ધરો ધીરજ

ધરો ધીરજ...

શેખાદમ આબુવાલાનો પહેલો પરિચય ઉમાશંકરના ‘સંસ્કૃતિ’ના અંકોમાં આવતી ગઝલ દ્વારા થયો. વાતોનો અને પ્રેમનો પાતાળકૂવો. ગઝલ એમને હથેળીમાં. પૃથ્વી છંદમાં પણ ગઝલ લખી શકે. પ્રયોગો એમને પ્રિય હતા. પરદેશમાં વસ્યા. વિશેષ તો જર્મનીમાં રહ્યા. ભારત પાછા ફર્યાં. અમદાવાદમાં મરણ. ભારતઝુરાપો એમને વેઠ્યો. સમગ્ર ગઝલો - ‘દીવાને આઝમ’.

શેખાદમ આબુવાલાનો પહેલો પરિચય ઉમાશંકરના ‘સંસ્કૃતિ’ના અંકોમાં આવતી ગઝલ દ્વારા થયો. વાતોનો અને પ્રેમનો પાતાળકૂવો. ગઝલ એમને હથેળીમાં. પૃથ્વી છંદમાં પણ ગઝલ લખી શકે. પ્રયોગો એમને પ્રિય હતા. પરદેશમાં વસ્યા. વિશેષ તો જર્મનીમાં રહ્યા. ભારત પાછા ફર્યાં. અમદાવાદમાં મરણ. ભારતઝુરાપો એમને વેઠ્યો. સમગ્ર ગઝલો - ‘દીવાને આઝમ’. (જન્મઃ 15-10-1929 • નિધનઃ 20-5-1985)

ધરો ધીરજ

ધરો ધીરજ વધુ પડતો પ્રણય સારો નથી હોતો,
અતિ વરસાદ કૈં ખેડૂતને પ્યારો નથી હોતો.
તમારા ગર્વની સામે અમારી નમ્રતા કેવી?
ગગનમાં સુર્યની સામે કદી તારો નથી હોતો.
અગન એની અમર છે મૃત્યુથી પર પ્રેમ છે ઓ દિલ
બળીને ભસ્મ થાનારો એ અંગારો નથી હોતો.
હવે ચાલ્યા કરો ચાલ્યા કરો બસ, એ જ રસ્તો છે
ત્યજાયેલા પથિકનો કોઈ સથવારો નથી હોતો.
જરી સમજી વિચારી લે પછી હંકાર હોડી ને,
મુહબ્બતના સમંદરને કદી આરો નથી હોતો.
ચમકતાં આંસુઓ જલતા જિગરનો સાથ મળવાનો
ન ગભરા દિલ પ્રણયનો પંથ અંધારો નથી હોતો.
ઘણાં એવાંય તોફાનો ઉઠે છે મનની નગરીમાં,
કે જેનો કોઈ અણસારો કે વર્તારો નથી હોતો.
ફક્ત દુઃખ એ જ છે એનું તરસ છીપી નથી શકતી
નહીંતર પ્રેમનો સાગર કદી ખારો નથી હોતો.

•••

ધરો ધીરજ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.