચ જોવા માટે અપીલ કરીશ.

લંડનમાં ધોની, સેહવાગ, આફ્રિદી,
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.