તમે ટહુક્યાં ને...

તમે ટહુક્યાં ને......

આ સપ્તાહે વાંચો ભીખુભાઈ કપોડિયાની રચના. તેમનો જન્મ કપોડા. (ઈડર) ‘અને ભૌમિતિકા’ કાવ્યસંગ્રહ (1998).

આ સપ્તાહે વાંચો ભીખુભાઈ કપોડિયાની રચના...

(જન્મઃ તા. 8-7-1949)

જન્મ કપોડા. (ઈડર) ‘અને ભૌમિતિકા’ કાવ્યસંગ્રહ (1998)

•••

તમે ટહુક્યાં ને...

તમે ટહુક્યાં ને આભ મને ઓછું પડ્યું...

ટહુકારે એક એક ફૂટી પાંખો ને હવે
આખું ગગન મારું ઝોલે ચડ્યું...
લીલી તે કુંજમાંથી આવ્યા બે બોલ
જેમ ઊજળી કો’ સારસની જોડ,
પાંખનો હેલાર લઈ પાંપણિયે, ઉ૨ મારું ઼
વાંસળીને જોડ માંડે હોડ.
તરસ્યાં હરણાંની તમે પરખી આરત
ગીત છેડ્યું કે કુંજમાંથી ઝરણું દડ્યું...
મોરના તે પીંછામાં વગડાની આંખ લઈ
નીરખું નીરખું ન કોઈ ક્યાંય,
એવી વનરાઈ હવે ફાલી,
સોનલ ક્યાંય તડકાની લ્હાય નહીં ઝાંય.
રમતીલી લ્હેરખીને મારગ ન ક્યાં...ય
વન આખું યે લીલેરા બોલે મઢ્યું.

તમે ટહુક્યાં ને......
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.