એક સત્ય ઘટના

બજારની વર્તમાન સ્થિતિ.. મમ્મી પપ્પાની વૃદ્ધા અવસ્થા..ઘરમાં કમાનાર વ્યક્તિ ફક્ત હું..છતાં..પણ આજે..મમ્મી અને મારી પત્ની વચ્ચેના ઉગ્ર મતભેદ..અંતે મતભેદનું પરિણામ બન્યું.. જે મને શંકા હતી તે જ અંતે થયું..વેકેશનમાં ગયેલી પત્ની વેકેશન પૂરું થવા છતાં પિયરથી પાછા આવવાનું નામ ન હતી લેતી... મેં કારણ પૂછ્યું તો જવાબ મારા સાસુ-સસરા તરફથી મળ્યો..જમાઈ રાજા તમારા મા-બાપથી જુદા થાવ તો મારી દીકરીને ત્યાં મોકલું.

બજારની વર્તમાન સ્થિતિ.. મમ્મી પપ્પાની વૃદ્ધા અવસ્થા..ઘરમાં કમાનાર વ્યક્તિ ફક્ત હું..છતાં..પણ આજે..મમ્મી અને મારી પત્ની વચ્ચેના ઉગ્ર મતભેદ..અંતે મતભેદનું પરિણામ બન્યું.. જે મને શંકા હતી તે જ અંતે થયું..વેકેશનમાં ગયેલી પત્ની વેકેશન પૂરું થવા છતાં પિયરથી પાછા આવવાનું નામ ન હતી લેતી... મેં કારણ પૂછ્યું તો જવાબ મારા સાસુ-સસરા તરફથી મળ્યો..જમાઈ રાજા તમારા મા-બાપથી જુદા થાવ તો મારી દીકરીને ત્યાં મોકલું.

અચાનક થયેલા પ્રહારથી હું મુંઝાઈ ગયો છતાં પણ સ્વસ્થ થઈ સામો સવાલ કર્યો.. અને નહીં થાવ તો ?

સસરા બોલ્યા - દીકરી અહીં મારે ત્યાં રહેશે..

મેં કીધું..આ તમારી ધમકી સમજી લઉં ? તે બોલ્યા .. એવું સમજી લ્યો..

મેં કીધું...તો મારી ચેતવણી સાંભળી લ્યો. આ નિર્ણય તમારો છે મારો નહીં...હવે પછીના આવનાર દરેક પરીણામો..ફક્ત તમે જવાબદાર હશો...

મતલબ..સસરા બોલ્યા..

મતલબ સાફ છે મા-બાપ મારા છે. જુદા થવું કે ન થવું ..એ મારી અંગત વાત છે. આ તમારો વિષય નથી..જેથી..તમે તમારી મર્યાદામાં રહો અને હું મારી મર્યાદામાં રહું..તેમાં આપણા બન્નેનું માન-સન્માન રહેશે..એમ વાત કરી મેં મોબાઈલ કટ કર્યો.

મને ઘરે ચિંતામાં બેઠેલો જોઈ..પપ્પાએ સવાલ કર્યો..બેટા કોઈ તકલીફ છે ?

મેં વિગતે વાત કરી. પપ્પાના ચહેરા ઉપર નારાજગી જણાતી હતી. પણ સાથે મક્કમતા પણ હતી. પપ્પા તરત જ સ્વસ્થ થઈ બોલ્યા..બેટા..આવડી નાની વાતમાં દુઃખી શું કામ થાવું ? મારા તરફથી લીલી ઝંડી છે તને...તો આનંદથી જુદો થા. બેટા. તેઓ તેમની આંખો ભીની લૂછતાં બોલ્યા..બેટા, પણ અમને મળવા આવતો રહેજે. આવા નાના કારણોને લીધે લગ્નજીવન પર અસર ન થવી જોઈએ. આટલું બોલી પપ્પા પાછું વાંચવાનો વ્યર્થ પ્રયત્ન કરવા લાગ્યા...મને મંદિરની અંદર બેઠેલો ભગવાન રડતો હોય તેવી લાગણી થઈ..

અગણિત ઉપકરાર મારી જીંદગી ઉપર..આ મા-બાપના છે. પોતાની જરુરિયાત ઉપર કાપ મૂકી મારા મોજશોખ પૂરા કર્યા.

જ્યારે જ્યારે હું રડતો ત્યારે ત્યારે પપ્પાએ મને હસાવવાનો પ્રયત્ન કર્યો છે. જ્યારે જ્યારે હું મૂંઝાયો છું ત્યારે ત્યારે મારા ખભા ઉપર હાથ મૂકી..મને હિંમત આપી છે.

એ પપ્પાની ભીની આંખો અને હિંમત હારેલા જોઈ હું કઈ રીતે ઘરની બહાર જઈ શકું ? એમના માટે હું જ ઘડપણની લાકડી છું.

મારા લગ્નજીવનને ફક્ત ચાર વર્ષ જ થયા છે. તેમાં મારા સાસુ - સસરાને આવું બોલવાનો હક્ક કોણે આપી દીધો ?

તમે દીકરી આપી છે તો મારા મા-બાપે કમાતો દીકરો આપ્યો છે. એટલે દીકરી આપીને મારા પર તમે ઉપકાર કરતા હોય તેવું વાણી વર્તન તો હું કદી નહીં ચલાવું એવો મેં મનનો અંગત નિર્ણય લઈ લીધો.

સાંજે મમ્મી-પપ્પા સાથે ડાઈનિંગ ટેબલ પર હું જમતો હતો. ફરીથી સસરાનો મોબાઈલ આવ્યો. ફરીથી એ જ સવાલ..જમાઈ રાજ શું વિચાર્યું ?

મેં કીધું વિચારવાનું શું હોય ? મારી ટ્રાન્સફર તમારા જામનગર ગામમાં જ કરાવી લીધી છે. હું મમ્મી-પપ્પાથી જુદો થાવ છું. પણ હવે જામનગરમાં કાયમ માટે તમારી જોડે રહીશ.

જમાઈરાજ. ઘરનું ના થાયત્યાં સુધી સાથે રહેજો.સસરા બોલ્યા.

મેં કીધું ઘર કોને ગોતવું છે. મારે તો તમારા ઘરે જ તમારી દીકરી સાથે કાયમ રહેવું છે. આમેય હું તમારી દીકરીના આગ્રહને કારણે તમને પપ્પા કહીને જ બોલાવું છું. ૩૫ વર્ષ મારા બાપે મને સાચવ્યો...બાકીના વર્ષ તમે મને સાચવો.

સસરાજી ગંભીર થઈ બોલ્યા..એ શક્ય નથી. દીકરી અને જમાઈ કાયમ માટે અમારા ઘરમાં સારા ન લાગે.

મેં કીધું..પણ મારે તમારી સાથે જ રહેવું છે, જેથી મને અને તમને તમારી દીકરીના સાચા સ્વરૂપની ખબર પડે.

સસરા બોલ્યા..દીકરી જમાઈ પીયરમાં સારા ન લાગે. સાસરામાં જ સારા લાગે.

મેં કીધું.. મારું કહેવાનું એમ જ છે. વળી દીકરી સાસરે જ સારી લાગે. તમારી દીકરી છે તો તે મારી પત્ની પણ છે. જેટલી ફરજ તમારી દીકરીને મારે સુખી રાખવાની છે. તેટલી જ મારી ફરજ મારા મા-બાપ પ્રત્યે પણ છે એ કેમ તમે ભૂલી જાવ છો ? તમારી દીકરીને જ્યારે મોકલવી હોય ત્યારે..૩૬૫ દિવસ મારા ઘરના બારણા ખૂલ્લા છે. બાકી એક સલાહ તમને આપું. તમે દીકરીના ઘરમાં માથું ન મારો. એ આપણા એક-બીજાના હિતમાં છે. તમારા લાડ અને તમારા વધારે પડતા પ્રેમે તમારી છોકરીને વધારે પડતી સ્વચ્છંદી અને તોછડી બનાવી દીધી છે. આજકાલ દીકરીના મા-બાપ દીકરીનું યોગ્ય કરતા નથી અને વગર ટ્રેનિંગે કોઈના ઘરમાં મોકલી આપે છે. પછી વર અને સાસુના વાંક કાઢવા એ આદતો બની ગઈ છે. સત્ય અને કડવું છેલ્લું મારું સાંભળી લ્યો..તમારી દીકરીને એકલું એટલે રહેવું છે..તેના સમયે ઉઠવું..કીટી પાર્ટીઓ કરવી છે અને સહેલી સાથે રખડવું છે તે શક્ય નથી. આપ છ મહિના કે વર્ષ સુધી સાચવી તેનો અનુભવ કરી જુઓ. લગ્ન પહેલાની દીકરી અને સાસરેથી પાછી આવેલી દીકરીનો તફાવત તમને ખબર પડી જશે. અને યાદ રાખજો જાતે અહીં મૂકવા આવશો તમે. સોમવારથી સ્વીટુની સ્કૂલ ખૂલે છે. તમારી દીકરીને મોકલવી હોય તો મોકલી આપો નહીંતર સ્વીટુનું ત્યાં એડમીશન લઈ લેજો.. કહી મોબાઈલ કટ કરી દીધો.

પપ્પા મારી સામે જોતા રહ્યા. પપ્પા ભીની આંખે બોલ્યા તારા વ્યક્તિત્વ પ્રમાણે મેં જે આશા તારી પાસે રાખી હતી તે જ તું બોલ્યો. બેટા ગર્વ છે મને તારા ઉપર. સાથે તારી મમ્મીને પણ એક સલાહ આપું છું કે બિનજરૂરી કચકચ કે તે લોકોની વ્યક્તિગત જીંદગીની અંદર દખલગીરી ન કરતી. નહીંતર ઘરને તૂટતું કોઈ બચાવી નહીં શકે.

ત્યાં થોડી વાર પછી ફરીથી મોબાઈલની રિંગ વાગી. સસરાનો મોબાઈલ આવ્યો...જમાઈરાજ..કાલે બપોરે નીકળીને રાત્રિ સુધીમાં દીકરીને મૂકવા આવું છું. સાંજે આપણે સાથે જમવાનું રાખશું.

મેં કીધું આવો. બે-ત્રણ દિવસ રોકાઈને જજો ઘર જ છે.

સસરા બોલ્યા..બેટા માફ કરજે. તારી સ્વમાની અને કડક વાત સાંભળી મારી જવાની યાદ આવી ગઈ. મેં તારા જેવું વર્તન કર્યું હોત તો આજે મારા મા-બાપના દીવાલ ઉપર લટકતા ફોટો સામે નીચા માથે ઉભો ન હોત. તમે શાંતિથી સ્વમાનથી તમારા મા-બાપ સાથે જીવો તેવા અમારા આશીર્વાદ છે.  (લેખકનું નામ ખબર નથી પણ જેણે લખ્યું છે જોરદાર છે.)

 (સૌજન્ય – ભાદરણ પત્રિકા)

એક સત્ય ઘટના...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.