હરિને ભજતાં...

હરિને ભજતાં......

આ સપ્તાહે વાંચો ગેમલનું અમર સર્જન... ગેમલ એટલે જાણે કે એક જ પદથી પ્રસિદ્ધ હોય એવા કવિ. લોકો આ પદને જાણે છે, માણે છે. આ પદ એટલું પ્રચલિત છે કે પંક્તિ યાદ હોય પણ કવિનું નામ ભુલાઈ જાય.

આ સપ્તાહે વાંચો ગેમલનું અમર સર્જન... ગેમલ એટલે જાણે કે એક જ પદથી પ્રસિદ્ધ હોય એવા કવિ. લોકો આ પદને જાણે છે, માણે છે. આ પદ એટલું પ્રચલિત છે કે પંક્તિ યાદ હોય પણ કવિનું નામ ભુલાઈ જાય.

(ઈ. 19મી સદી પૂર્વાર્ધ)

- હરિને ભજતાં

- ગેમલ

હરિને ભજતાં હજુ કોઈની લાજ જતાં નથી જાણી રે;
જેની સુરતા શામળિયા સાથ, વદે વેદવાણી રે.
વહાલે ઉગાર્યો પ્રહ્લાદ, હરણાકંસ માર્યો રે;
વિભીષણને આપ્યું રાજ, રાવણ સંહાર્યો રે. હરિને...
વહાલે નરસિંહ મહેતાને હાર, હાથોહાથ આપ્યો રે;
ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી થાપ્યો રે. હરિને...
વહાલે મીરાં તે બાઈનાં ઝેર હળાહળ પીધાં રે;
પંચાળીનાં પૂર્યાં ચીર, પાંડવ કામ કીધાં રે. હરિને...
વહાલે આગે સંતોનાં કામ, પૂરણ કરિયાં રે;
ગુણ ગાયે ગેમલ કર જોડ, હેતે દુખ હરિયાં રે. હરિને...

•••

હરિને ભજતાં......
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.