મારી નાડ તમારે હાથ
45 વર્ષનું આયખું જીવીને ચિરવિદાય લઈ ગયેલા આ સર્જક લૌકિક અને આધ્યાત્મિક પ્રકારનાં અને મધ્યકાલીન કવિતાની પરંપરાને અનુસરતાં કાવ્યો માટે જાણીતા હતા. કવિ કેશવરામ ભટ્ટ 19મી સદીની સુધારાવિરોધી અને વૈદિક પરંપરાનો પુરસ્કાર કરતી સંસ્થા ‘વેદધર્મ સભા’ના વર્ષો સુધી મંત્રી તથા તેના મુખપત્ર ‘આર્યધર્મ પ્રકાશ’ના તંત્રી રહ્યા હતા. એ સામયિક માટે તેમણે ઘણા લેખો લખ્યા, અનુવાદો કર્યા, પણ તેમાંનું ભાગ્યે જ કશું ગ્રંથસ્થ થયું છે. ગાંધી આશ્રમ ભજનાવલિમાં સ્થાન પામેલાં તેમનાં ચાર ભજનોમાંથી એક અહીં રજૂ કરી છે. (જન્મઃ 1851 • નિધનઃ 1896)

•
- મારી નાડ તમારે હાથ
- કેશવ હરિરામ ભટ્ટ
મારી નાડ તમારે હાથ હરિ સંભાળજો રે...
આદિ અનાદિ વૈદ છો સાચા, કોઈ ઉપાય વિશે નહીં કાચા,
વધુ ન ચાલે વાચા, વેળા વાળજો રે..
મારી નાડ તમારે હાથ હરિ સંભાળજો રે...
પથ્યાપથ્ય નથી સમજાતું, દુ:ખ સદૈવ રહે ભરાતું,
મને હોય જે થાતું, નાથ નિહાળજો રે..
મારી નાડ તમારે હાથ હરિ સંભાળજો રે...
વિશ્ર્વેશ્ર્વર ના મને વિસારો, આપને હાથ છું પાર ઉતારો,
મહા મૂંઝારો મારો નટવર ટાળજો રે..
મારી નાડ તમારે હાથ હરિ સંભાળજો રે...
કેશવ હરિ મારું શું થાશે ? ઘાણ વળ્યો જો ગઢ ઘેરાશે,
લાજ તમારી જાશે, ભૂધર ભાળજો રે..
મારી નાડ તમારે હાથ હરિ સંભાળજો રે...
•••