હેરોની 11 વર્ષીય બોધનાએ ફ્રેન્ચ ચેસ ચેમ્પિયનને હરાવી ઈતિહાસ સર્જ્યો

હેરોની 11 વર્ષીય બોધનાએ ફ્રેન્ચ ચેસ ચેમ્પિયનને હરાવી ઈતિહાસ સર્જ્યો

હેરોની 11 વર્ષીય બોધના શિવનંદને ફ્રાન્સના વર્તમાન નેશનલ ચેમ્પિયન, 19 વર્ષીય ગ્રાન્ડમાસ્ટર અને 2628નું FIDE રેટિંગ ધરાવતા માર્ક‘આન્દ્રીઆ મૌરિઝીને પરાજિત કરી ચેસના ઈતિહાસમાં નવો વિક્રમ સર્જ્યો છે. પિન્નેરની શાળામાં અભ્યાસ કરતી અને ચેસની રમતમાં સૌથી તેજસ્વી યુવા પ્રતિભાઓમાં એક ગણાતી બોધનાએ ફ્રાન્સના એઈક્સ-એન-પ્રોવિન્સ ખાતે રમાયેલી ડોલે ટ્રોફી ટુર્નામેન્ટમાં પોતાની કારકીર્દિનો સૌથી મોટો વિજય હાંસલ કર્યો છે. માર્ક‘આન્દ્રીઆ મૌરિઝી 2023નો વર્લ્ડ અંડર-20 ચેમ્પિયન છે.

લંડનઃ હેરોની 11 વર્ષીય બોધના શિવનંદને ફ્રાન્સના વર્તમાન નેશનલ ચેમ્પિયન, 19 વર્ષીય ગ્રાન્ડમાસ્ટર અને 2628નું FIDE રેટિંગ ધરાવતા માર્ક‘આન્દ્રીઆ મૌરિઝીને પરાજિત કરી ચેસના ઈતિહાસમાં નવો વિક્રમ સર્જ્યો છે. પિન્નેરની શાળામાં અભ્યાસ કરતી અને ચેસની રમતમાં સૌથી તેજસ્વી યુવા પ્રતિભાઓમાં એક ગણાતી બોધનાએ ફ્રાન્સના એઈક્સ-એન-પ્રોવિન્સ ખાતે રમાયેલી ડોલે ટ્રોફી ટુર્નામેન્ટમાં પોતાની કારકીર્દિનો સૌથી મોટો વિજય હાંસલ કર્યો છે. માર્ક‘આન્દ્રીઆ મૌરિઝી 2023નો વર્લ્ડ અંડર-20 ચેમ્પિયન છે.

આ વિજયનો અર્થ એ છે કે 11 વર્ષ અને 4 મહિનાની વય સાથેની બોધના હવે 2600થી વધુ રેટિંગ ધરાવતા ગ્રાન્ડમાસ્ટરને પરાજિત કરનારી સૌથી નાની વયની ચેસ ખેલાડી બની છે. અગાઉનો વિક્રમ લેજન્ડરી હંગેરિયન ખેલાડી જ્યુડિટ પોલ્ગરે 12 વર્ષની વયે સર્જ્યો હતો. રમતનો આરંભ બોધનાની તરફેણમાં રહ્યો ન હતો, પરંતુ ફ્રેન્ચ ગ્રાન્ડમાસ્ટરની એક ભૂલે બોધનાને મોટી તક આપી દીધી હતી. આ પછી, બોધનાએ પ્રભુત્વ જાળવી રાખ્યું હતું. તેની આ સફળતાએ 2600થી વધુનું રેટિંગ ધરાવતા ગ્રાન્ડમાસ્ટરને પરાજિત કરનારા પાંચમા યુવા ખેલાડી, સ્ત્રી અથવા પુરુષ,નું સ્થાન અપાવી દિગ્ગજ ખેલાડીઓની હરોળમાં બેસાડી છે.

બોધનાએ સેકન્ડ રાઉન્ડની મેચ ગુમાવ્યાં પછી પણ પૂર્વ 2710 રેટિંગના ખેલાડી અને ઈઝરાયલના સૌથી મજબૂત ચેસ ખેલાડીઓમાં એક ગ્રાન્ડમાસ્ટર મેક્સિમ રોડસ્થેઈન સામેની બાજી ઈન્પ્રેસિવ ડ્રોમાં ખેંચી હતી. સાત રાઉન્ડ પૂર્ણ થયાં પછી બોધનાએ અનુભવી અને ઉચ્ચ દરજ્જાના હરીફોની ભરચક ફિલ્ડમાં 3.5 પોઈન્ટનો સ્કોર કર્યો હતો. આ સાથે તે તેના બીજા વિમેન્સ ગ્રાન્ડમાસ્ટર (WGM) ધોરણ હાંસલ કરવાની નજીક પહોંચી છે. બોધનાએ ગયા વર્ષે આ જ ટુર્નામેન્ટમાં 10 વર્ષની વયે પ્રથમ WGM ધોરણ પ્રાપ્ત કર્યું હતું.

હેરોની 11 વર્ષીય બોધનાએ ફ્રેન્ચ ચેસ ચેમ્પિયનને હરાવી ઈતિહાસ સર્જ્યો
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.