‘મહાભારત’ના દિગ્દર્શક રવિ ચોપરાનું નિધન
મુંબઈઃ ટીવી પડદે ઇતિહાસ સર્જનાર મહાભારત સિરિયલના દિગ્દર્શક રવિ ચોપરા (૬૮)નું ગત સપ્તાહે અવસાન થયું હતું. છેલ્લાં કેટલાક વર્ષથી તેઓ ફેફસાના કેન્સરથી પિડાતા હતા.
તેમની તબિયત વધુ બગડવાથી તેમને મુંબઈની બ્રીચકેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમના પરિવારમાં પત્ની અને ત્રણ સંતાન છે.
રવિ ચોપરા એ નિર્માતા-દિગ્દર્શક બી. આર. ચોપરાના પુત્ર અને યશ ચોપરાના ભત્રીજા થતા હતા. તેમણે ઝમીર (૧૯૭૫), ધ બર્નિંગ ટ્રેન (૧૯૮૦), મજદૂર (૧૯૮૩), દહલીજ (૧૯૮૬), બાગબાન (૨૦૦૩) અને બાબુલ (૨૦૦૬) ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું. તેમના પિતાના મૃત્યુ પછી તેમણે ભૂતનાથ અને ભૂતનાથ રિટર્ન્સ ફિલ્મનું નિર્માણ કર્યું હતું.
