સાઉથ આફ્રિકા સામે વન-ડે સીરિઝઃ ટીમ ઇન્ડિયાનું સુકાન ધવનને

સાઉથ આફ્રિકા સામે વન-ડે સીરિઝઃ...

સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમાનારી વન-ડે સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. શિખર ધવન ટીમનું સુકાન સંભાળશે. જ્યારે શ્રેયસ ઐયરને ટીમનો વાઇસ કેપ્ટન બનાવાયો છે. 

મુંબઈ: સાઉથ આફ્રિકા વિરુદ્ધ રમાનારી વન-ડે સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. શિખર ધવન ટીમનું સુકાન સંભાળશે. જ્યારે શ્રેયસ ઐયરને ટીમનો વાઇસ કેપ્ટન બનાવાયો છે. રજત પાટીદાર અને મુકેશકુમાર ટીમમાં નવા ચહેરા હશે. આ બંને ખેલાડીઓ ટીમ ઇન્ડિાય માટે પહેલીવાર પસંદગી પામ્યા છે. રોહિત શર્મા, કોહલી, પંત, હાર્દિક પંડ્યા, યુજવેન્દ્ર ચહલ સહિતના સિનિયર ખેલાડીઓને ટી20 વર્લ્ડ કપ પહેલા આરામ અપાયો છે.
ભારતીય ટીમઃ ધવન (કેપ્ટન), ઐય્યર, ગાયકવાડ, ગિલ, રજત પાટીદાર, રાહુલ ત્રિપાઠી, ઇશાન કિશન, સંજૂ સેમસન, શાહબાઝ અહેમદ, શાર્દૂલ ઠાકુર, કુલદીપ યાદવ, રવિ બિશ્નોઈ, મુકેશ કુમાર, આવેશ ખાન, મોહમ્મદ સિરાજ, દીપક ચહર.
વન-ડે સીરિઝનું ટાઇમટેબલઃ પહેલી વન-ડે - 6 ઓક્ટોબર - લખનઉ • બીજી વન-ડે - 9 ઓક્ટોબર - રાંચી • ત્રીજી વન-ડે - 11 ઓક્ટોબર - દિલ્હી

સાઉથ આફ્રિકા સામે વન-ડે સીરિઝઃ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.