શિવ નાદરઃ ગરીબીમાં ઉછર્યા, ગેરેજમાં કંપની શરૂ કરી ને આજે દેશના સૌથી મોટા દાતા

ભારતના ધનપતિઓમાં ઉદ્યોગપતિ શિવ નાદર આગવી નામના ધરાવે છે. કોમ્પ્યુટર ઉદ્યોગના આ મહારથી જોકે તેમની ધનદોલતના આંકડાઓ કરતાં તેમના દ્વારા થતી સખાવત માટે વધુ જાણીતા છે. 80 વર્ષના ઉદ્યોગસાહસિક શિવ નાદર એચસીએલ ટેક્નોલોજીઝના સ્થાપક છે. એડલગિવ-હુરુન ઇન્ડિયા ફિલાન્થ્રોપી લિસ્ટ 2025 અનુસાર, તેમણે રૂ. 2,700 કરોડથી વધુનું દાન આપ્યું છે. જેનાથી ફરી એક વખત તેઓ દેશના સૌથી મોટા દાનવીર તરીકે ઉભર્યા છે. નાદરે આ સ્થાન સુધી પહોંચવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે.

અભ્યાસ દરમિયાન સંઘર્ષ, ભાષાની મુશ્કેલી
શિવ નાદરનો જન્મ 14 જુલાઈ 1945ના રોજ તમિલનાડુના થુથુકુદી જિલ્લાના મુલેપોઝી ગામમાં થયો હતો. તેમના પિતા એક મધ્યમ વર્ગના તમિલ હિન્દુ પરિવારમાંથી હતા. નાદરનું બાળપણ મર્યાદિત ગામડાની સુવિધાઓ અને આર્થિક મુશ્કેલીઓમાં પસાર થયું હતું. બાળપણમાં નાદરને શિક્ષણ માટે ઘણી વખત શાળા બદલવી પડી હતી. આના કારણે ભાષાની મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. 21 વર્ષની ઉમર સુધીમાં તેઓ અંગ્રેજી પણ બોલી શકતા ન હતા. એક મુલાકાતમાં, નાદરે કહ્યું કે, એક સમય એવો હતો જ્યારે ઉચ્ચ શિક્ષણનું સ્વપ્ન જોવું પણ તેમના માટે મુશ્કેલ હતું. શિષ્યવૃત્તિની મદદથી તેમણે મદુરાઈની અમેરિકન કોલેજમાંથી ઇલેક્ટ્રોનિક્સમાં ડિગ્રી અને કોઈમ્બતુરમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું હતું. નાદરની પહેલી નોકરી પૂણેમાં વાલચંદ ગ્રૂપમાં હતી, પરંતુ તેમણે ટૂંક સમયમાં જ તે છોડી દીધી હતી.

નોકરી છોડી, કમ્પ્યુટર લોન્ચ કર્યું
નોકરી છોડ્યા પછી તેમણે તેમના મિત્રો સાથે એક સાહસ શરૂ કરવાનું વિચાર્યું. 1976માં તેમણે અને તેમના મિત્રોએ ઉછીના પૈસા લઈને ગેરેજમાં એચસીએલની શરૂઆત કરી. નાદરે તે સમયે માઇક્રોપ્રોસેસર્સ પર ધ્યાન કેન્દ્રિત કર્યું. શરૂઆતમાં તેમને ભંડોળ મેળવવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. પછી 1980માં પોતાનું પહેલું કમ્પ્યુટર લોન્ચ કર્યું.
આજે રૂ. 3.06 લાખ કરોડની નેટવર્થ
2008માં શિવ નાદરને આઈટી ક્ષેત્રમાં તેમના યોગદાન બદલ ભારત સરકાર દ્વારા પદ્મ ભૂષણ એનાયત કરાયો હતો. 2024માં ‘ફોર્બ્સે’ તેમને સૌથી ઉદાર દાતા તરીકે જાહેર કર્યા. શિવ નાદર દરરોજ રૂ. 7.2 કરોડનું દાન કરે છે. આજે, તેમની કંપની 60થી વધુ દેશોમાં કાર્યરત છે. 1994માં તેમણે ગરીબો માટે શિવ નાદર ફાઉન્ડેશન પણ શરૂ કર્યું છે. તેમની વર્તમાન નેટવર્થ રૂ. 3.06 લાખ કરોડ છે.

શિવ નાદરઃ ગરીબીમાં ઉછર્યા, ગેરેજમાં કંપની શરૂ કરી ને આજે દેશના સૌથી મોટા દાતા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.