વૈભવ સૂર્યવંશી યુથ વન-ડેમાં ઝળક્યોઃ 52 બોલમાં શતક

ડોમેસ્ટિક ક્રિકેટ અને આઇપીએલ બાદ હવે વૈભવ સૂર્યવંશી ટીમ ઈન્ડિયામાં પણ કમાલ કરી રહ્યો છે. 14 વર્ષીય સૂર્યવંશીએ ઈંગ્લેન્ડ સામેની અંડર-19 મેચમાં માત્ર 52 બોલમાં શાનદાર સદી ફટકારીને યુવા વનડે ક્રિકેટમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. 

લંડનઃ ડોમેસ્ટિક ક્રિકેટ અને આઇપીએલ બાદ હવે વૈભવ સૂર્યવંશી ટીમ ઈન્ડિયામાં પણ કમાલ કરી રહ્યો છે. 14 વર્ષીય સૂર્યવંશીએ ઈંગ્લેન્ડ સામેની અંડર-19 મેચમાં માત્ર 52 બોલમાં શાનદાર સદી ફટકારીને યુવા વનડે ક્રિકેટમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે. તે માત્ર 78 બોલમાં શાનદાર 143 રન ફટકારીને યુથ વન-ડેમાં સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન બની ગયો છે. તેની વિસ્ફોટક ઇનિંગમાં 10 છગ્ગા અને 13 ચોગ્ગાનો સમાવેશ થાય છે.
રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન વૈભવની વિસ્ફોટક ઇનિંગે અત્યાર સુધીની સૌથી ઝડપી યુવા વન-ડે સદીનો રેકોર્ડ પણ તોડી નાખ્યો. આ પહેલા પાકિસ્તાનના કામરાન ગુલામે 2013માં ઇંગ્લેન્ડ અંડર-19 સામે 53 બોલમાં સદી ફટકારીને આ રેકોર્ડ બનાવ્યો હતો. ભારત માટે રાજ અંગદ બાવાએ 2022 અંડર-19 વર્લ્ડ કપમાં યુગાન્ડા સામે 69 બોલમાં સદી ફટકારી હતી, જે વૈભવની ઇનિંગ પહેલાની સૌથી ઝડપી સદી હતી.

વૈભવ સૂર્યવંશી યુથ વન-ડેમાં ઝળક્યોઃ 52 બોલમાં શતક
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.