ગરબો ઘૂમે ગામેગામ
આવી નોરતાની રાતડી ચાલો કુમકુમ ચોક પુરાવીએ
મા ગરબામાં દીવા કરી ચાલો ગરબે રમવા જાઈએ

- ગરબો ઘૂમે ગામેગામ
આવી નોરતાની રાતડી ચાલો કુમકુમ ચોક પુરાવીએ
મા ગરબામાં દીવા કરી ચાલો ગરબે રમવા જાઈએ
આવી નોરતાની રાતડી ચાલો કુમકુમ ચોક પુરાવીએ
મા અંબા મારી માવડી ચાલો અંબાને બોલાવીએ
મા અંબાજીના ચોકમાં ચાલો ગરબે રમવા જાઈએ
આવી નોરતાની રાતડી ચાલો કુમકુમ ચોક પુરાવીએ
મા ગબ્બર ગોંખ બિરાજતી ચાલો ગબ્બર રમવા જાઈએ
આવી નોરતાની રાતડી ચાલો કુમકુમ ચોક પુરાવીએ
મા પાવાગઢમાં મહાકાળી ચાલો પાવે રમવા જાઈએ
મા દૈત્યોને સંહારતી મહાકાળીના ગુણ ગાઈ
આવી નોરતાની રાતડી ચાલો કુમકુમ ચોક પુરાવીએ
મા ચોટીલામાં ચામૂંડા ચાલો ડુંગર ચડવા જાઈએ
મા ચોટીલાનાં ચોકમાં ચાલો ગરબે રમવા જાઈએ
આવી નોરતાની રાતડી ચાલો કુમકુમ ચોક પુરાવીએ
મા શંખલપુર શોભાવતી ચાલો ટોડે રમવા જાઈએ
મા બહુચરમા બિરદાવલી ચાલો બહુચર રમવા જાઈએ
આવી નોરતાની રાતડી ચાલો કુમકુમ ચોક પુરાવીએ
લંડન લાડ લડાવતું ચાલો લંડન રમવા જાઈએ
બધે રમીને પછી ‘શશિ’ ચાલો ટૂટીંગ રમવા જાંઈએ

•••