વિવાદોમાં સપડાયેલા નાઇજલ ફરાજનું સાંસદપદેથી રાજીનામુ

રિફોર્મ યુકેના નેતા નાઇજલ ફરાજે તેમના પર મૂકાયેલા આરોપ મધ્યે ક્લેક્ટનના સાંસદપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે જેનાથી આ બેઠક પર પેટાચૂંટણી અનિવાર્ય બનશે. પોતાના રાજકીય ભવિષ્યને બચાવવા માટે તેઓ પોતે જ આ પેટાચૂંટણીમાં ફરીથી ઉમેદવારી નોંધાવશે.
લંડનઃ રિફોર્મ યુકેના નેતા નાઇજલ ફરાજે તેમના પર મૂકાયેલા આરોપ મધ્યે ક્લેક્ટનના સાંસદપદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે જેનાથી આ બેઠક પર પેટાચૂંટણી અનિવાર્ય બનશે. પોતાના રાજકીય ભવિષ્યને બચાવવા માટે તેઓ પોતે જ આ પેટાચૂંટણીમાં ફરીથી ઉમેદવારી નોંધાવશે.
તાજેતરમાં જ ખુલાસો થયો હતો કે તેમને દોષિત ઠરેલા છેતરપિંડી કરનાર અને તેમના લાંબા સમયના સાથી જ્યોર્જ કોટ્રેલ તરફથી આર્થિક સહાય મળી હતી. આ ઉપરાં ફરાજ રિફોર્મ પાર્ટીના દાતા ક્રિસ્ટોફર હાર્બોર્ન તરફથી મળેલા 5 મિલિયન પાઉન્ડના ડોનેશન અંગે સંસદીય કમિશનરની તપાસનો સામનો પણ કરી રહ્યા છે.
એક આકરા નિવેદનમાં, ફરાજે જણાવ્યું હતું કે તેઓ રોજિંદી સતામણી અને જાનથી મારી નાખવાની ધમકીઓનો સામનો કરી રહ્યા છે પરંતુ જ્યારે એક અખબારે કથિત રીતે તેમની પુત્રીના ઘરનો ફોટો પ્રકાશિત કર્યો ત્યારે તેમણે નક્કી કર્યું કે હવે બહુ થયું. હું મારા જીવનમાં ક્યારેય આટલો ગુસ્સે નથી થયો.
