મળવા જેવા માણસોઃ ‘ગુજરાત સમાચાર’ના કર્મયોગી

મળવા જેવા માણસોઃ ‘ગુજરાત સમાચ

વડીલો સહિત સહુ વાચક મિત્રો, વીતેલા સપ્તાહે લખ્યું હતું તેમ આપણા આંગણે રળિયામણી ઘડીનો અવસર આવી ગયો છે. આપના પ્રિય ‘ગુજરાત સમાચાર’ સમાચાર સાપ્તાહિકે પાંચમી મેના રોજ જ્વલંત પ્રકાશન યાત્રાના 55મા વર્ષમાં શાનદાર પ્રવેશ કર્યો છે. ‘ગુજરાત સમાચાર’ની શાનદાર સફળતાના યશના અધિકારી આપ સહુ માનવંતા વાચક મિત્રો છો તો તેને શબ્દદેહ આપવાનો - નયનરમ્ય બનાવવાનો યશ જાય છે ‘ગુજરાત સમાચાર’ની ટીમ ઇંડિયાને. ‘ગુજરાત સમાચાર’નો આત્મા લંડન કાર્યાલય છે તો તેની કરોડરજ્જૂ અમદાવાદ કાર્યાલય છે એમ કહું તો પણ અતિશ્યોક્તિ નહીં ગણાય. આથી જ આજે - આ સપ્તાહની કોલમમાં - પરદા પાછળના કર્મયોગીઓનો આપ સહુને પરિચય કરાવવા ઇચ્છું છું. આપ સહુ માદરે વતન ગુજરાતની મુલાકાતે વર્ષે એકાદ વખત તો અવશ્ય જતા જ હશો. હું આપ સહુને ભારપૂર્વક - લાગણીપૂર્વક આગ્રહ કરીશ કે થોડોક સમય કાઢીને ‘ગુજરાત સમાચાર’ના અમદાવાદ કાર્યાલયની મુલાકાતે અચૂક જજો. મારા આ સહયોગીઓ  - કર્મયોગીઓ ખરેખર મળવા જેવા માણસો છે. અમદાવાદ કાર્યાલયની એક મુલાકાત આપના માટે અવિસ્મરણીય બની રહેશે તેની હું ખાતરી આપું છું. તો આવો મળીએ - ટીમ ઇંડિયાને...    

વડીલો સહિત સહુ વાચક મિત્રો, વીતેલા સપ્તાહે લખ્યું હતું તેમ આપણા આંગણે રળિયામણી ઘડીનો અવસર આવી ગયો છે. આપના પ્રિય ‘ગુજરાત સમાચાર’ સમાચાર સાપ્તાહિકે પાંચમી મેના રોજ જ્વલંત પ્રકાશન યાત્રાના 55મા વર્ષમાં શાનદાર પ્રવેશ કર્યો છે. ‘ગુજરાત સમાચાર’ની શાનદાર સફળતાના યશના અધિકારી આપ સહુ માનવંતા વાચક મિત્રો છો તો તેને શબ્દદેહ આપવાનો - નયનરમ્ય બનાવવાનો યશ જાય છે ‘ગુજરાત સમાચાર’ની ટીમ ઇંડિયાને. ‘ગુજરાત સમાચાર’નો આત્મા લંડન કાર્યાલય છે તો તેની કરોડરજ્જૂ અમદાવાદ કાર્યાલય છે એમ કહું તો પણ અતિશ્યોક્તિ નહીં ગણાય. આથી જ આજે - આ સપ્તાહની કોલમમાં - પરદા પાછળના કર્મયોગીઓનો આપ સહુને પરિચય કરાવવા ઇચ્છું છું. આપ સહુ માદરે વતન ગુજરાતની મુલાકાતે વર્ષે એકાદ વખત તો અવશ્ય જતા જ હશો. હું આપ સહુને ભારપૂર્વક - લાગણીપૂર્વક આગ્રહ કરીશ કે થોડોક સમય કાઢીને ‘ગુજરાત સમાચાર’ના અમદાવાદ કાર્યાલયની મુલાકાતે અચૂક જજો. મારા આ સહયોગીઓ  - કર્મયોગીઓ ખરેખર મળવા જેવા માણસો છે. અમદાવાદ કાર્યાલયની એક મુલાકાત આપના માટે અવિસ્મરણીય બની રહેશે તેની હું ખાતરી આપું છું. તો આવો મળીએ - ટીમ ઇંડિયાને...

• નીલેશ પરમાર (બ્યૂરો ચીફ)
19 વર્ષથી ગુજરાત સમાચારના અમદાવાદ કાર્યાલયમાં ફરજ બજાવતા નીલેશ પરમાર પત્રકારત્વ ક્ષેત્રે સાડા ત્રણ દસકાની દીર્ઘ કારકિર્દી ધરાવે છે. જનસત્તા દૈનિકથી કારકિર્દી શરૂ કરનાર નીલેશભાઇ ‘ઇંડિયા ટુડે’ (ગુજરાતી) સાપ્તાહિક, ‘સમભાવ’, ‘ગુજરાત ટાઇમ્સ’ (ન્યૂયોર્ક) અને ‘ગરવી ગુજરાત’ (લંડન)માં વિવિધ હોદ્દા પર મહત્ત્વપૂર્ણ જવાબદારી સંભાળી ચૂક્યા છે.

• શ્રીજીત રાજન (ઓપરેશન્સ મેનેજર)
છેલ્લા 15 વર્ષથી અમદાવાદ ઓફિસ સાથે સંકળાયેલા શ્રીજીત રાજન કંપનીના ઓપરેશન્સ મેનેજર તરીકે મહત્ત્વથી કામગીરી સંભાળી રહ્યા છે. સાત વર્ષ હોસ્પિટાલિટી અને એકાઉન્ટીંગ ક્ષેત્રે કામ કરવાનો અનુભવ ધરાવતા શ્રીજિત રાજન 2011માં ગુજરાત સમાચારમાં જોડાયા અને આજે ઓપરેશન્સ મેનેજર તરીકે એડમિન - સેલ્સ - એડિટોરિયલ વિભાગને જોડતી કડીરૂપ જવાબદારી સંભાળી રહ્યા છે.

• હાર્દિક શાહ (બિઝનેસ મેનેજર)
એકાઉન્ટીંગ ક્ષેત્રનો 29 વર્ષનો વ્યાપક અનુભવ ધરાવતા હાર્દિક શાહ છેલ્લા 18 વર્ષથી એબી (ઇંડિયા) પ્રા.લિ.ની અમદાવાદ ઓફિસમાં બિઝનેસ મેનેજર તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે. તેઓ અમદાવાદ રહ્યે રહ્યે કંપનીની લંડન ઓફિસ ઉપરાંત ગુજરાત ઓફિસના આર્થિક વ્યવહારોની સંપૂર્ણ જવાબદારી સંભાળી રહ્યા છે.

• અચ્યુત સંઘવી (ન્યૂઝ એડિટર)
1990થી પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત અચ્યુત સંઘવી છેલ્લા 15 વર્ષથી ‘ગુજરાત સમાચાર’ સાથે કાર્યરત છે. દીર્ઘ કારકિર્દી દરમિયાન તેઓ અમદાવાદથી પ્રકાશિત થતા ‘ગુજરાત સમાચાર’ દૈનિક, ‘સમભાવ’, ‘ગુજરાત ટાઇમ્સ’ (ન્યૂયોર્ક) સાથે કામ કરી ચૂક્યા છે.

• આર્નોલ્ડ ક્રિસ્ટી (ન્યૂઝ એડિટર)
‘ગુજરાત સમાચાર’ સાથે છેલ્લા 5 વર્ષથી કાર્યરત આર્નોલ્ડભાઇ પત્રકારત્વ ક્ષેત્રે 23 વર્ષની દીર્ઘ કારકિર્દી ધરાવે છે. ‘ફોરવર્ડ પ્રેસ’ અને ‘ધ સન્ડે ઇંડિયન’ સહિતના સાપ્તાહિકોથી લઇને ‘ગુજરાત ટુડે’ અને ‘સંદેશ’ દૈનિકમાં કામ કરવાનો વ્યાપક અનુભવ ધરાવે છે.

• બાદલ લખલાણી (સિનિયર સબ-એડિટર)

છેલ્લા 4 વર્ષથી ગુજરાત સમાચાર સાથે જોડાયેલા બાદલ લખલાણી પ્રિન્ટ-ટીવી અને ડિજિટલ એમ મીડિયાના ત્રણેય ક્ષેત્રે કામ કરવાનો અનુભવ ધરાવે છે. તેઓ ‘દિવ્ય ભાસ્કર’, ‘સમભાવ’, ‘જનસત્તા’ દૈનિક, સંદેશ ન્યૂઝ ચેનલ, આજ કી બાત, ઝી 24કલાક, વી ટીવી તેમજ વેબસાઇટ ‘દૈનિક ગુજરાત’માં કામ કરી ચૂક્યા છે.

• વિક્રમ નાયક (ગ્રાફિક ડિઝાઇનર)
ગ્રાફિક ડિઝાઇનીંગ અને પેજમેકિંગ ક્ષેત્રે 26 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા વિક્રમભાઇ છેલ્લા 20 વર્ષથી ‘ગુજરાત સમાચાર’ની અમદાવાદ ઓફિસમાં કાર્યરત છે. આ પહેલાં તેઓ પબ્લિસિટી હાઉસ, ‘દિવ્ય ભાસ્કર’ દૈનિક વગેરેમાં કામ કરી ચૂક્યા છે.

• સંદીપ ભાવસાર (ગ્રાફિક ડિઝાઇનર)
‘ગુજરાત સમાચાર’ના અમદાવાદ કાર્યાલય સાથે છેક 2008થી જોડાયેલા સંદીપભાઇ પેજમેકિંગ અને ગ્રાફિક ડિઝાઇનીંગ ક્ષેત્રનો 22 વર્ષનો વ્યાપક અનુભવ ધરાવે છે. આ પૂર્વે ‘સંદેશ’ દૈનિક, ‘વિચારધારા’ મેગેઝિન, હાઇસ્કેન પ્રા.લિ. વગેરેમાં મહત્ત્વની જવાબદારી સંભાળી ચૂક્યા છે.

• દિનેશ કડિયા (ઓફિસ આસિસ્ટન્ટ)
છેલ્લા 17 વર્ષથી ‘ગુજરાત સમાચાર’ સાથે જોડાયેલા દિનેશભાઇ ઓફિસ આસિસ્ટન્ટ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. આ પૂર્વે તેઓ ‘જનસત્તા’ દૈનિકમાં 38 વર્ષ સુધી ડિસ્પેચ વિભાગમાં કામગીરી કરી ચૂક્યા છે.

કોલમિસ્ટ

• પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા
વરિષ્ઠ પત્રકાર - રાજકીય વિશ્લેષક અને ઇતિહાસવિદ્ ગુજરાતના અખબારી માધ્યમમાં આગવી નામના ધરાવે છે. ભારત સરકારના પદ્મશ્રી ખિતાબથી સન્માનિત વિષ્ણુભાઇ ત્રણ દસકાથી ‘ગુજરાત સમાચાર’ પરિવાર સાથે લેખક તરીકે જોડાયેલા છે. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ સહિત અનેક મહત્ત્વપૂર્ણ હોદ્દા સંભાળી ચૂકેલા વિષ્ણુભાઇની કલમે લખાયેલા સત્ય અને તથ્ય આધારિત અભ્યાસપૂર્ણ લેખો તેમની લેખનશૈલીનું મહત્ત્વપૂર્ણ પાસું છે.
• રોહિત વઢવાણા
‘ભારતના સૌથી યુવા હાઇ કમિશનર’નું બહુમાન ધરાવતા રોહિતભાઇ હાલ બોલિવીયામાં ભારતનું નેતૃત્વ કરી રહ્યા છે. અતિશય વ્યસ્તતા વચ્ચે પણ વાંચન અને લેખનના શોખને પોષી રહેલા રોહિતભાઇ વૈવિધ્યપૂર્ણ વિષયોને રસાળ શૈલીમાં રજૂ કરવાનું આગવું કૌશલ્ય ધરાવે છે. લંડન ખાતે ભારતીય હાઇ કમિશનમાં કાર્યકાળ દરમિયાન ‘ગુજરાત સમાચાર’માં
શરૂ થયેલો કોલમ લેખનનો સિલસિલો આજે પણ યથાવત્ છે તે વાતનું ‘ગુજરાત સમાચાર’ને ગૌરવ છે.
• તુષાર જોષી
ગુજરાત સરકારના માહિતી વિભાગના નિવૃત અધિકારી તુષારભાઇ સારા વક્તા હોવા ઉપરાંત લેખક તરીકે પણ નામના ધરાવે છે. એક દસકા કરતાં પણ વધુ સમયથી પોતાની કલમ થકી ગુજરાત સમાચારના પાનમાં ‘અજવાળું અજવાળું’ ફેલાવી રહેલા તુષારભાઇ એન્કર (કાર્યક્રમ સંચાલક) તરીકે ગુજરાતમાં જ નહીં, અહીં બ્રિટનમાં પણ આગવી નામના ધરાવે છે.

• નીલેશ પરમાર(બ્યૂરો ચીફ)19 વર્ષથી ગુજરાત સમાચારના અમદાવાદ કાર્યાલયમાં ફરજ બજાવતા નીલેશ પરમાર પત્રકારત્વ ક્ષેત્રે સાડા ત્રણ દસકાની દીર્ઘ કારકિર્દી ધરાવે છે. જનસત્તા દૈનિકથી કારકિર્દી શરૂ કરનાર નીલેશભાઇ ‘ઇંડિયા ટુડે’ (ગુજરાતી) સાપ્તાહિક, ‘સમભાવ’, ‘ગુજરાત ટાઇમ્સ’ (ન્યૂયોર્ક) અને ‘ગરવી ગુજરાત’ (લંડન)માં વિવિધ હોદ્દા પર મહત્ત્વપૂર્ણ જવાબદારી સંભાળી ચૂક્યા છે.• શ્રીજીત રાજન(ઓપરેશન્સ મેનેજર)છેલ્લા 15 વર્ષથી અમદાવાદ ઓફિસ સાથે સંકળાયેલા શ્રીજીત રાજન કંપનીના ઓપરેશન્સ મેનેજર તરીકે મહત્ત્વથી કામગીરી સંભાળી રહ્યા છે. સાત વર્ષ હોસ્પિટાલિટી અને એકાઉન્ટીંગ ક્ષેત્રે કામ કરવાનો અનુભવ ધરાવતા શ્રીજિત રાજન 2011માં ગુજરાત સમાચારમાં જોડાયા અને આજે ઓપરેશન્સ મેનેજર તરીકે એડમિન - સેલ્સ - એડિટોરિયલ વિભાગને જોડતી કડીરૂપ જવાબદારી સંભાળી રહ્યા છે.• હાર્દિક શાહ(બિઝનેસ મેનેજર)એકાઉન્ટીંગ ક્ષેત્રનો 29 વર્ષનો વ્યાપક અનુભવ ધરાવતા હાર્દિક શાહ છેલ્લા 18 વર્ષથી એબી (ઇંડિયા) પ્રા.લિ.ની અમદાવાદ ઓફિસમાં બિઝનેસ મેનેજર તરીકે કાર્યભાર સંભાળી રહ્યા છે. તેઓ અમદાવાદ રહ્યે રહ્યે કંપનીની લંડન ઓફિસ ઉપરાંત ગુજરાત ઓફિસના આર્થિક વ્યવહારોની સંપૂર્ણ જવાબદારી સંભાળી રહ્યા છે. • અચ્યુત સંઘવી(ન્યૂઝ એડિટર)1990થી પત્રકારત્વ ક્ષેત્રે કાર્યરત અચ્યુત સંઘવી છેલ્લા 15 વર્ષથી ‘ગુજરાત સમાચાર’ સાથે કાર્યરત છે. દીર્ઘ કારકિર્દી દરમિયાન તેઓ અમદાવાદથી પ્રકાશિત થતા ‘ગુજરાત સમાચાર’ દૈનિક, ‘સમભાવ’, ‘ગુજરાત ટાઇમ્સ’ (ન્યૂયોર્ક) સાથે કામ કરી ચૂક્યા છે.• આર્નોલ્ડ ક્રિસ્ટી(ન્યૂઝ એડિટર)‘ગુજરાત સમાચાર’ સાથે છેલ્લા 5 વર્ષથી કાર્યરત આર્નોલ્ડભાઇ પત્રકારત્વ ક્ષેત્રે 23 વર્ષની દીર્ઘ કારકિર્દી ધરાવે છે. ‘ફોરવર્ડ પ્રેસ’ અને ‘ધ સન્ડે ઇંડિયન’ સહિતના સાપ્તાહિકોથી લઇને ‘ગુજરાત ટુડે’ અને ‘સંદેશ’ દૈનિકમાં કામ કરવાનો વ્યાપક અનુભવ ધરાવે છે. • બાદલ લખલાણી (સિનિયર સબ-એડિટર)છેલ્લા 4 વર્ષથી ગુજરાત સમાચાર સાથે જોડાયેલા બાદલ લખલાણી પ્રિન્ટ-ટીવી અને ડિજિટલ એમ મીડિયાના ત્રણેય ક્ષેત્રે કામ કરવાનો અનુભવ ધરાવે છે. તેઓ ‘દિવ્ય ભાસ્કર’, ‘સમભાવ’, ‘જનસત્તા’ દૈનિક, સંદેશ ન્યૂઝ ચેનલ, આજ કી બાત, ઝી 24કલાક, વી ટીવી તેમજ વેબસાઇટ ‘દૈનિક ગુજરાત’માં કામ કરી ચૂક્યા છે. • વિક્રમ નાયક(ગ્રાફિક ડિઝાઇનર)ગ્રાફિક ડિઝાઇનીંગ અને પેજમેકિંગ ક્ષેત્રે 26 વર્ષનો બહોળો અનુભવ ધરાવતા વિક્રમભાઇ છેલ્લા 20 વર્ષથી ‘ગુજરાત સમાચાર’ની અમદાવાદ ઓફિસમાં કાર્યરત છે. આ પહેલાં તેઓ પબ્લિસિટી હાઉસ, ‘દિવ્ય ભાસ્કર’ દૈનિક વગેરેમાં કામ કરી ચૂક્યા છે.• સંદીપ ભાવસાર(ગ્રાફિક ડિઝાઇનર)‘ગુજરાત સમાચાર’ના અમદાવાદ કાર્યાલય સાથે છેક 2008થી જોડાયેલા સંદીપભાઇ પેજમેકિંગ અને ગ્રાફિક ડિઝાઇનીંગ ક્ષેત્રનો 22 વર્ષનો વ્યાપક અનુભવ ધરાવે છે. આ પૂર્વે ‘સંદેશ’ દૈનિક, ‘વિચારધારા’ મેગેઝિન, હાઇસ્કેન પ્રા.લિ. વગેરેમાં મહત્ત્વની જવાબદારી સંભાળી ચૂક્યા છે.• દિનેશ કડિયા(ઓફિસ આસિસ્ટન્ટ)છેલ્લા 17 વર્ષથી ‘ગુજરાત સમાચાર’ સાથે જોડાયેલા દિનેશભાઇ ઓફિસ આસિસ્ટન્ટ તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે. આ પૂર્વે તેઓ ‘જનસત્તા’ દૈનિકમાં 38 વર્ષ સુધી ડિસ્પેચ વિભાગમાં કામગીરી કરી ચૂક્યા છે.કોલમિસ્ટ• પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાવરિષ્ઠ પત્રકાર - રાજકીય વિશ્લેષક અને ઇતિહાસવિદ્ ગુજરાતના અખબારી માધ્યમમાં આગવી નામના ધરાવે છે. ભારત સરકારના પદ્મશ્રી ખિતાબથી સન્માનિત વિષ્ણુભાઇ ત્રણ દસકાથી ‘ગુજરાત સમાચાર’ પરિવાર સાથે લેખક તરીકે જોડાયેલા છે. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ સહિત અનેક મહત્ત્વપૂર્ણ હોદ્દા સંભાળી ચૂકેલા વિષ્ણુભાઇની કલમે લખાયેલા સત્ય અને તથ્ય આધારિત અભ્યાસપૂર્ણ લેખો તેમની લેખનશૈલીનું મહત્ત્વપૂર્ણ પાસું છે.• રોહિત વઢવાણા‘ભારતના સૌથી યુવા હાઇ કમિશનર’નું બહુમાન ધરાવતા રોહિતભાઇ હાલ બોલિવીયામાં ભારતનું નેતૃત્વ કરી રહ્યા છે. અતિશય વ્યસ્તતા વચ્ચે પણ વાંચન અને લેખનના શોખને પોષી રહેલા રોહિતભાઇ વૈવિધ્યપૂર્ણ વિષયોને રસાળ શૈલીમાં રજૂ કરવાનું આગવું કૌશલ્ય ધરાવે છે.  લંડન ખાતે ભારતીય હાઇ કમિશનમાં કાર્યકાળ દરમિયાન ‘ગુજરાત સમાચાર’માં શરૂ થયેલો કોલમ લેખનનો સિલસિલો આજે પણ યથાવત્ છે તે વાતનું ‘ગુજરાત સમાચાર’ને ગૌરવ છે.• તુષાર જોષીગુજરાત સરકારના માહિતી વિભાગના નિવૃત અધિકારી તુષારભાઇ સારા વક્તા હોવા ઉપરાંત લેખક તરીકે પણ નામના ધરાવે છે. એક દસકા કરતાં પણ વધુ સમયથી પોતાની કલમ થકી ગુજરાત સમાચારના પાનમાં ‘અજવાળું અજવાળું’ ફેલાવી રહેલા તુષારભાઇ એન્કર (કાર્યક્રમ સંચાલક) તરીકે ગુજરાતમાં જ નહીં, અહીં બ્રિટનમાં પણ આગવી નામના ધરાવે છે.

મળવા જેવા માણસોઃ ‘ગુજરાત સમાચ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.