ગ્રૂમિંગ ગેંગ્સઃ વધુ એક પાર્લામેન્ટરી મતદાન

ગ્રૂમિંગ ગેંગ્સઃ વધુ એક પાર્લામેન્ટરી મતદાન

આખરે ટોરીઝ ઘેરી નિદ્રામાંથી જાગી ગયા છે. 14 વર્ષ સુધી સત્તા પર રહેવા છતાં એક પણ ટોરી લીડર કે પાર્લામેન્ટરી પાર્ટી મુખ્યત્વે પાકિસ્તાની મૂળના પુરુષો દ્વારા લાલચ અપાયેલી, બળાત્કાર કરાયેલી અને હિંસક રીતે શોષણ કરાયેલી નિર્બળ શ્વેત બાળાઓની વ્યથા કે પીડા ઉજાગર કરવા બહાર આવ્યા નહિ. હવે એ જાણીને ખુશી થઈ છે કે ટોરીઝ આશરે 50 ટાઉન્સ અને શહેરોના સામાજિક પોતને તહસનહસ કરી નાખનારા અને આજે પણ આચરાતાં દુષણ સામે જાગ્રત થયા છે. ટોરીઝે ગ્રૂમિંગ ગેંગ્સના કૌભાંડમાં સંપૂર્ણ વૈધાનિક ઈન્ક્વાયરી થાય તેની પાર્લામેન્ટરી ચર્ચા 16 જૂને કરવામાં આવે તેવું એમેન્ડમેન્ટ રજૂ કર્યું છે. આ બાબતે મેં તેમને વર્ષો અગાઉ સલાહ આપી હતી, પરંતુ કમનસીબે આ સલાહ બહેરા કાનોએ જ અથડાઈ હતી.

આખરે ટોરીઝ ઘેરી નિદ્રામાંથી જાગી ગયા છે. 14 વર્ષ સુધી સત્તા પર રહેવા છતાં એક પણ ટોરી લીડર કે પાર્લામેન્ટરી પાર્ટી મુખ્યત્વે પાકિસ્તાની મૂળના પુરુષો દ્વારા લાલચ અપાયેલી, બળાત્કાર કરાયેલી અને હિંસક રીતે શોષણ કરાયેલી નિર્બળ શ્વેત બાળાઓની વ્યથા કે પીડા ઉજાગર કરવા બહાર આવ્યા નહિ. હવે એ જાણીને ખુશી થઈ છે કે ટોરીઝ આશરે 50 ટાઉન્સ અને શહેરોના સામાજિક પોતને તહસનહસ કરી નાખનારા અને આજે પણ આચરાતાં દુષણ સામે જાગ્રત થયા છે. ટોરીઝે ગ્રૂમિંગ ગેંગ્સના કૌભાંડમાં સંપૂર્ણ વૈધાનિક ઈન્ક્વાયરી થાય તેની પાર્લામેન્ટરી ચર્ચા 16 જૂને કરવામાં આવે તેવું એમેન્ડમેન્ટ રજૂ કર્યું છે. આ બાબતે મેં તેમને વર્ષો અગાઉ સલાહ આપી હતી, પરંતુ કમનસીબે આ સલાહ બહેરા કાનોએ જ અથડાઈ હતી.

સંખ્યા બદલાતી રહી છે, પરંતુ અંદાજે 250000 થી 1 મિલિયનના ઊંચા આંકડા જેટલી મહિલાઓ અને છોકરીઓ પર કદાચ બળાત્કારો થયાં હશે, શિયળભંગ થયો હશે, હિંસાત્મક હુમલા, શોષણ કરાયા હશે, દુર્વ્યવહાર કરાયો હશે, વેશ્યાગૃહોમાં મોકલાઈ હશે તેમજ બળજબરીથી ડ્રગ્સ અને અપરાધોની દુનિયામાં ધકેલી દેવાઈ હશે. એક બાબત તો સ્પષ્ટ છે કે ઓછામાં ઓછાં 50 ટાઉન્સ અને શહેરોમાં આનું પ્રમાણ ઘણું ઊંચું હોવાના સ્તબ્ધ કરી દેનારા પુરાવાઓ પણ સાંપડ્યા છે. સ્થિતિને વધુ વણસાવે તેવા પુરાવાઓ છે કે આજે પણ આ દૂષણ વકરેલું છે, કદાચ ઓછાં પ્રમાણમાં હોઈ શકે. આમ છતાં, કોઈ રીતે પાર્લામેન્ટરી, વૈધાનિક, પબ્લિક અથવા કોઈ પણ પ્રકારની નેશનલ ઈન્ક્વાયરી કદી હાથ ધરાઈ નથી. આવી ઈન્ક્વાયરીઓ યોજાઈ છે તેમ કોઈ પણ રાજકારણી કહેતો હોય તો એક શબ્દ પણ સાચો માનશો નહિ. તેઓ તમારી સામે જુઠ્ઠું જ બોલી રહ્યા છે.

તેનાથી એ બાબત પણ સ્પષ્ટ થઈ ગઈ છે કે કેર સ્ટાર્મર અને લેબર પાર્ટી આવી ઈન્ક્વાયરી યોજાય તેની છૂટ આપવામાં શા માટે ગભરાઈ રહ્યા છે. એવા વધુ પુરાવાઓ બહાર આવી રહ્યા છે કે લેબર રાજકારણીઓ અને મેયરો, પોલીસ ઓફિસરો અને તેમના લીડર્સ, સોશિયલ સર્વિસ વર્કર્સ અને તેમના નેતાઓ, પાકિસ્તાની કોમ્યુનિટીના અગ્રણીઓ, હેલ્થ વર્કર્સ અને તેમના નેતાઓ કદાચ શું થઈ રહ્યું છે તેનાથી બરાબર માહિતગાર હતા, પરંતુ તેમાનાં કેટલાક તો આ શોષણના દુષણમાં સક્રિયપણે સંડોવાયેલા હતા.

ઈન્ક્વાયરીનો અભાવ એટલે એબ્યુઝર્સ કે શોષણખોરોનું રક્ષણ કરવું. આ બધા લોકો દાયકાઓથી એકબીજાની પીઠનું રક્ષણ કરતા આવ્યા છે. બાળ યૌનશોષણખોરોની આ અપવિત્ર સિન્ડિકેટ એટલા માટે જ બચી ગઈ છે કે જેમણે બાળકોનું રક્ષણ કરવાનું હોય તેઓ જ ખુદ તેમના શોષણખોર બની ગયા હતા. આ સમયગાળામાં મોટા ભાગના મીડિયા ક્યાં તો નજરઅંદાજ કે ઈનકારની હાલતમાં રહ્યા અથવા તો સત્યને છુપાવવા ઈચ્છતા હતા અથવા તો ‘એશિયન’ જેવા શબ્દપ્રયોગોના ઉપયોગ થકી હકીકતોની ગેરરજૂઆત કરવામાં પોતાનો મોટા ભાગનો સમય વ્યતીત કરતા રહ્યા હતા. કેટલાક તો હજુ પણ આવો શબ્દપ્રયોગ કરે જ છે.

આથી, પાર્લામેન્ટમાં દરેક સાંસદને 16 જૂને ઈન્ક્વાયરી માટે મત આપવાની વધુ એક તક મળશે. તમારી પાસે તમારા સાંસદને લખવાનો અને તેઓ તેની તરફેણમાં મત આપે તેવો આગ્રહ રાખવાનો અથવા આ નિર્બળ શ્વેત બાળાઓ શા માટે ન્યાય મેળવવાને લાયક નથી તેમ તેઓ માનતા હોવાં વિશે તમને ખુલાસો આપે તે માટે પૂરતો સમય છે.

એક બીજો મોટો મુદ્દો છે જેનાથી રાજકારણીઓ ભારે ગભરાટ અનુભવી રહ્યા છે. આ ભય એવો છે કે ઈન્ક્વાયરીમાં કદાચ એ બાબત જાહેરમાં આવી જશે કે આ ચોક્કસ પાકિસ્તાની જૂથ અને તેમની સંસ્કૃતિમાં એવું કશું મૂળભૂત ધરબાયેલું છે જે તેમને ‘કાફિર’ છોકરીઓ અને મહિલાઓના આવા શોષણની પરવાનગી કે છૂટ આપે છે. કદાચ આ સંકીર્ણ સાંસ્કૃતિક માનસિકતા જ પાકિસ્તાની પુરુષોને તેમને શેતાની વિચારધારા સાથેની સંકળામણ દર્શાવવા આવાં નિંદનીય માર્ગોએ વર્તન કરવાનું ઉત્તેજન આપે છે. ચોક્કસપણેસ, જો તમે પૂર્વમાંથી આવતા હશો તો આવી કેટલીક સંસ્કૃતિઓ કેવી રીતે વર્તે છે, કામ કરે છે તેના વિશે જાણતા જ હશો. આથી, તમારા માટે આ કદાચ સમાચાર નહિ હોય. જોકે, શ્વેત બ્રિટિશ (યુરોપિયન) વ્યવસ્થામાં ઈન્ક્વાયરીના તારણોમાં આવી કોઈ બાબત જાહેર થાય તેનો સ્વીકાર કરવો પડે તેનાથી કોઈ પણ કિંમતે ધર્મઝનૂન કે કટ્ટરતાનું તુષ્ટિકરણ કરવાની તેમની પાગલ સ્પર્ધાને બહાર લાવી દેશે.

ગ્રૂમિંગ ગેંગ્સ બાબતે નેશનલ સ્ટેટ્યુટરી ઈન્ક્વાયરી આમ કરવા ઈચ્છે છેઃ

(1) આ કાયદો પસાર થયાના 3 મહિનાની અંદર સેક્રેટરી ઓફ સ્ટેટ દ્વારા ગ્રૂમિંગ ગેંગ્સ બાબતે સ્ટેટ્યુટરી ઈન્ક્વાયરીની રચના કરવી.

(2) સબસેક્શન (1) અન્વયે સ્થપાયેલી ઈન્ક્વાયરીએ આમ કરવાનું રહેશે -

(a) ગ્રૂમિંગ ગેંગ્સ વચ્ચે વર્તન અને અપરાધ કરવાની સામાન્ય પેટર્ન્સની ઓળખ કરવી

(b) ગ્રૂમિંગ ગેંગ્સ દ્વારા આચરાયેલા અપરાધોના પ્રકાર, તીવ્રતા અને વોલ્યુમની ઓળખ કરવી

(c) ગ્રૂમિંગ ગેંગ્સ દ્વારા આચરાયેલા અપરાધોના વિક્ટિમ્સની સંખ્યાની ઓળખ કરવી

(d) ગ્રૂમિંગ ગેંગ્સના સભ્યોની વંશીયતાની ઓળખ કરવી

(e) નીચે જણાવાયેલાઓ દ્વારા એક્શન, ઓમિશન અથવા ઈરાદાપૂર્વક દબાવી દેવાની કોઈ પણ નિષ્ફળતા--

(i) પોલીસ 

(ii) સ્થાનિક સત્તાવાળાઓ

(iii) પ્રોસીક્યુટર્સ

(iv) ચેરિટીઝ

(v) રાજકીય પક્ષો

(vi) સ્થાનિક અને રાષ્ટ્રીય સરકાર

(vii) હેલ્થકેર પ્રોવાઈડર્સ અને હેલ્થ સર્વિસીસ, અથવા

(viii) ગ્રૂમિંગ મારફત અપરાધોના આચરણમાં સંકળાયેલી અન્ય એજન્સીઓ અથવા સંસ્થાઓ

(f) ભવિષ્યમાં આવા અપરાધોનું પુનરાવર્તનનું જોખમ ઓછામાં ઓછું થાય તે માટે આવશ્યક રાષ્ટ્રીય સલામતીની કાર્યવાહીઓની ઓળખ કરવી

(g) બાળકોના રક્ષણ માટે યોગ્ય પદ્ધતિની ઓળખ કરવી

હું તમારા વિશે તો જાણતો નથી, પરંતુ હું જોઈ શકું છું ત્યાં સુધી તો આ સુધારામાં કશું ખોટું કે અનિચ્છનીય નથી. આ સુધારો પાર્લામેન્ટરી સુપરવિઝન-દેખરેખ હેઠળ યોગ્ય ઈન્ક્વાયરી કરવામાં આવે તેમ ઈચ્છે છે. હવે કોઈ પણ રાજકારણી, તેમની રાજકીય વિચારધારાને નજરમાં રાખ્યા વિના આ બાબતે શા માટે ઈનકાર કરવા માગશે?

આપણને 16 જૂને જાણવા મળી જશે કે દરેક સાંસદ આ રાષ્ટ્રીય શરમ સંદર્ભે ક્યાં ઉભા છે. જો તમારા સાંસદ શોષણખોરોનું રક્ષણ કરી રહ્યા હોય તો આગામી ઈલેક્શનમાં તમારે શું કરવું જોઈએ તેની તમને જાણકારી મળી જ જશે.

ગ્રૂમિંગ ગેંગ્સઃ વધુ એક પાર્લામેન્ટરી મતદાન
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.