ફરી વતનમાં...

ફરી વતનમાં......

પ્રબોધ ભટ્ટનો જન્મ કોટડાસાંગાણી, જિલ્લો રાજકોટ. વતન ભાવનગર. સાદરામાં અવસાન. ‘અંતરિક્ષ’ અને ‘સરોરુહ’ એમના કાવ્યસંગ્રહો.

આ સપ્તાહે પ્રબોધ ભટ્ટ

• જન્મઃ 20-12-1919 • નિધનઃ 14-2-1973

પ્રબોધ ભટ્ટનો જન્મ કોટડાસાંગાણી, જિલ્લો રાજકોટ. વતન ભાવનગર. સાદરામાં અવસાન. ‘અંતરિક્ષ’ અને ‘સરોરુહ’ એમના કાવ્યસંગ્રહો.

•••

ફરી વતનમાં...

જૂના રે વડલા ને જૂના ગોંદરા,
જૂની સરોવર-પાળ;
જૂનાં રે મંદિરે જૂની ઝાલરો
બાજે સાંજસવાર;
એથીયે જૂની મારી પ્રીતડી.

ઘેરાં રે નમેલાં ઘરનાં ખોરડાં,
ઘેરા મોભ ઢળન્ત;
ઘેરી રે ડુંગરાળી મારી ભોમકા,
ઘેરા દૂરના દિગન્ત;
એથીય ઘેરી મારી વેદના.

ઘેલી રે ઘૂમે ગોરી ગાવડી,
ઘેલાં પંખી પવન;
ઘેલી રે ગોવાલણ ગોપની,
સુણી બંસી સુમંદ,
એથીયે ઘેલી મારી ઝંખના.
મનની માનેલી ખેલે મસ્તીઓ
આંગણ બાળક-વૃન્દ;
ફૂલડાં ખીલે ને ખેલે તોરમાં
માથે મસ્ત પતંગ,
એથીયે મસ્તાની મારી કલ્પના.

સૂના રે ઊભા આજે ઓરડા,
સૂના મોભ ઢળન્ત;
સૂની રે સન્ધ્યાને ઓળે ઓસરી,
સૂની ખાટ ઝૂલન્ત,
એથીયે સૂની રે ઝૂરે જિંદગી.

ફરી વતનમાં......
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.