ગણવું જ કાંઈ હોય તો...

ગણવું જ કાંઈ હોય તો......

 હરિશ્ચંદ્ર જોશી કવિ તો છે જ પણ ઉત્તમ કક્ષાના ગાયક પણ ખરા. ગીતના મર્મને પામીને બંદિશ પણ બાંધે છે. પ્રાધ્યાપક છે. ભાવનગર જિલ્લાના બોટાદમાં વસવાટ છે.

હરિશ્ચંદ્ર જોશી કવિ તો છે જ પણ ઉત્તમ કક્ષાના ગાયક પણ ખરા. ગીતના મર્મને પામીને બંદિશ પણ બાંધે છે. પ્રાધ્યાપક છે. ભાવનગર જિલ્લાના બોટાદમાં વસવાટ છે.

- ગણવું જ કાંઈ હોય તો...

ગણવું જ કાંઈ હોય તો થડકા ગણી બતાવ,
તેં ફેરવેલા શ્વાસના મણકા ગણી બતાવ.

દુષ્કાળના માઠા વરસમાં આંગણે મૂકી,
ઊડી ગયેલ પંખીનાં પગલાં ગણી બતાવ.

વહેલી સવારે ખીણમાં ફેંકે અવાજ તું,
ને એ પછી તૂટી જતાં પડઘા ગણી બતાવ.

તલવાર જેવો છે સમય, લાચાર તું હવે,
ભાંગી પડેલ જીવના સણકા ગણી બતાવ.

એકાદ બે કે પાંચ-પચ્ચીસ કે વધુ હશે...
તારા વિષેની તું બધી અફવા ગણી બતાવ.

વાતો કરી છે જાત સાથે એમ તો હરીશ,
રાખ્યા છે કિંતુ કેટલા પડદા? ગણી બતાવ.

•••

ગણવું જ કાંઈ હોય તો......
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.