મનમાં એક સવાલ છે...

કવયિત્રી રાધા વ્યાસ મૂળે ગુજરાતના વતની છે, પરંતુ હાલમાં કેનેડા વસે છે. તેમનું સાહિત્ય સર્જન યુનિવર્સિટી ઓફ વોટરલુના પ્રકાશનો ઉપરાંત પેપર વ્હીફ, બ્રૂકએજ એકેડેમી, વર્ડપ્રેસ સહિતની વેબસાઇટ પર ઓનલાઇન પ્રકાશિત થઇ ચૂકી છે.
કવયિત્રી રાધા વ્યાસ મૂળે ગુજરાતના વતની છે, પરંતુ હાલમાં કેનેડા વસે છે. તેમનું સાહિત્ય સર્જન યુનિવર્સિટી ઓફ વોટરલુના પ્રકાશનો ઉપરાંત પેપર વ્હીફ, બ્રૂકએજ એકેડેમી, વર્ડપ્રેસ સહિતની વેબસાઇટ પર ઓનલાઇન પ્રકાશિત થઇ ચૂકી છે. તેઓ તેમનું સાહિત્ય સર્જન ઇન્સ્ટાગ્રામ પેજ bein_gwritter પર નિયમિત પોસ્ટ કરતાં રહે છે.
•
મનમાં એક સવાલ છે...
મનનાં અનેક સવાલ છે
સમય રહેતા જરાક સાંભળી લેજે
જવાબ એ ઘડીએ ન દેવાય
તો બસ સાથ થામી દેજે;
જાણ તો બધીય છે તને
નાહક અજાણ બને છે!
વેરાન આંખો ને તું
અમથી રસધાર કરે છે
