તું ત્હારા દિલનો દીવો...

તું ત્હારા દિલનો દીવો......

કવિ, સંપાદક, અનુવાદ. ‘વિશ્વમાનવ’નું સંપાદન. રાજકારણનાં અનેક પાસાંઓ વિશે લખ્યું. ભારતને વિશ્વ પરિસ્થિતિના સંદર્ભમાં જોવાનો પ્રયત્ન કર્યો. કાવ્યસંગ્રહ. ‘સાધના’.

કવિ, સંપાદક, અનુવાદ. ‘વિશ્વમાનવ’નું સંપાદન. રાજકારણનાં અનેક પાસાંઓ વિશે લખ્યું. ભારતને વિશ્વ પરિસ્થિતિના સંદર્ભમાં જોવાનો પ્રયત્ન કર્યો. કાવ્યસંગ્રહ. ‘સાધના’. (જન્મઃ 26-1-1911 • નિધનઃ 10-6-2001)

•••

- તું ત્હારા દિલનો દીવો...

તું ત્હારા દિલનો દીવો થા ને!
ઓ રે! ઓ રે! ઓ ભાયા! તું.
રખે કદી તું ઉછીનાં લેતો પારકાં તેજ ને છાયા;
એ રે ઉછીનાં ખૂટી જશે ને ઊડી જશે પડછાયા!
ઓ રે! ઓ રે ઓ ભાયા! તું.

કોડિયું ત્હારું કાચી માટીનું, તેલ દિવેલ છુપાયાં;
ન્હાનીશી સળી, અડી ન અડી પરગટશે રંગમાયા!
ઓ રે! ઓ રે ઓ ભાયા! તું.
આભના સૂરજ ચન્દ્ર ને તારા, મોટા મોટા તેજરાયા;
આતમનો ત્હારો પ્રગટાવ દીવો, તું વિણ સર્વ પરાયા!
ઓ રે! ઓ રે ઓ ભાયા! તું.

•••

તું ત્હારા દિલનો દીવો......
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.