આજની ઘડી રળિયામણી

આજની ઘડી રળિયામણી...

યોગ્ય રીતે જ કહેવાયું છે કે ગુજરાતી ભાષાને પ્રારંભમાં જ હેમચંદ્રાચાર્ય અને નરસિંહના આશીર્વાદ મળ્યા છે અને ફળ્યા છે. ગુજરાતી કવિતાનું પ્રભાત નરસિંહના ‘પદે પદે ઊઘડે છે’. માત્ર નરસિંહની જ નહીં પણ સમગ્ર ગુજરાતી મધ્યકાલીન કવિતા જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યનાં પદોથી ધબકે છે. નરસિંહે કૃષ્ણને ગોપીભાવે ભજ્યા, એમની દ્રઢ પ્રતીતિ છે કે ભક્તિ જેવો પદારથ નથી અને ‘કૃષ્ણ કીર્તન વિના નર સદા સૂતકી.’

આ સપ્તાહે નરસિંહ મહેતા
(ઈ. 15મી સદી)

આજની ઘડી રળિયામણી રે,
મારો વ્હાલોજી આવ્યાની વધામણી જી રે.
પૂરો પૂરો, સોહાગણ! સાથિયો રે,
 મારે ઘેરે આવે હરિ હાથિયો જી રે.
સખી! લીલુડા વાંસ વઢાવીએ રે,
 મારા વહાલાજીનો મંડપ રચાવીએ જી રે.
સખી! મોતીડે ચોક પુરાવીએ રે,
 મારા નાથને ત્યાં પધરાવીએ જી રે.
સખી! જમુનાજીનાં જળ મંગાવીએ રે,
 મારા વહાલાજીનાં ચરણ પખાળીએ જી રે.
સહુ સખીઓ મળીને વધાવીએ રે,
 મારા વહાલાજીને મંગળ ગવરાવીએ જી રે.
સખી! રસ આ મીઠડાથી મીઠડો રે,
 મહેતા નરસૈંયાનો સ્વામી દીઠડો જી રે.

આજની ઘડી રળિયામણી...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.