બનાસકાંઠા જિલ્લામાં જળક્રાંતિના પગરણ...

 બનાસકાંઠા જિલ્લામાં જળક્રાંતિના પગરણ...

પાલનપુરઃ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે રાજયના સર્વગ્રાહી વિકાસ માટે પાયાની માળખાકીય સુવિધાઓ દરેક નાગરિક સુધી પહોંચાડવાની ગતિશીલતાની સ્પષ્ટર નેમ વ્યક્ત કરી છે.

પાલનપુરઃ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે રાજયના સર્વગ્રાહી વિકાસ માટે પાયાની માળખાકીય સુવિધાઓ દરેક નાગરિક સુધી પહોંચાડવાની ગતિશીલતાની સ્પષ્ટર નેમ વ્યક્ત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે માનવ જીવન માટે અનિવાર્ય એવા પાણીની પણ સરળ-સલામત અને સુનિશ્વિત ઉપલબ્ધિ માટે રાજય સરકારે બહુઆયામી આયોજનથી સૌના ઘર ઘર પાણી પહોંચાડવાનો પુરુષાર્થ યજ્ઞ આદર્યો છે.
આ પુરૂષાર્થને પરિણામે હવે ઉત્તર ગુજરાતનો બનાસકાંઠા જિલ્લો અને સમગ્ર ઉત્તર ગુજરાત પ્રદેશ ઉત્તમ ગુજરાત બનાવવાની દિશામાં આગેકદમ ભરી રહ્યો છે. તેનો આંનદ તેમણે વ્યક્ત કર્યો હતો.
મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે ગત સપ્તાહે બનાસકાંઠા રણકાંધીના ત્રણ તાલુકાના ૧૨૩ ગામોને પીવાનું શુધ્ધ પાણી પૂરું પાડતી રૂ. ૧૧૦ કરોડની દાંતીવાડા ડેમ આધારિત જૂથ પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કર્યુ હતું.
તેમણે સરહદના સંત્રીઓ એવા બીએસએફના જવાનોની ૩૧ બોર્ડર આઉટ પોસ્ટને રૂપિયા  ૬ કરોડના ખર્ચે પાણી પહોંચાડતી બોર્ડર આઉટ પોસ્ટ પાણી પૂરવઠા યોજના તેમને સમર્પિત કરી હતી. આનંદીબહેન પટેલે જળ સંપત્તિ વિભાગ દ્વારા રૂ. ૪૧૮ કરોડની દાંતીવાડ - સીપુ પાઈપલાઈન યોજનાનું પણ લોકાર્પણ સંપન્ન કર્યું હતું.
આ યોજનાને પરિણામે ૬ તાલુકાના ૪૬ ગામોની ૯ હજાર હેક્ટર જમીનને સિંચાઈ સુવિધા તથા ત્રણ લાખની માનવ વસ્તીને પાણી સવલત મળતી થઈ છે. આ યોજનાથી સ્થાનિક લોકોમાં ખુશી વ્યાપી છે.

બનાસકાંઠા જિલ્લામાં જળક્રાંતિના પગરણ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.