ઘાનાની આફુઆનો સતત 126 કલાક ગાવાનો વિક્રમ

ઘાનાની આફુઆનો સતત 126 કલાક ગાવાનો વિક્રમ

લોકો અનેક પ્રકારે પોતાની કુશળતા દર્શાવતા રહી નામ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાની કોશિશ કરતા રહે છે. ગિનેસ વર્લ્ડ રેકોર્ડમાં નામ આવે તે બહું મોટું સન્માન ગણાય છે.ઘાનાની આફુઆ અસાન્ટેવા ઓડોનોમે સતત 126 કલાક ગાવાનો નવો વ્યક્તિગત ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે જે અગાઉ ભારતીય નાગરિક સુનિલ વાઘમારેએ 2012માં સતત 105 કલાક ગાઈને સિંગ-એ-થોન (સિંગિંગ મેરેથોન ) વિક્રમ રચ્યો હતો.

અક્રાઃ લોકો અનેક પ્રકારે પોતાની કુશળતા દર્શાવતા રહી નામ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાની કોશિશ કરતા રહે છે. ગિનેસ વર્લ્ડ રેકોર્ડમાં નામ આવે તે બહું મોટું સન્માન ગણાય છે.ઘાનાની આફુઆ અસાન્ટેવા ઓડોનોમે સતત 126 કલાક ગાવાનો નવો વ્યક્તિગત ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે જે અગાઉ ભારતીય નાગરિક સુનિલ વાઘમારેએ 2012માં સતત 105 કલાક ગાઈને સિંગ-એ-થોન (સિંગિંગ મેરેથોન ) વિક્રમ રચ્યો હતો.

ઓડોનોમે રવિવાર 24 ડિસેમ્બર 2023ના દિવસે નવો રેકોર્ડ બનાવવાં ગાવાની શરૂઆત કરી હતી જે ખરેખર શુક્રવાર 29 ડિસેમ્બરના બપોરના 12.00 વાગ્યા સુધી ગાવાની તૈયારી હતી. જોકે, તેની મેડિકલ સપોર્ટ ટીમે શરીર વધુ તણાવ લઈ શકે તેમ ન હોવાનું જણાવતા સવારે 7.00 વાગ્યે આ પ્રયાસ પૂર્ણ કર્યો હતો. જોકે, ગિનેસ વર્લ્ડ રેકોર્ડે તેના દાવાની સત્યતા ચકાસવા અને પુરાવાઓ લેવાના બાકી હોવાના કારણસર હજુ તેને માન્યતા આપી નથી.

આફુઆએ અક્વાબા ગામે ઘાનાના ગીતો ગાઈને નવો વિક્રમ સર્જ્યો હતો જ્યાં, દેશના અગ્રેસર સંગીતકારો અને ઘાનાના વાઈસ પ્રેસિડેન્ટ મહામુદુ બાવુમિઆ સહિત રાજકારણીઓ તેને સપોર્ટ કરવા ઉપસ્થિત રહ્યા હતા. સતત ગાવાના પ્રયાસની સફળતાના પગલે બે સંતાનોની માતા આફુઆ અસાન્ટેવા ઓડોનોમે જણાવ્યું હતું કે પાંચ દિવસ સતત ગાવાનું તેનું સ્વપ્ન સાકાર થયું છે. આફુઆએ સતત ગાવાનું બંધ કર્યા પછી ખાસ ઘાના આવેલા વર્તમાન રેકોર્ડ હોલ્ડર સુનિલ વાઘમારેએ નવો વિક્રમ સર્જવા બદલ તેને અંગત અભિનંદન પાઠવ્યા હતા. ઘાનાવાસીઓ માટે સિંગેથોન 2023થી ક્રિસમસનો તહેવાર યાદગાર અનુભવ બની ગયો હતો. સોશિયલ મીડિયા પર આફુઆને અભિનંદન આપતા મેસેજીસનો ધોધ વહેતો રહ્યો હતો.

ઘાનાની આફુઆનો સતત 126 કલાક ગાવાનો વિક્રમ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.