સપનું કે સપનાનો ભ્રમ

સપનું કે સપનાનો ભ્રમ...

મારી કુંવારી આંખોના સમ મારા સાયબા
અંગઅંગ મળવાને આડે છે ચાર માસ,
અથરો ના થા જરા ખમ મારા સાયબા...

- સપનું કે સપનાનો ભ્રમ

- યોગેશ પંડ્યા

મારી કુંવારી આંખોના સમ મારા સાયબા
અંગઅંગ મળવાને આડે છે ચાર માસ,
અથરો ના થા જરા ખમ મારા સાયબા...
મારી કુંવારી આંખોના સમ...
કુંવારા કાંડાનું વેણ રાખ સાજણ તું કુંવારું કાંડું મચકોડ મા,
કુંવારી વેદનાનું ભાન તને હોય નહીં, નજરુંને નજરુંથી જોડ મા,
અરે! આટલી ઉતાવળ ન હોય જરા થમ...
મારી કુંવારી આંખોના સમ...
આંગણમાં ઊભેલા વડલાનાં પાન રોજ એકએક ખરતાં રે જાય છે,
એમ્મ એમ્મ આપણી વચાળે આ ઊભેલી, પાન્નખર ટૂંકાતી જાય છે
પછી ભીની કૂંપળની પથરાશે જાજમ...
મારી કુંવારી આંખોના સમ...
મધરાતે ખોરડાની પાછલી પછીતમાંથી સપનાં ચોરપગે આવતાં,
સાજણનું રૂપ લઈ ચોરીછૂપીથી મારાં અંગો પર વ્હાલપ ભભરાવતાં,
આંખ ઊઘડી તો ઓરડામાં છલકાતો ભ્રમ...
મારી કુંવારી આંખોના સમ...

સપનું કે સપનાનો ભ્રમ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.