પશ્ચિમ કચ્છમાં નર્મદાનાં નીર પહોંચ્યા

ભૂજઃ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે પશ્ચિમ કચ્છના લોકોની તરસ છીપાવવા માટે રૂ. ૨૦૩.૪૭ કરોડની પીવાના પાણીની યોજના લખપતના દયાપર ખાતે ૧૮ એપ્રિલે સમર્પિત કરી હતી. ગુજરાત પાણી પુરવઠા બોર્ડની મહત્ત્વની યોજનાઓ પૂર્ણ થતાં હવે પશ્ચિમ કચ્છના અંતરિયાળ ગામો સુધી નર્મદાના પાણી પહોંચશે.
મુખ્ય પ્રધાને આ યોજનાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ લખપત તાલુકા કડવા પાટીદારના રજત જયંતી પ્રસંગે યોજાયેલા જાહેર કાર્યક્રમમાં કર્યું હતું. આનંદીબેન પટેલે નાની હમીરપર પમ્પિંગ સ્ટેશનથી શાત્રોક્ત વિધિ દ્વારા નર્મદામૈયાનું અવતરણ કરાવ્યું ત્યારે રોમાંચની લહેર દોડી ગઇ હતી. તેમણે કચ્છનું ભૂતળ ઊંચું હોવાથી ગ્રેવિટીથી પાણી ન આપી શકયાનું દુ:ખ વ્યક્ત કરવા સાથે ટેકનોલોજીની દેનના ઉપયોગથી અંતે કચ્છનું સપનું સાકર કરી શકવા બદલ ગર્વની લાગણી વ્યક્ત કરી હતી.
ભૂજઃ મુખ્ય પ્રધાન આનંદીબહેન પટેલે પશ્ચિમ કચ્છના લોકોની તરસ છીપાવવા માટે રૂ. ૨૦૩.૪૭ કરોડની પીવાના પાણીની યોજના લખપતના દયાપર ખાતે ૧૮ એપ્રિલે સમર્પિત કરી હતી. ગુજરાત પાણી પુરવઠા બોર્ડની મહત્ત્વની યોજનાઓ પૂર્ણ થતાં હવે પશ્ચિમ કચ્છના અંતરિયાળ ગામો સુધી નર્મદાના પાણી પહોંચશે.
મુખ્ય પ્રધાને આ યોજનાઓનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ લખપત તાલુકા કડવા પાટીદારના રજત જયંતી પ્રસંગે યોજાયેલા જાહેર કાર્યક્રમમાં કર્યું હતું. આનંદીબેન પટેલે નાની હમીરપર પમ્પિંગ સ્ટેશનથી શાત્રોક્ત વિધિ દ્વારા નર્મદામૈયાનું અવતરણ કરાવ્યું ત્યારે રોમાંચની લહેર દોડી ગઇ હતી. તેમણે કચ્છનું ભૂતળ ઊંચું હોવાથી ગ્રેવિટીથી પાણી ન આપી શકયાનું દુ:ખ વ્યક્ત કરવા સાથે ટેકનોલોજીની દેનના ઉપયોગથી અંતે કચ્છનું સપનું સાકર કરી શકવા બદલ ગર્વની લાગણી વ્યક્ત કરી હતી. સૂકા અને સરહદી જિલ્લા માટે આજનો પ્રસંગ ભાવનાત્મક બની રહ્યો હતો. લાંબો સમય વિવાદમાં અટવાયેલી નર્મદા યોજનાનું સપનું આખરે સાકાર થતાં કચ્છમાં અને શરૂઆતમાં વાગડમાં હરિયાળીક્રાંતિની આશા જાગી છે. તેમણે જણાવ્યું કે ગુજરાતે જળ વ્યવસ્થાપનનો એક આદર્શ નમૂનો પૂરો પાડ્યો છે. ૭૦૦ કિલોમીટર દૂર સુધી પાણી પહોંચાડવામાં આવ્યું છે. ત્યારે માત્ર કચ્છને નહીં, સમગ્ર ગુજરાતને ટેન્કર રાજ્યમાંથી મુક્તિ મળી છે. નર્મદાનું પાણી કચ્છ સુધી લાવવામાં ખેડૂતોનું પણ મહત્ત્વનું યોગદાન છે. કારણ કે કેનાલો માટે ખેડૂતોએ પોતાની જમીન હોંશેહોંશે આપી છે.
