સાઉથ આફ્રિકા એવોર્ડસઃ રબાડાની સિક્સર

સાઉથ આફ્રિકા એવોર્ડસઃ રબાડાન
Rabada 1

ક્રિકેટ સાઉથ આફ્રિકા (સીએસએ)ના વાર્ષિક પુરસ્કાર સમારંભમાં ઝડપી બોલર કાંગિસો રબાડાએ વિવિધ કેટેગરીમાં છ એવોર્ડ મેળવીને અનોખી ‘સિક્સર’ ફટકારી છે. તેણે ક્રિકેટર ઓફ ધ યર સહિત કુલ છ એવોર્ડ પોતાના નામે કર્યા હતા. યુવા ઝડપી બોલર રબાડાએ સીએસએના ક્રિકેટર ઓફ ધ યર, ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર, વન-ડે ક્રિકેટર ઓફ ધ યર, પ્લેયર્સ ઓફ ધ યર, ફેન્સ પ્લેયર ઓફ ધ યર અને ટી૨૦ ડિલીવરી ઓફ ધ યરના પુરસ્કારથી નવાજવામાં આવ્યો હતો.

જોહાનિસબર્ગઃ ક્રિકેટ સાઉથ આફ્રિકા (સીએસએ)ના વાર્ષિક પુરસ્કાર સમારંભમાં ઝડપી બોલર કાંગિસો રબાડાએ વિવિધ કેટેગરીમાં છ એવોર્ડ મેળવીને અનોખી ‘સિક્સર’ ફટકારી છે. તેણે ક્રિકેટર ઓફ ધ યર સહિત કુલ છ એવોર્ડ પોતાના નામે કર્યા હતા. યુવા ઝડપી બોલર રબાડાએ સીએસએના ક્રિકેટર ઓફ ધ યર, ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર, વન-ડે ક્રિકેટર ઓફ ધ યર, પ્લેયર્સ ઓફ ધ યર, ફેન્સ પ્લેયર ઓફ ધ યર અને ટી૨૦ ડિલીવરી ઓફ ધ યરના પુરસ્કારથી નવાજવામાં આવ્યો હતો.
રબાડા એવો પહેલો ક્રિકેટર છે જેણે વિવિધ કેટેગરીમાં એક સાથે છ એવોર્ડ જીત્યા હોય. આ પહેલા એબી ડી’ વિલિયર્સ અને હાશિમ અમલા પાંચ-પાંચ એવોર્ડ જીતી ચૂક્યા છે. રબાડા ક્રિકેટર ઓફ ધ યરનો પુરસ્કાર જીતનારો સૌથી યુવા ખેલાડી પણ બન્યો છે. લેગ સ્પિનર ઇમરાન તાહિરને ટી૨૦ ક્રિકેટ ઓફ ધ યરનો પુરસ્કાર અપાયો હતો.

સાઉથ આફ્રિકા એવોર્ડસઃ રબાડાન
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.