ભારત-વિભાજન: અસીમિત ભારતીય પીડાની તવારીખ...

1947 પછી ત્રણ-ચાર પેઢી બદલાઈ ગઈ. તે પછી પાકિસ્તાનનું એક વધુ વિભાજન થયું અને પૂર્વ પાકિસ્તાન ‘બાંગલા દેશ’ બન્યું. નેપાળ, મ્યાંમાર, શ્રીલંકા અલગ દેશો અને સત્તાના કેન્દ્ર બન્યા. તિબેટને ચીની અજગરે હડપી લીધું, તેના રાજકીય-ધાર્મિક વડા દલાઇ લામા વર્ષોથી ભારતમાં છે. ધર્મશાળા - હિમાચલ પ્રદેશમાં તેમની અસ્થાયી તિબેટ સરકારની રાજધાની છે. પાકિસ્તાને આક્રમણથી પ્રાપ્ત કરેલું કાશ્મીર પીઓકે (પાકિસ્તાન ઓકયુપાઈડ કાશ્મીર) અને ‘આઝાદ કાશ્મીર’ના નામે અસ્તિત્વ ધરાવે છે, ત્યાં પાકિસ્તાની સેના અને પાકિસ્તાની આતંકવાદીઓની છાવણીઓ છે. બન્ને સાથે મળીને ભારતીય કાશ્મીરમાં હિંસાખોરી અને અલગાવવાદ માટે 1948થી પ્રયાસરત છે.

1947 પછી ત્રણ-ચાર પેઢી બદલાઈ ગઈ. તે પછી પાકિસ્તાનનું એક વધુ વિભાજન થયું અને પૂર્વ પાકિસ્તાન ‘બાંગલા દેશ’ બન્યું. નેપાળ, મ્યાંમાર, શ્રીલંકા અલગ દેશો અને સત્તાના કેન્દ્ર બન્યા. તિબેટને ચીની અજગરે હડપી લીધું, તેના રાજકીય-ધાર્મિક વડા દલાઇ લામા વર્ષોથી ભારતમાં છે. ધર્મશાળા - હિમાચલ પ્રદેશમાં તેમની અસ્થાયી તિબેટ સરકારની રાજધાની છે. પાકિસ્તાને આક્રમણથી પ્રાપ્ત કરેલું કાશ્મીર પીઓકે (પાકિસ્તાન ઓકયુપાઈડ કાશ્મીર) અને ‘આઝાદ કાશ્મીર’ના નામે અસ્તિત્વ ધરાવે છે, ત્યાં પાકિસ્તાની સેના અને પાકિસ્તાની આતંકવાદીઓની છાવણીઓ છે. બન્ને સાથે મળીને ભારતીય કાશ્મીરમાં હિંસાખોરી અને અલગાવવાદ માટે 1948થી પ્રયાસરત છે.

ભારત-વિખંડન માટેના પાકિસ્તાની પ્રયાસો કાયમ રહ્યાં છે. તે કાશ્મીર, આસામ, અરુણાચલ, અને ભારત-પાકિસ્તાન સરહદે ઉત્પાત અને ઘૂસણખોરી માટે કામ કરે છે. બંગાળ પણ તેવા અલગાવના આયોજનમાં પાકિસ્તાને સમાવિષ્ટ કર્યું છે. પૂર્વ પાકિસ્તાન જ્યારે બાંગ્લા દેશ નહોતું બન્યું ત્યારે તેના નેતા શેખ મુજીબુર રહેમાને એક પુસ્તક લખ્યું હતું: ‘EASTERN PAKISTAN: IT'S POPULATION, DETERMINATION AND ECONOMICS’.
તેમાં ભારત વિષેની પાકિસ્તાની દૃષ્ટિનો પરિચય થાય છે. શેખે લખ્યું હતું કે ‘Because Eastern Pakistan must have sufficient land for its huge population and Assam will give you full scope for expansion and because Assam has abundant forest and mineral resources, coal, petroleum etc, Eastern Pakistan must have include Assam to be financially and economically strong.’
શેખ મુજીબુરનું આ વલણ પૂર્વ પાકિસ્તાનની રચના સમયનું હતું, પણ પછી પશ્ચિમ પાકિસ્તાને તેના પર આક્રમણ કર્યું ત્યારે આંખ ઊઘડી. સંઘર્ષ થયો. મુક્તિવાહિની રચાઇ. ભારતીય સેનાએ મદદ કરી, અને નવો દેશ ‘બાંગ્લા દેશ’ રચાયો. પણ એ વાત ભૂલવી જોઈએ નહિ કે આસામે શરૂઆતથી જ ભારતનો ભાગ રહે તે માટે મોટી લડત આપી હતી.

1825માં અંગ્રેજોની વિરુદ્ધ પહેલી વાર અહોમ રાજવંશના ગોમંધરે શસ્ત્રો ઉઠાવ્યા, જનજાતિઓએ તેને સમર્થન આપ્યું. 400 મરણિયા સૈનિકો સાથે તે લડ્યો હતો, તે પહેલાં મુઘલ શાસન સામે વીર લચીતની લડત ઐતિહાસિક રહી (ઘૂસણખરો સામે 1980માં ચાલેલા આસામ આંદોલનમાં યુવકોનો આદર્શ આ લચિત હતો). લચિત પછી 1857માં મણિરામ સહિત અનેકોએ બલિદાન આપ્યાં, તે પછી પણ વનવાસી વિદ્રોહ ચાલુ રહ્યો. આધુનિક સમયે 1916માં આસામ સંરક્ષિણી સભા રચાઇ, બંગ-ભંગનો હેતુ જ મુસ્લિમો માટે અલગ રાજ્યનો હતો. આસામમાં પણ એવા પ્રયત્નો થયા. મેમનસિંઘ અલગાવનું કેન્દ્ર બન્યું. આસામ મુસ્લિમ પોલિટિકલ કોન્ફરન્સમાં એવો ઠરાવ થયો કે સિલહટ, જેંતીયા પરગણા, ચાના બગીચા જોડીને એક ઇસ્લામી પ્રદેશ ઊભો કરવો. 1923માં તનજીમ અને તબલીગની સ્થાપન થઈ. આર્યસમાજ અને સ્વામી શ્રદ્ધાનંદ સક્રિય થયા.

રિપોર્ટ ઓફ ધ લાઇન સિસ્ટમ કમિટીનો 1938નો અહેવાલ દર્શાવે છે કે દસ વર્ષમાં બ્રહ્મપુત્ર ઘાટીમાં મુસ્લિમ વસતિ વધીને 5,94,981 થઈ, 1931માં 9,53,299નો વધારો થયો. 1941માં 23 ટકા થઈ ગઈ. તેઓ જમીનનો દસ્તાવેજ ના હોય તો પણ આખેઆખા ગામ હસ્તગત કરતાં રહ્યાં. ખુદ ડો. રાજેન્દ્રપ્રસાદે તેમની આત્મકથા ‘ઈન્ડિયા ડિવાઇડેડ’માં નોંધ્યું છે કે અહીં જમીન મહેસૂલના કાયદા બે-મતલબનાં બની ગયા છે, તેઓ ધારે ત્યાં રાતોરાત ઝૂપડા ઊભા કરી દેતા હોય છે.
1937માં 33 ટકા વસતિને કારણે સર સાદુલ્લાની સરકાર રચાઇ, બીજી વાર પણ એવું બન્યું. તેણે જે કરવું હતું તે કરી લીધું. વધુ અનાજ વાવો યોજનાના નામે બીજા પ્રદેશોમાંથી મુસ્લિમોને બોલાવ્યા, તેઓ માલિક થઈ બેઠા અને ‘ઉપર અલ્લા, નીચે સાદુલ્લા’ લોકપ્રિય ઉક્તિ બની ગઈ. સુભાષચંદ્ર બોઝે આવીને ગોપીચંદ બાર્ડોલોઇને સરકાર બનાવવાનું કહ્યું તો મૌલાના આઝાદે તેનો વિરોધ કર્યો. ફખરૂદીન અલી અહમદ (જે સ્વતંત્ર ભારતમાં રાષ્ટ્રપતિ બન્યા)નું માનવું એવું હતું કે સાદુલ્લા યોગ્ય કરે છે, જો કોંગ્રેસને મુસ્લિમોનો ટેકો મેળવવો હોય તો મેમનસિંઘથી લાખો મુસ્લિમો ભલે સ્થાયી થાય. 1946માં કેબિનેટ મિશન અને અસમને સી ગ્રેડમાં સામેલ કરાયું, તે ડી-ફેકટો પાકિસ્તાન જ હતું તેમ અસમિયા અખબારોએ લખ્યું. ગ્રૂપિંગ એક્શનનો ભારે વિરોધ થયો. તે પ્રયોગ ચાલી શક્યો નહિ.
1946માં આસામ બચી ગયું, પણ સ્વતંત્ર ભારતમાં તેની ઉપેક્ષાને લીધે ઘૂસણખોરોને મોકો મળ્યો, તેની સામે આંદોલનો થયા. હિંસા અને ગોળીબાર ઉમેરાયા. ઘૂસણખોરો મતદાર બની બેઠા હતાં તે બહાર આવ્યું. ચીની આક્રમણે સમગ્ર પૂર્વોત્તરને હચમચાવી મૂક્યું. 60 જેટલા અલગાવવાદી સંગઠનો ઊભા થયા. પરિણામે અખંડ ભારત તો ઠીક, વિભાજિત ઇશાન ભારતનો ખતરો નાગાલેંડથી મણિપુર ત્રિપુરા અને મિઝોરમ સુધી વિસ્તાર પામ્યો.

આ તો થઈ આસામ અને પૂર્વોત્તર ભારતની વાત. હિમંતા બિસવા શર્મા જેવું નેતૃત્વ ઊભું થયું તેણે સમનું ચિત્ર બદલાવ્યું છે, પણ ત્રિપુરા જેવા રાજ્યમાં તેવું બની શક્યું નથી, મુશ્કેલ પણ છે. ભારતવર્ષમાં અનેક આંદોલનો અને વિચારોમાં ભારત-ભક્તિની જગ્યા વોટ બેન્કે લીધી છે. તેનું નિવારણ જાગૃત રાષ્ટ્રપ્રેમી માનસિકતાથી જ થઈ શકે.

હજુ ભારત-વિભાજનનો પડછાયો દૂર થયો નથી. પાકિસ્તાને પોતાના કર્મોનું ફળ ભોગવવાનો વારો આવ્યો છે. પંજાબી સૈનિકોનું વર્ચસ્વ, અય્યાશી અને ઝનૂની નેતાગીરી, એકબીજાને સમાપ્ત કરી દેવાની ખતરનાક પ્રવૃત્તિ, આતંકવાદી અને રૂઢિચુસ્ત મૌલવી મુલ્લાઓનું વર્ચસ્વ, કથળી ગયેલી આર્થિક હાલત, બલૂચિસ્તાન અને બીજે પ્રજાકીય વિપ્લવ, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની વચ્ચે હુમલાઓ... આ બધા પરિબળોએ ભેગાં મળીને પાકિસ્તાનને તૂટી ગયેલા દેશમાં ફેરવી નાખ્યો છે.

ભારતના ભાગલા એક મોટી, ઐતિહાસિક ટ્રેજેડી છે, તેના નિર્માતાઓમાં અનેક ખલનાયકોએ ભાગ ભજવ્યો. બ્રિટિશ શાસકો તેમાં ભાગીદાર બન્યા. ગાંધીજી એ દિવસોમાં ભારે હતાશ હતાં. કોંગ્રેસ પણ તેનું કશું માનવા તૈયાર નહોતી તેવું નિરીક્ષણ તે સમયના કોંગ્રેસ નેતા તરીકે ડો. રામમનોહર લોહિયાએ તેમના પુસ્તક ‘ગિલ્ટિ મેન ઓફ પાર્ટિશન’માં નોંધ્યું છે. મૌલાના આઝાદનું ‘ઈન્ડિયા વિન્સ ધ ફ્રીડમ’ પુસ્તક પોતાની રીતે લખ્યું. તેઓ એટલા બધાં ડરતાં હતાં કે પોતાની હયાતીમાં છપાશે તો કેવા પ્રત્યાઘાત આવશે. એટલે મૃત્યુ પછી પ્રકાશનની સૂચના આપી હતી. ડો. લોહિયાએ મૌલાના આઝાદના આ પુસ્તકના જવાબરૂપે જ પુસ્તક લખ્યું હતું.

ભારતના ભાગલા અને ઘાતક પરિણામો વિષે ‘ગાંધી’ ફિલ્મ જાણીતી છે, લેરી કોલિન્સ અને દોમિનિક લેપીયરનું પુસ્તક ‘ફ્રીડમ એટ મિડનાઇટ’ તેનો આધાર હતો. તેમાં લોર્ડ માઉન્ટ બેટનને બીજાથી સવાયા બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એચ.વી. શેષાદ્રીનું ‘ધ ટ્રેજિક સ્ટોરી ઓફ પાર્ટિશન’, ખુશવંત સિંઘની નવલકથા ‘ટ્રેન ટુ પાકિસ્તાન’, રીતા કોઠારીનું ‘ધ બર્ડન ઓફ રેફયુજ’, વિષ્ણુ પંડયાના ‘ભારતીય સરહદો - સળગતી સમસ્યા’ અને ‘રક્તરંજિત પંજાબ’, ગુજરાત બિરાદરીના ‘સીમા પર સાવધાન’ તથા ‘ઝીણા: ભારત વિભાજન કે આયને મેં’ (હિન્દી અને અંગ્રેજી), પીટર હાર્ડીનું ‘ધ મુસ્લિમ ઓફ બ્રિટિશ ઈન્ડિયા’, ફાતિમા ઝીણાનું ‘માય બ્રધર’, સરોજિની નાયડુનું ઝીણાના વિષેનું જીવનચરિત્ર, ‘ટ્રાન્સફર ઓફ પાવર્સ’ (વિભાજનના દસ્તાવેજો), પ્યારેલાલનું ‘ધ લાસ્ટ ફેઝ’, ‘ઈન્ડિયા ફ્રોમ કર્ઝન ટુ નેહરુ’ - લેખક દુર્ગા દાસ, ચૌધરી ખલીકુજજમનું ‘પાથવે ટુ પાકિસ્તાન’, જી.ડી. ખોસલાનું હિજરતીઓ વિષેનું પુસ્તક, કનૈયાલાલ મુનશીનું ‘અખંડ ભારત’, ડો. શ્યામપ્રસાદ મુખર્જીની જીવની, ‘સુભાષ-ઝીણા પત્રવ્યવહાર’ સંપાદક એસ. કયુમ, સર એટલીનું ‘એઝ ઈટ હેપન્ડ’, ‘ટેન યર્સ ઓફ ફ્રીડમ’ - કાનજી દ્વારિકાદાસ, એચ.એમ. સિરવાઈનું ‘ભારત વિભાજનઃ દંતકથાઓ અને વાસ્તવિકતા’, વી.પી. મેનનના દળદાર ગ્રંથ ‘ધ ટ્રાન્સફર ઓફ ઈન્ડિયા’, પીલુ મોદીનું ‘માય ફ્રેન્ડ ઝુલ્ફી...’ આ કેટલાંક એવા પુસ્તકો છે, જે અખંડ ભારતથી વિભાજિત ભારતની ભૂમિકાથી પરિચિત કરાવે છે.

ભારત-વિભાજન: અસીમિત ભારતીય પીડાની તવારીખ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.