મારી માવડી

મારી માવડી...

મારી માવડી પ્રથમ પ્રણામ હંમેશા તારા ચરણોમાં. જેણે માન્યું મને રતન અને કીધા અમારા કાયાના જતન... નવ નવ મહિના પેટમાં ઉંચકી સાચવ્યા અને જન્મ પછી પણ અમને જતનથી ઉછેરીયા. અમારા માટે ઉજાગરા કર્યાં અને અમારા જીવન પંથ પર ફૂલ પાથરી અને અમારી ખુશીમાં તું ખુશ થતી.

‘ગુજરાત સમાચાર’ની માનવસેવાને વંદન...

આદરણીય શ્રી સી.બી. પટેલ તેમજ ગુજરાત સમાચારના સર્વે સહયોગીઓ... આપ સર્વેને મારા નમસ્કાર..
આ સાથે મારા અંતરમાંથી સરી પડેલ શબ્દો, મા માટેના તે હું ‘મારી માવડી’ના લેખરૂપે આપને મોકલી રહી છું. ખૂબ જ આશા છે કે અમારા ‘ગુજરાત સમાચાર’માં માનો લેખ સમાવેશ કરી શકશો તો ખૂબ જ આભારી થઈ. આપને ધન્યવાદ...
‘ગુજરાત સમાચાર’ની રાહ જોતી બેઠી હોઉં છું અને વાંચું નહીં ત્યાં સુધી મનને શાંતિ થતી નથી. આપ સર્વેને ‘ગુજરાત સમાચાર’ના માધ્યમથી માનવસેવા કરવા માટે ધન્યવાદ. લગભગ 30 વર્ષથી સબસ્ક્રાઇબર છું. આપે વડીલ સન્માન રાખ્યું છે તે ગૌરવને પાત્ર છે. ધન્યવાદ. કયા મહિનામાં હશે? મારા પતિ સુરૂ કક્કડ આ વર્ષે 85 વર્ષના થશે અને હું આગામી 10 જૂનના 80 વર્ષની થઈશ તો શું અમારો સમાવેશ થઈ શકે? મારા ઈમેઈલ આઈડી પર જાણ કરશો... આપ સર્વેને ફરી એક વખત ખૂબ ધન્યવાદ અને હંમેશા આપ સર્વેને આપની સેવા - આપણી સંસ્કૃતિને જીવંત રાખવાના આપના કાર્યને વંદન...
- નીમા સુરુના નમસ્કાર સાથે જય શ્રીકૃષ્ણ અને જય જય શ્રી જલારામ

•••

મારી માવડી
લેખિકાઃ નીમા સુરુ કક્કડ

મારી માવડી પ્રથમ પ્રણામ હંમેશા તારા ચરણોમાં. જેણે માન્યું મને રતન અને કીધા અમારા કાયાના જતન... નવ નવ મહિના પેટમાં ઉંચકી સાચવ્યા અને જન્મ પછી પણ અમને જતનથી ઉછેરીયા. અમારા માટે ઉજાગરા કર્યાં અને અમારા જીવન પંથ પર ફૂલ પાથરી અને અમારી ખુશીમાં તું ખુશ થતી.
મારી વ્હાલી માવડી તેં તો માન્યું મને રતન, પણ તને શું ઉપમા આપવી? જડતો નથી મને શબ્દ. તું હંમેશા અમારા જીવનમાં સુગંધ પાથરે છે તો શું તને ગુલાબ કહું? અને ના રે ના, સાંજ પડે તેની સુવાસ ઓછી થઈ જાય છે જ્યારે મારી માડીનો પ્રેમ તો બારેમાસ અવિરત વહે છે. તો શું તને મધ કહું કારણ હંમેશા મીઠી મધ જેવી તારી વાણી હોય છે પણ ના રે ના રે મને તો કવિ બોટાદકરની કવિતા સાંભરી, ‘મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથીયે મીઠી મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ...’ માવડી તારી જોડ ગોતું છું, પણ તું તો અજોડ છે. માવડી તારા પ્રેમના દરિયાની કોઈ મર્યાદા નથી. બધા જ ભાઈ-બહેનોને તારા દરેક બાળકને તારા પ્રેમના ઉછળતાં મોજામાં અમને ભીંજવી અમી છાંટણા કરી અમને ભાગ્યશાળી બનાવે છે.

તારું દરિયાવ દિલની કૃપા અમારા પર હંમેશા વરસે છે પણ તને દરિયો નહીં કહીએ કારણ કે દરિયો તો ખારો છે, જ્યારે અમારી માવડી તો મધથી પણ મીઠી છે. તો આ મધથીયે મીઠીનો શબ્દ શું હશે? તેથી તો તું અજોડ છો. અરે ઈશ્વર સાથે પણ તારી સરખામણી નથી કરી શકતા કારણ કે ઈશ્વરી દુનિયામાં તો સુખ અને દુઃખ, મંદિરમાં પ્રભુની મૂર્તિ સામે બેસવાથી જે શાંતિ અનુભવાય છે તેથી યે વધુ શાંતિની અનુભૂતિ મા તારા ખોળામાં માવડી તારા સાંનિધ્યમાં થાય છે. અને મને પેલી નાનપણની કવિતા યાદ આવે છે, ‘મને કહોને પરમેશ્વર કેવા હશે, કેવા હશેને ક્યાં રહેતા હશે’ હવે મોટા થતાં સમજાયું કે પરમેશ્વર મારી માવડીના સ્વરૂપે મારા ઘરમાં જ બિરાજે છે. અનેક દિવડાં પ્રગટાવીને તારી ઉતારવાનું મન થાય પણ મા તું તો ‘પાવર હાઉસ’ છો. અને આ તારા પાવર હાઉસના કિરણોથી અમારા માટે જ્ઞાનનો દીપક પ્રગટાવે છે. અમોને અંધકારમાં પણ પ્રકાશ આપે છે.

માવડી આ તારા પાવર હાઉસની અખૂટ અમૂલ્ય શક્તિની પ્રત્યેક ક્ષણે માનો અવતાર લે છે. અને અમારું રક્ષણ કરે છે. મા અન્નપૂર્ણા, મા સરસ્વતી બની સો શિક્ષકની ગરજ સારે છે. અમારા જ્ઞાનના દીપક પ્રગટાવ્યા છે, અને જ્યારે જ્યારે જરૂર પડે મા દુર્ગા અને મા મહાકાળી બની અમારી મુશ્કેલીનું કવચ બની અમારી રક્ષા કરી છે. નાના હતા તો ડર લાગે તો તારા ખોળામાં દોડી જઈને તારા પાલવમાં સંતાઈ દુનિયાની સૌથી સલામત જગ્યા શોધી લેતા. માવડી તને શત-શત વંદન. માવડી કદાચ તારા હાલરડાં સાંભળી સાંભળીને હું કવિતા શીખી અને તારા ધાવણની ધારાએ ધારાએ શબ્દો શીખી તો આજે શબ્દોની ફૂલમાળા તારી પ્યારી ગ્રીવામાં પહેરાવી પ્રીતે દઉં છું. તારી ચરણરજની રેણુના શત-શત વંદન...

મારી માવડી...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.