ગુજરાતઃ અત્યાધુનિક છતાં સસ્તી અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાનું સરનામું

ગુજરાતઃ અત્યાધુનિક છતાં સસ્ત

અત્યાધુનિક છતાં એકદમ વાજબી દર અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓને કારણે ગુજરાત મેડિકલ ટુરિઝમનું મુખ્ય કેન્દ્ર બનીને ઉભર્યું છે, જેનો વાર્ષિક 30 ટકાના દરે વિકાસ થઈ રહ્યો છે. અમદાવાદ જ નહીં, રાજ્યના વિવિધ શહેરોની હોસ્પિટલો યુકે, યુએસ, આફ્રિકા સહિત વિશ્વના અનેક દેશોના દર્દીઓને આકર્ષે છે.

અત્યાધુનિક છતાં એકદમ વાજબી દર અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓને કારણે ગુજરાત મેડિકલ ટુરિઝમનું મુખ્ય કેન્દ્ર બનીને ઉભર્યું છે, જેનો વાર્ષિક 30 ટકાના દરે વિકાસ થઈ રહ્યો છે. અમદાવાદ જ નહીં, રાજ્યના વિવિધ શહેરોની હોસ્પિટલો યુકે, યુએસ, આફ્રિકા સહિત વિશ્વના અનેક દેશોના દર્દીઓને આકર્ષે છે.
ગુજરાતમાં મેડિકલ ટુરિઝમ ઝડપભેર વિકસી અને વિસ્તરી રહ્યું છે તેના મુખ્ય પાસાઓ પર એક નજર ફેરવીએ તો...
• ઝડપી અને સસ્તી સારવાર: પશ્ચિમી દેશોની સરખામણીમાં અહીં કેન્સર, કાર્ડિયાક સહિતની અન્ય ગંભીર બીમારીઓની સારવાર ઘણી સસ્તી અને ઝડપી ઉપલબ્ધ છે.
• કુશળ મેનપાવરઃ તમામ તબીબી શાખાઓમાં ઉચ્ચ કૌશલ્ય માનવસ્રોતો (ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફ)ની પ્રાપ્યતાના પરિણામે પેશન્ટ્સનું યોગ્ય નિદાન થાય અને સારામાં સારી સારવારના વિકલ્પો મળી શકે અને રીકવરીની સરળતા મળે તેની ચોકસાઈ જોવા મળે છે.
• વૈશ્વિક સ્તરની હોસ્પિટલો: અમદાવાદ, વડોદરા, સુરત, વડોદરા સહિતના શહેરોમાં અદ્યતન ટેક્નોલોજી અને નિષ્ણાત ડોક્ટરો સાથેની હોસ્પિટલો.
• આંતરરાષ્ટ્રીય દર્દીઓ: બ્રિટન, અમેરિકા, આફ્રિકન દેશો સહિત દુનિયાના વિવિધ ભાગોમાંથી દર્દીઓ અનેક બીમારીઓની સચોટ સારવાર માટે ગુજરાત પર પસંદગી ઉતારે છે.
• વૈશ્વિક જોડાણોઃ NABH (નેશનલ એક્રેડિટેશન બોર્ડ ફોર હોસ્પિટલ્સ એન્ડ હેલ્થકેર પ્રોવાઈડર્સ)ના એક્રેડિટેશન અને ISQUA (ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્વોલિટી ઈન હેલ્થ કેર) મારફત આંતરરાષ્ટ્રીય જોડાણોના પરિણામે સમગ્ર વ્યવસ્થાને શક્તિ મળવા સાથે સારવારના ધોરણો વધુ મજબૂત બને છે.
• આવાસની સરળતાઃ જો જરૂર પડે તો, સારવાર કેન્દ્રોની આસપાસ ખિસ્સાને પરવડે તેવા એકોમોડેશન્સ સહેલાઈથી મળી શકે છે.
આ બધા ઉપરાંત રાજ્ય સરકાર મેડિકલ વેલ્યુ ટ્રાવેલને પ્રોત્સાહન આપી રહી છે, જેનાથી મેડિકલ ટુરિઝમ ઉદ્યોગનો ઝડપી વિકાસ થયો છે.
અદ્યતન મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર
અત્યાર સુધી ગુજરાત ઘરઆંગણાની અને વિશ્વસ્તરે ફેલાયેલી ફાર્મા કંપનીઓ માટે સમગ્ર વિશ્વમાં ખ્યાતિ ધરાવતું હતું. હવે આ ઓળખમાં ઉમેરો થયો છે. રાજ્યમાં આધુનિક સાયન્ટિફિક મેડિકલ સારસંભાળ માટેના ડાયગ્નોસ્ટિક સેન્ટર્સ અને હોસ્પિટલોના સ્વરૂપે અસામાન્ય મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જોવા મળે છે. ગુજરાતના મુખ્ય શહેરોમાં મલ્ટિ સ્પેશિયાલિટી, સુપર સ્પેશિયાલિટી અને પ્રસિદ્ધ કોર્પોરેટ હોસ્પિટલ ચેઈન્સ આવેલી છે. સરકારી હોસ્પિટલો પણ પરવડી શકે તેવી શ્રેષ્ઠ સારવાર પૂરી પાડે છે. આ હોસ્પિટલોમાં હોસ્પિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું સંચાલન કરવા, તમને સારવાર દરમિયાન માર્ગદર્શન અને સહાય પૂરી પાડવા ઉચ્ચ કૌશલ્ય ધરાવતા પ્રોફેશનલ્સ છે.
ગુજરાતના મુખ્ય શહેરોમાં અત્યાધુનિક મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે. શ્રેષ્ઠતમ સુવિધાઓ અને પ્રતિષ્ઠિત ડોક્ટર્સની સાથોસાથ શહેરની હોસ્પિટલો રાહ જોવાનો સૌથી ઓછો સમય અને પરવડી શકે તેવા ખર્ચ માટે પણ જાણીતી છે. પિક-અપ અને ડ્રોપ, એમ્બ્યુલન્સ વગેરે જેવી આનુષાંગિક સેવાઓ પણ સુવિધામાં નોંધપાત્ર વૃદ્ધિ આપે છે. અતિ ઓછાં ખર્ચે સારવાર કરાવવી હોય તેમના માટે મેડિકલ કેમ્પ્સની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. પશ્ચિમના દેશો ઉપરાંત અફઘાનિસ્તાન, ઉઝબેકિસ્તાન, બાંગલાદેશ, મિડલ ઈસ્ટ દેશો, આફ્રિકા, મોરેશિયસ, માલદીવ્ઝ, તુર્કયે, સોમાલિયા વગેરે દેશોના પેશન્ટ્સ પણ ગુજરાતમાં તબીબી સારવાર મેળવી રહ્યા છે.
તાલીમબદ્ધ અને કુશળ સ્ટાફ સાથે ઉત્કૃષ્ટ કૌશલ્ય ધરાવતા પ્રોફેશનલ્સ અદ્યતન ઓપરેશન થીએટર્સ અને હોસ્પિટલોમાં કામ કરતા રહેવાથી તમામ પ્રકારની ઈમર્જન્સીઓ, સામાન્ય અને અતિ જટિલ સર્જરીઓ સાથે કામ પાડે છે જેના પરિણામે, ઓછામાં ઓછાં કોમ્પ્લિકેશન્સ જોવા મળે છે અને હોસ્પિટલમાં રોકાણનો સમય પણ ઘટે છે.

ગુજરાતઃ અત્યાધુનિક છતાં સસ્ત
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.