ચીનનો માસ્ટર સ્ટ્રોકઃ હજારો ફૂટ ઊંચા પહાડો પર બુલેટ ટ્રેન દોડાવી
ભારતની પહેલી બુલેટ ટ્રેન મુંબઇ-અમદાવાદ વચ્ચે આવતા વર્ષથી શરૂ થવાની સંભાવના છે પરંતુ ચીને તો હવે પહાડોમાં બુલેટ ટ્રેન દોડાવીને ઇતિહાસ રચ્યો છે. ચીને કિનલિંગ પહાડોને કાપીને માત્ર ચાર વર્ષમાં નવો હાઇ સ્પીડ રેલ કોરિડોર તૈયાર કર્યો છે.
બેઇજિંગઃ ભારતની પહેલી બુલેટ ટ્રેન મુંબઇ-અમદાવાદ વચ્ચે આવતા વર્ષથી શરૂ થવાની સંભાવના છે પરંતુ ચીને તો હવે પહાડોમાં બુલેટ ટ્રેન દોડાવીને ઇતિહાસ રચ્યો છે. ચીને કિનલિંગ પહાડોને કાપીને માત્ર ચાર વર્ષમાં નવો હાઇ સ્પીડ રેલ કોરિડોર તૈયાર કર્યો છે. ચીનમાં શિયાન અને જિનયાન શહેરો વચ્ચે 257 કિમી લાંબી બુલેટ ટ્રેન માટેની રેલવે લાઇન બનાવી છે, જ્યાં કલાકના 350 કિમીની ઝડપે બુલેટ ટ્રેન દોડશે. આ બુલેટ ટ્રેન 42 સુરંગોમાંથી તેમજ 62 પુલો પરથી પસાર થશે અને ઉત્તર-પશ્ચિમ ચીનના મોટા શહેરોને યાંગજી નદીની પારના વિસ્તારો સાથે જોડશે. હાઇ સ્પીડ રેલ લાઇને 257 કિમી લાંબા રૂટ પર ટ્રાવેલ ટાઇમ 6 કલાક ઘટાડી દીધો છે જ્યારે શિયાન અને હુબેઇની રાજધાની વુહાન 800 કિમીની મુસાફરીનો સમય 5-6 કલાકથી ઘટીને માત્ર બે કલાક 41 મિનિટનો થઇ જશે. ચીને આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ સાત બિલિયન ડોલરનો ખર્ચ કર્યો છે.
