ઐતિહાસિક ચુકાદાના 19 વર્ષઃ ‘સિંદૂર ભૂંસવા બદલ’ 10 સ્વાધ્યાયીઓને જન્મટીપની સજા

ઐતિહાસિક ચુકાદાના 19 વર્ષઃ ‘સિ

શહિદ પંકજ ત્રિવેદીની હત્યા 15 જૂન 2006ના રોજ કરી નાંખવામાં આવી હતી કારણ કે ધનશ્રી આઠવલે ઉર્ફે જયશ્રી તલવલકર અને પાંડુરંગ દાદાના સ્વાધ્યાય પરિવારમાં ચાલતા કથિત ભ્રષ્ટાચાર સામે અશુભ પત્રિકાના માધ્યમથી તેમણે જનહિતમાં ચિનગારી પ્રગટાવી હતી. તે સમયે સ્વાધ્યાય પરિવારમાં માફિયાઓનું જોર વધી ગયું હતું.

શહિદ પંકજ ત્રિવેદીની હત્યા 15 જૂન 2006ના રોજ કરી નાંખવામાં આવી હતી કારણ કે ધનશ્રી આઠવલે ઉર્ફે જયશ્રી તલવલકર અને પાંડુરંગ દાદાના સ્વાધ્યાય પરિવારમાં ચાલતા કથિત ભ્રષ્ટાચાર સામે અશુભ પત્રિકાના માધ્યમથી તેમણે જનહિતમાં ચિનગારી પ્રગટાવી હતી. તે સમયે સ્વાધ્યાય પરિવારમાં માફિયાઓનું જોર વધી ગયું હતું. ક્ષત્રિય સંમેલન, દેવીપૂજક સમાજ, કોળી સમાજનું સંમેલન પાછળ આ સ્વાધ્યાય પરિવારના દીદી જયશ્રી તલવલકર અને દાદા પાંડુરંગના ટ્રસ્ટોમાં અપૌરુષ્ય લક્ષમીનો સંગ્રહ અને તે નાણાંનો હેતુફેર દુરુપયોગ ખુલ્લો પડી ગયો. મુંબઈના અખબારોમાં દીદી જયશ્રીના અન્ય સાથેના સંબંધો અંગેના વિવાદાસ્પદ પત્રો પ્રગટ થયા. ‘ઈન્ડિયા ટુડે’એ Sins of Daughter (દીકરીના પાપો) દાદા-દીદીના ફોટા સાથે પ્રગટ કર્યો. તેટલું જ નહીં, કચ્છ વિનાશક ભુકંપ વેળા મળેલા દાનમાં ભ્રષ્ટાચાર થયો હોવાના મુદ્દે સ્વાધ્યાય પરિવારમાં વર્ષોથી સક્રિય આગેવાનોને દાદા-દીદી દ્વારા અયોગ્ય થયાનું સમજાયું. તેઓ દરેક ઉપર ખોટા ખોટા આક્ષેપો નાખીને કાઢી મુકવામા આવ્યા, તેટલું જ નહીં પણ ગુંડાગીરી પણ આચરવામાં આવી. ગુજરાત અને મુંબઈમાં ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ, અંધશ્રદ્ધાળુ લોકોમાં ઉશ્કેરાટ કરવાનું આયોજન સ્વાધ્યાયના ભક્તો દ્વારા ફેલાવવાનું આયોજન કર્યું. જુદા જુદા ગામ - શહેરમાં પંકજ ત્રિવેદી ઉપર ખોટી પોલીસ ફરિયાદો, કોર્ટ કેસ, અમેરિકાના સિનસિનાટી શહેરના એરપોર્ટ ઉપર યુએસના કેટલાક સ્વાધ્યાયીઓએ નકલી પોલીસ બની પંકજ ત્રિવેદીને રંજાડ્યા હતા. આ બધા જ કેસો અને હેરાનગતિને શહિદ પંકજ ત્રિવેદીએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી પડકાર ફેંક્યો હતો. જેમાં શહિદ પંકજ ત્રિવેદીનો ઝળહળતો વિજય થયો. હાઈકોર્ટના જસ્ટીસ પુંજ સાહેબે સ્વ. પંકજ ત્રિવેદી સામે થયેલી તમામ ફરિયાદોને નિરર્થક અને તથ્યહીન ગણાવીને ફગાવી દીધી અને આટલી ખરાબ ફરિયાદ તો ભાગ્યમાં ભાગ્યે જ જોવા મળે તેવી કોમેન્ટ સાથેની લપડાક સ્વાધ્યાય પરિવારને મારી. આથી જ જયશ્રીદીદી વિફરી. ભારતની સુપ્રીમ કોર્ટે પણ શહિદ પંકજ ત્રિવેદીનો વિજયઘોષ કરતા ગુજરાત હાઈકોર્ટના જજમેન્ટને સ્વિકાર્યું.
આ હાર ન પચાવી પાડનાર જયશ્રીદીદીએ તેના પરિવારના મોટાભાઈ ભરત ભટ્ટ અને ઘનશ્યામસિંહ ચુડાસમા દ્વારા સ્વાધ્યાયીઓમાં ઉશ્કેરાટ ફેલાવી સ્વ. પંકજ ત્રિવેદીનીની હત્યા કરાવી નાખી. તે દિવસ હતો જેમાં બ્રાહ્મણ બહેન શ્રૃતિબેનનો સિંદુર 15 જૂન 2006ના રોજ ભુંસાયો અને એક એનઆરઆઇ બહાદુર કેપ્ટન પંકજ ત્રિવેદીનું ખુન દગાથી, પાછળથી લોખંડનો સળિયો મારીને થયું.
SwadhyayParivar.com માં સેસન્સ ભદ્ર કોર્ટ અમદાવાદ કોર્ટનું જજમેન્ટ ગુજરાતીમાં 436 પાનાનું છે તેમજ કરોડો રૂપિયાના ટ્રસ્ટના એકાઉન્ટની વિગતો છે તે એક વખત જોવા વિનંતી.
આ લેખ લખનાર વિનુ કરસનભાઈ સચાણીયા ગજ્જર ઉપર 12 જાન્યુઆરી 2003ના ભયંકર હુમલો કરાયો હતો અને આમ મારી પત્નીનો સિંદૂર ભુસવાનો સ્વાધ્યાય પરિવારના કેટલાક તત્વો દ્વારા થયો હતો. આ હુમલાખોરોને ગુજરાત પોલીસ આજે પણ શોધી શકી નથી.
જો જયશ્રીદીદીએ કચ્છ ભુકંપના દાનના હિસાબો જાહેર કર્યા હોત, અશુભ પત્રિકામાં રજુ કરેલા પ્રશ્નોના જવાબ જો આપી દીધા હોત તો આજે ગુજરાતમાં જે સ્વાધ્યાય પરિવાર દ્વારા ગુંડાકાંડ, હત્યા કરવા હુમલાઓ, પંકજ ત્રિવેદીની બ્રહ્મહત્યા ન થઈ હોત. 10 સ્વાધ્યાયીઓને જન્મટીપની સજા ન થઈ હોત. આ હત્યારાઓને હત્યા કરવા કામ સોંપવામાં આવેલ હતું અને તેની પાછળ માત્ર જયશ્રીદીદીના સાગરીતો જ જણાયા છે.
વીર પદ્મભૂષણ સ્વામિ સચિદાનંદજીએ સ્વ. પંકજ ત્રિવેદીની આ હત્યાને ન્યાય આપવા બ્યુગલ ફૂંક્યું હતું જેમાં ગુજરાત સમાચાર-યુકેના સંનિષ્ઠ પ્રકાશક-તંત્રી સી.બી. પટેલ પણ હાજર હતા. આ ચિનગારીએ તેમજ 19 વરસથી લંડનમાં વિનુ સચાણીયા ગજ્જર દ્વારા લંડન-યુકેમાં સ્વ. પંકજ ત્રિવેદીને શ્રધ્ધાંજલિ અપાતી રહી છે. જેમાં પ્રખર વક્તા સાહિત્યકાર પદ્મશ્રી ગુણવંત શાહ, ટેકસાસ યુનિવર્સિટીનાના ડો. વિજય મહેતા, પ્રકાશક-તંત્રી સી.બી. પટેલ પોતાના વિચારો દ્વારા જબરદસ્ત શ્રધ્ધાંજલિ આપતા રહ્યા છે. ગુજરાત અને દુનિયાભરના ગુજરાતી લોકો આ બહાદુર બ્રાહ્મણ સ્વ. પંકજ ત્રિવેદીને 15 જૂન 2025ના રોજ ભાવભરી શ્રદ્ધાંજલિ આપશે.

ઐતિહાસિક ચુકાદાના 19 વર્ષઃ ‘સિ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.