પાનધ્રો પાઇપલાઇન રૂ. ૮૦ કરોડના ખર્ચે બિછાવાશે
કચ્છમાં પાણીની સમસ્યા નિવારવા રૂ. ૮૦ કરોડના ખર્ચે ખીરસરા-દયાપર-પાનધ્રો પાણીની પાઇપલાઇનનું ખાતમુહૂર્ત મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલ દ્વારા ઓનલાઇન થશે.
દયાપરઃ કચ્છમાં પાણીની સમસ્યા નિવારવા રૂ. ૮૦ કરોડના ખર્ચે ખીરસરા-દયાપર-પાનધ્રો પાણીની પાઇપલાઇનનું ખાતમુહૂર્ત મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલ દ્વારા ઓનલાઇન થશે. લખપત તાલુકા કડવા પાટીદાર સમાજ આયોજિત સમૂહલગ્નોત્સવની રજત જયંતી મહોત્સવ તેમજ વિવિધ સામાજિક કાર્યક્રમો ૧૭થી ૨૧ એપ્રિલ દરમિયાન દયાપર ખાતે યોજાશે. આ પ્રસંગે મુખ્ય પ્રધાન ૧૮ એપ્રિલે ઉપસ્થિત રહેશે.
