'નો ટ્રાઉઝર ટ્યુબ રાઇડ' દિવસની લંડનગરાએ ઉજવણી કરી

માણસ જાત અવનવા અખતરા અને ઉજવણીઅો કરવા માટે જાણીતી છે. આવી જ એક ઉજવણી 'નો પેન્ટ્સ સબવે રાઇડ' દિવસની છે. જેમાં ભાગ લેનાર મહિલા કે પુરૂષે ટ્રાઉઝર સિવાયના તમામ કપડા પહેરીને ટ્યુબમાં મુસાફરી કરે છે.

માણસ જાત અવનવા અખતરા અને ઉજવણીઅો કરવા માટે જાણીતી છે. આવી જ એક ઉજવણી 'નો પેન્ટ્સ સબવે રાઇડ' દિવસની છે. જેમાં ભાગ લેનાર મહિલા કે પુરૂષે ટ્રાઉઝર સિવાયના તમામ કપડા પહેરીને ટ્યુબમાં મુસાફરી કરે છે. લંડનમાં 'નો ટ્રાઉઝર ટ્યુબ રાઇડ'ના નામે અોળખાતી આ ઉજવણીમાં ધીમેધીમે મોટી સંખ્યામાં યુવાન યુવતીઅો ભાગ લઇ રહ્યા છે. જેમને અગાઉથી આ દિવસની ખબર હોતી નથી તેઅો ટ્યુબ સ્ટેશને આવીને પોતાના ટ્રાઉઝર કાઢીને બેગમાં મૂકી દઇ ઉજવણીમાં જોડાઇ જાય છે.

આનંદની ઉજવણીના આ તહેવારમાં લોકો એક નિર્ધારીત જગ્યાએ એકઠા થાય છે અને પછી પબમાં જઇ દારૂ બીયરની મઝા માણી ઉજવણી કરે છે. આ દિવસની શરૂઆત ન્યુયોર્કમાં ૨૦૦૨માં 'ઇમ્પ્રુવ એવરીવેર' દ્વારા કરાઇ હતી. શરૂઆતમાં ૭ જણાએ પ્રાન્ક તરીકે મુર્ખામીની ઉજવણીના આ દિવસની શરૂઆત કરી હતી અને આજે સમગ્ર વિશ્વના ૨૫ દેશોના ૬૦ શહેરોના લોકો તેમાં જોડાય છે.

'નો ટ્રાઉઝર ટ્યુબ રાઇડ' દિવસની લંડનગરાએ ઉજવણી કરી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.