લીડરશિપ બહુ મોટો ઉદ્દેશ છે, તમારા જેવા વધુનું સર્જન કરોઃ નવિતા યાદવ

આપણા મહેમાનઃ નવિતા યાદવ
વિસ્ત્રા ગ્રૂપના મેનેજિંગ ડાયરેક્ટર અને કેપિટલ માર્કેટ્સના ગ્લોબલ હેડ
ફાઈનાન્સિયલ સર્વિસીસ ઈન્ડસ્ટ્રીમાં યુરોપિયન અને એશિયન માર્કેટ્સમાં પૂર્વથી પશ્ચિમના લીડરશિપ અનુભવોનું અનોખું સંયોજન ધરાવતાં વરિષ્ઠ સભ્ય,નવિતા યાદવ વિસ્ત્રા ગ્રૂપના મેનેજિંગ ડાયરેક્ટર અને કેપિટલ માર્કેટ્સના ગ્લોબલ હેડ છે. લંડનમાં વસવાટ સાથે તેઓ 3 મોટા કેપિટલ માર્કેટ્સમાંના એક અને વૈશ્વિક પ્રાઈવેટ કેપિટલ પ્રોવાઈડર્સની જવાબદારીનું વહન કરે છે. નવિતા ભારત અને સાઉથ એશિયામાં ફાઈનાન્સિયલ સર્વિસીસ બિઝનેસના સંચાલનનો પણ મજબૂત અનુભવ ધરાવે છે જ્યાં તેમણે અગાઉ CEO અને બોર્ડ પોઝિશન્સની કામગીરી પણ બજાવી છે.
આપણા મહેમાનઃ નવિતા યાદવ
વિસ્ત્રા ગ્રૂપના મેનેજિંગ ડાયરેક્ટર અને કેપિટલ માર્કેટ્સના ગ્લોબલ હેડ
ફાઈનાન્સિયલ સર્વિસીસ ઈન્ડસ્ટ્રીમાં યુરોપિયન અને એશિયન માર્કેટ્સમાં પૂર્વથી પશ્ચિમના લીડરશિપ અનુભવોનું અનોખું સંયોજન ધરાવતાં વરિષ્ઠ સભ્ય,નવિતા યાદવ વિસ્ત્રા ગ્રૂપના મેનેજિંગ ડાયરેક્ટર અને કેપિટલ માર્કેટ્સના ગ્લોબલ હેડ છે. લંડનમાં વસવાટ સાથે તેઓ 3 મોટા કેપિટલ માર્કેટ્સમાંના એક અને વૈશ્વિક પ્રાઈવેટ કેપિટલ પ્રોવાઈડર્સની જવાબદારીનું વહન કરે છે. નવિતા ભારત અને સાઉથ એશિયામાં ફાઈનાન્સિયલ સર્વિસીસ બિઝનેસના સંચાલનનો પણ મજબૂત અનુભવ ધરાવે છે જ્યાં તેમણે અગાઉ CEO અને બોર્ડ પોઝિશન્સની કામગીરી પણ બજાવી છે.
તેઓ 24 વર્ષથી ફાઈનાન્સિયલ સર્વિસીસ સેક્ટરમાં સક્રિય છે અને તેમના સ્પેશિલાઈઝેશનમાં કોર્પોરેટ બેન્કિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાઈનાન્સ, પબ્લિક ડે્ટ માર્કેટ્સ, પ્રાઈવેટ ઈક્વિટી અને પ્રાઈવેટ ડેટ એસેટ ક્લાસીસ માટે ફાઈનાન્સિયલ પ્રોડક્ટ્સના વિકાસ, સ્ટ્રક્ચર્ડ ફાઈનાન્સ એન્ડ કોર્પોરેટ ઈસ્યુઅન્સ ફોર ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ફાઈનાન્સિયલ સર્વિસીસ, કોમર્શિયલ બેન્કિંગ, રિસ્ક મેનેજમેન્ટ એન્ડ ટેક પ્લેટફોર્મ્સ, બેન્કિંગ અને ફાઈનાન્સિયલ સેક્ટર માટે રેગ્યુલેટરી ફ્રેમવર્ક્સ અને પોલિસી ઈન્ટરફેસનો સમાવેશ થાય છે. તેમના નેતૃત્વ હેઠળ ભારતમાં વિસ્ત્રાનો વિકાસ સૌથી મોટા ડેટ માર્કેટ ઈન્ટરમીડિએટરીઝમાં એક તરીકે થયો છે.
ક્વોલિફિકેશન્સઃ
• યુનિવર્સિટી ઓફ દિલ્હી- ભારત – ફાઈનાન્સિયલ મેનેજમેન્ટમાં સ્પેશિલાઈઝેશન સાથે બેચલર ઓફ કોમર્સ
• ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, કોલકાતા, ભારત – ઈન્ટરનેશનલ બિઝનેસ સ્પેશિલાઈઝેશન
એવોર્ડ્સ અને યશકલગીઓઃ
• ધ એસોસિયેશન ઓફ ઈન્ટરનેશનલ વેલ્થ મેનેજમેન્ટ ઓફ ઈન્ડિયા (AIWMI) દ્વારા 2019માં ‘ઈન્ડિયાઝ ટોપ 100 ‘વિમેન ઈન ફાઈનાન્સ’ની લીડીંગ કેટેગરીમાં એવોર્ડ
• લિન્ક્ડઈન દ્વારા અપાયેલો ‘મોસ્ટ પાવર પ્રોફાઈલ ઈન ફાઈનાન્સિયલ સર્વિસીસ – 2016 ’એવોર્ડ
• વર્લ્ડ લીડરશિપ કોંગ્રેસ દ્વારા 2014માં ધ વુમન લીડરશિપ એચિવમેન્ટ એવોર્ડ
મહિલાઓ માટે મંત્રઃ તમારી જાતમાં વિશ્વાસ રાખો, કદી હિંમત હારશો નહિ
નવિતા યાદવ સાથે પ્રશ્નોત્તરીઃ
• પ્રશ્નઃ યુકેના તમામ વિસ્તારોમાંથી માઈગ્રન્ટ્સની સૌથી વધુ સંખ્યા લંડનમાં છે. આ સંજોગો-પરિપ્રેક્ષ્યમાં નેતા તરીકે તમે ‘સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ’ થીઅરીની વ્યાખ્યા કેવી રીતે આપશો?
ઉત્તરઃ ઈન્ટરનેશનલ લીડરશિપ ટીમ માટે લંડન મોટા ભાગે વિશ્વમાં કેન્દ્ર તરીકે રહે છે. તમારા મથકની પસંદગીના ધોરણોમાં બજારો, ટીમ અને સ્ટેકહોલ્ડર્સની નિકટતાનો સમાવેશ થાય છે.બજારની નાડ પારખી શકવી તથા કસ્ટમર્સ અને સમગ્રતયા સમાજની તકલીફના મુદ્દાનું નિરાકરણ લાવતા ઉપાયો તૈયાર કરવાનું પણ મહત્ત્વ છે. પ્રોફેશનલ વિશ્વમાં ‘સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ’ નો અર્થ માઈગ્રેશન સાથે નહિ પરંતુ, તમારી માનસિકતા અને જે મૂલ્યોનું તમે સર્જન કરો છો તે સંબંધિત છે. તમે જે પણ વિશ્વ કે ક્ષેત્રમાં હો ત્યાં કોઈ શોર્ટકટ્સ હોતા નથી.
• પ્રશ્નઃ તમે નેતા-લીડરની વ્યાખ્યા શું આપશો?
ઉત્તરઃ લીડરશિપ એ વધુ નેતાઓના સર્જન વિશે છે. નેતાઓ પ્રામાણિકતા, રચનાત્મક અભિગમ, જનૂન-જોશ, કલ્પનાદૃષ્ટિ, આત્મવિશ્વાસ, ઉત્તરદાયિત્વ, પ્રગતિશીલ માનસિકતા, પ્રબંધન, કોમ્યુનિકેશન અને સશક્તિકરણ સંદર્ભે જોવાય છે. આપણે એ જ છીએ જે સતત કરતા રહીએ છીએ. નેતાઓ સાતત્ય સાથે આ ગુણો પ્રદર્શિત કરે છે જે નવા નેતાઓ અને અનુસરણ કરનારાને પ્રભાવિત કરવાનો શક્તિશાળી માર્ગ છે. લીડરશિપ એ કોઈ સત્તા કે ઓથોરિટીની બાબત નથી, તમારી પાસે સત્તા હોય જ નહિ પરંતુ, તમારા બિઝનેસ અથવા તમારા સહયોગીઓ અથવા તમારી નજીકના સમાજ અને તમારા પર્યાવરણ માટે પણ તમે મોટો પ્રભાવ ઉભો કરી શકો છો.
• પ્રશ્નઃ બિઝનેસમાં વિસ્તરણ યોજના આવશ્યક હોય છે?
ઉત્તરઃ કોઈ પણ નેતા અને કંપની માટે, નવા બજારો અને નવાં ઉત્પાદનો, ટેકનોલોજીઓ અને ક્લાયન્સ માટે નવા ઉકેલોને ચકાસવાનું સૌથી વધુ મહત્ત્વ રહે છે.બિઝનેસમાં દરરોજ વિચારવું જોઈએ કે તેઓ જેની સેવા કરે છે તે કસ્ટમર્સના જીવનને અને જે માર્કેટ્સમાં તેઓ છે તેને વધુ બહેતર કેવી રીતે બનાવી શકાય. ફાઈનાન્સિયલ સર્વિસીસમાં અતિ જટિલ અને ગતિશીલ વાતાવરણ વિશે કહી શકાય જ્યાં ગતિ જ સારરૂપ છે. આપણે માર્કેટ લીડર બનવા માટે સતત વિકાસના શિખર પર રહેવાની તથા ઝડપ અને અસરકારકતા સાથે પ્રતિભાવ આપવાની જરૂર રહે છે. આગળ વધતા રહેવાની જરૂર સાથે તમારે તમારા બિઝનેસના કેન્દ્રીય મૂલ્યો સાથે સંતુલન સાધતા રહેવું જોઈએ.
• પ્રશ્નઃ યુવા મહત્ત્વાકાંક્ષીઓ તમારી પાસેથી શું શીખી શકે?
ઉત્તરઃ માર્કેટ તરીકે લંડન યુવા લોકો માટે મહાન સ્થળ છે. તેમણે બે બાબત જોવાની જરૂર છેઃ સારી રીતે કોમ્યુનિકેશન કરવું અને મેન્ટર મેળવવા. માર્ગદર્શક મેળવવા એ તમે જેમનો વિશ્વાસ કરતા હો તેમના અનુભવોમાંથી શીખવાનો એક શ્રેષ્ઠ માર્ગ છે. એક બાબત છે કે સફળતા માટે કોઈ શોર્ટકટ્સ કે ટુંકા માર્ગ હોતાં નથી, તેમાં સખત મહેનત અને સાહસ જરૂરી હોય છે. જો તમે યોગ્ય દિશામાં હશો તો વહેલા કે મોડાં સફળતા મળશે જ. તમારી કંપનીની વિવિધ બિઝનેસ લાઈન્સમાં અને વિવિધ બજારોમાં અનુભવો મેળવવા પ્રયાસ કરતા રહો. આ યાત્રાને માણતા રહો.
• પ્રશ્નઃ તમારી પાસેથી લંડનવાસીઓ શું શીખી શકે?
ઉત્તરઃ હું આ મહાન સિટી અને તેના લોકો પાસેથી દરરોજ શીખતી રહું છું. આ બાબત લંડનવાસી, ન્યૂ યોર્કર્સ કે મુંબઈગરા વિશેની નથી. આ તો તમારાંમાંથી સૌથી શ્રેષ્ઠ કોણ અને કેવી રીતે બહાર લાવે છે તેની બાબત છે. વ્યક્તિએ આ મુજબ તેમનું વાતાવરણ પસંદ કરવું જોઈએ. એક સુમાહિતગાર વ્યક્તિત્વ બનવા માટે આપણે વિવિધ સંસ્કૃતિઓ, પ્રતિભાઓ અને માર્કેટ્સના સંપર્કમાં રહેવું જ જોઈએ.
લંડનવાસીઓએ તેમની વૈવિધ્યતાનું રક્ષણ કરવું જોઈએ-વૈવિધ્યતા માત્ર લોકોની હોતી નથી, વિચારોની પણ હોય છે. લંડનવાસીઓએ જ્યાંથી પણ આવતી હોય, વધુ પ્રતિભાઓને આવકારવી જોઈએ.
• પ્રશ્નઃ ફાઈનાન્સિયલ સર્વિસ ઈન્ડ્સ્ટ્રીથી યુવાનો શા માટે વધુ આકર્ષાય છે?
ઉત્તરઃ યુવા વર્ગ અને તક એક સાથે ચાલતા રહે છે. ફાઈનાન્સિયલ સર્વિસીસ સેક્ટર તેના કદ અને વિકાસ થકી યુવાનોને સદાય આકર્ષિત કરે છે. માળખાબદ્ધ અને સલામત કાર્ય વાતાવરણ અને વિશ્વભરમાં વિકાસની તક રહેલી છે્. આજકાલ, હું જોઉં છું કે લીગલ અને ફાઈનાન્સ વિશિષ્ટ સંયોજન છે અને તેમાં સૌથી શ્રેષ્ઠને આકર્ષે છે. ફાઈનાન્સિયલ ઈન્ડ્સ્ટ્રી માત્ર યુવાનોને જ નહિ, ઘરમાં રહેતા નિવૃત્ત લોકો અને માતાઓને પણ આકર્ષે છે. આમ, વસ્તીના વધુ પ્રતિભાશાળી વર્ગો પણ મુખ્ય પ્રવાહની ઉત્પાદકતામાં જોડાઈ રહ્યા છે.
• પ્રશ્નઃ ફાઈનાન્સ ઈન્ડ્સ્ટ્રી મહિલાઓ માટે કેમ વધુ આકર્ષક છે?
ઉત્તરઃ ફાઈનાન્સ ઈન્ડ્સ્ટ્રી સૌથી વધુ નિયંત્રિત ઈન્ડસ્ટ્રી હોવાની સાથે મહિલાઓને સુરક્ષિત વાતાવરણ પુરું પાડવામાં સૌપ્રથમ હતી. પરંતુ, દુઃખદ બાબત એ છે કે આપણે વિવિધ કારણોસર મહિલાઓને ઉચ્ચ હોદ્દાઓ પર જોઈ શકતા નથી. મહિલાઓ જુનિયરથી મધ્યમ લેવલ સુધી જોવા મળે છે અને ત્યાર પછી અદૃશ્ય થઈ જાય અથવા પ્રમાણ ઘટતું જાય છે. ફાઈનાન્સ ઈન્ડસ્ટ્રીમાં સુદ્ધાં આપણને મહિલાઓનું વૈવિધ્ય બોર્ડ્સ અથવા એક્ઝિક્યુટિવ કમિટીમાં જોવાં મળતું નથી. આના ઘણા કારણો છે જેમાંનું એક કારણ એ પણ છે કે મહિલાઓમાં પૂરતો આત્મવિશ્વાસ જણાતો નથી અને તેઓ પૂછપરછ પણ કરતાં નથી. આથી, તેઓ સામાન્ય રીતે શોર્ટલિસ્ટમાં આવતાં નથી. હું મહિલાઓને માત્ર એટલું કહેવાં માગું છું કે તમારી જાતમાં વિશ્વાસ રાખો, હિંમતવાન બનો અને કદી હિંમત ન હારો,
• પ્રશ્નઃ લંડન કરતાં ભારતમાં લાઈફસ્ટાઈલ ઘણી સરળ છે તો તમે તેને છોડીને અહીં શા માટે આવ્યાં?
ઉત્તરઃ મુંબઈનો આરામ છોડવાનો નિર્ણય સહેલો ન હતો. પરંતુ, હું મારી જાતને સતત પડકારવામાં માનું છું. મેં લંડનની પસંદગી મુખ્યત્વે સેન્ટ્રલ ટાઈમ ઝોન અને માર્કેટ્સ સુધી તેની પહોંચના કારણે કરી છે. મારાં માટે લંડન તો ‘પૂર્વ સાથે પશ્ચિમના મિલન’ તેમજ લોકો, સંસ્કૃતિઓ અને બિઝનેસીસના મેલ્ટિંગ પોટ જેવું ચિત્ર છે. અહીં વિશ્વ અરસપરસ મળી ગયેલું છે. ગ્લોબલ ભારતીય તરીકે ભારતની પ્રગતિની ઉજવણીનો અને ભારતને વૈશ્વિક નકશા પર મૂકવાનો આ મહાન સમય છે. હું મારી જાતને આ શહેરની સાથે વણાયેલી હોવાનું જણાવવા માગતી નથી પરંતુ, જે રીતે મુંબઈમાં ઘેર હોવાનું અનુભવતી હતી તેવી જ લાગણી લંડનમાં પણ અનુભવું છું.
• પ્રશ્નઃ લંડનમાં રહેવાના સામાજિક ચડાવઉતાર શું જણાય છે।
ઉત્તરઃ લંડન લોકોને આવકારતું શહેર છે. વિશ્વમાં કોઈ પણ સ્થળે તમને આ પ્રકારનું વૈવિધ્ય જોવાં મળશે નહિ. આબોહવા જરા પણ વિષમ નથી. ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઘણું સરસ છે. તમે વિવિધ પ્રકારના લોકો સાથે હળીમળી શકો છો અને ફૂરસદના સમયમાં ઘણું બધું કરી શકો છો. અહીં જીવનનો અનુભવ લેવાનું ઘણું સરસ છે.
અને નકારાત્મક અનુભવ તો હજુ થયા નથી, હું તેની આશા રાખતી નથી!
